જાણો આરોપી ફેનીલ ને તેના પરિવાર માંથી કોણ કોણ જેલમાં મળવા ગયું? હાલમાં તે જેલમાં શું કરી રહ્યો છે?

0
41

પાસોદરા માં જાહેર માં થયેલી ઘટના કેસમાં સંડોવાયેલા આરોપી ફેનીલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ અને ફુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષીઓ છે. તેઓ સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં હથિયાર જોવાના કારણે તેઓ ડર ના કારણે તેની પાસે ગયા ન હતા.

આઇજી રાજકુમાર પાંડિય ને જણાવ્યું હતું કે 21 વર્ષીય યુવતીના એકતરફી પ્રેમ પ્રકરણમા યુવતીના ઘરે જઇને તેનો જીવ લઈ લેવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી છે. આ દીકરીને અને તેના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તે માટે શહેરની વિવિધ સંસ્થાઓ અને સમાજના લોકો રસ્તા પર ઉતરી ગયા છે.

દીકરી ને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે અને આરોપીને ફાંસી આપવાની માંગ કરતી અરજી પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રીને મોકલવામાં આવી છે. તેમજ આરોપી ફેનીલ ને જેલ ભેગો કરવામાં આવ્યો છે. ફેનીલ એ દીકરીનો જીવ લેવાનો કોઈ અફસોસ દેખાતો નથી.

પરતું તે જેલમાં બે ટાઇમ ભરપેટ ભોજન કરી રહી છે અને હસી હસીને બધા પોલીસ કર્મી સાથે વાતો કરી રહ્યો છે તેમજ તેના હાવ ભાવ જોઈને જાણવા મળ્યુ છે કે તેણે કોઈ જ અફસોસ નથી અને જેલ માં બાદ ફેનિલ ને કોઈ મળવા આવ્યું નથી. ફેનિલ ના સંબંધીઓએ તેની સાથેનો સાથ છોડ્યો છે અને તેના માતા-પિતા કે તેના ભાઈઓમાંથી પણ કોઈ ફેનીલ ની ખબર પૂછવા ગયું નથી.

આ ઘટના થયા બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ તેમના ઘરે પહોંચ્યા હતા. પરિવાર ને જલ્દી આરોપીને કડકમાં કડક સજા આપવાની વાત કરીને પરિવારના લોકોને સાંત્વના પાઠવી હતી. ફેનીલ છેલ્લા એક વર્ષથી આ દીકરી ને હેરાન કરતો હતો અને હાલ પરિવારના માથે દુઃખનો પહાડ આવીને પડ્યો છે. ભગવાન આ પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે તે માટે દરેક લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને હાલમાં આ ઘટના ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.