લોકગાયક રાજભા ગઢવીએ ગાયું એવું ગીત કે લોકો મન મુકીને વરસ્યા,પૈસાનો કર્યો એવો વરસાદ કે જુઓ વિડિયો

0
106

આપણી ભારતીય સંસ્કૃતિને અત્યારના જમાનામાં કોઈ જીવતું રાખતી હોય તો આપણા સૌરાષ્ટ્રના અને ગુજરાત ના ડાયરાઓ છે. ડાયરાઓ દ્વારા ભગવાન ની સ્તુતિ તથા દેશની સંસ્કૃતિ અને આપણા જીવન જીવવાની રીત અને આપણા પૂર્વજોએ કરેલા બલિદાનને યાદ કરવામાં આવે છે. ખાસ કરીને ગામડાઓમાં લોકડાયરામાં આજે પણ ખૂબ જ સારું ચલન છે.

આવો જ એક લોક ડાયરો જામનગરના વિભાપર માં ગૌશાળાના લાભાર્થે કરવામાં આવ્યો હતો. આ લોકડાયરામાં સુપ્રસિદ્ધ ગાયક રાજભા ગઢવી અને નિરંજન પંડ્યા ઉપરાંત ફરીદા મીરે લોકોને મોજ કરાવી હતી. તમામ કલાકારોએ એટલો આનંદ કરાવ્યો કે સ્ટેજ ઉપર પૈસાના ઢગલા થઈ ગયા હતા.

જામનગરના વિભાપર ગામ માં જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા વાર્ષિક ઉત્સવ ભૂમિ પૂજન,પાંચકુંડી યજ્ઞ અને સન્માન સમારોહ મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં ફરીદામીરે સંતવાણી દ્વારા લોકોને મોજ કરાવી હતી ત્યારે રાજભા ગઢવી ચારણી સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિ ની રમઝટ બોલાવી હતી.

લોક ડાયરો એટલે સૌરાષ્ટ્રવાસીઓ નો ધબકારો. ડાયરો રેલાતો હોય ત્યારે સૌરાષ્ટ્રની ધરતી ના કલાકારો ને માણવાનો એક લાવો અલગ છે. આ લોકડાયરામાં કલાકારો મન મૂકીને પોતાની કલા વરસાવી અને લોકોને આનંદિત કર્યા જ્યારે લોકોએ પણ મન મૂકીને ત્રણેય કલાકારો પણ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

જામનગરના વિભાગમાં આવેલા જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ ગૌશાળામાં આધારે વિહોણી, લુલી, લંગડી, અંધ, અપંગ તેમજ ઇજાગ્રસ્ત થયેલી ગાયો ની સારવાર કરવામાં આવે છે. ગૌશાળામા 450 થી પણ વધુ ગાયો ની સાર સંભાળ રાખવામાં આવે છે. આવા પરોપકારી ગૌ સેવા કાર્ય ને વેગ આપવા માટે જામનગરના વીભાપર માં 16 વીઘા જમીનમાં ગૌશાળા અને ગાયો ની સારવાર માટે હોસ્પિટલ તૈયાર થઈ રહ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.