ઇતિહાસમાં પ્રથમવાર કપાસનો ભાવ પહોંચ્યા આ ઊચી સપાટીએ,જાણો 1 મણ કપાસનો ભાવ

0
830

આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાક ની માંગ વધારાના કારણે કપાસના ભાવ આ વર્ષે એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યની અમુક માર્કેટયાર્ડ માં કપાસનો ભાવ 1412 થી 2620 સુધી બોલાઇ રહો છે.

કપાસના ભાવમાં આ વર્ષે ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલા બધા કપાસ ના ભાવ પહોંચી શકે છે. કપાસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યની તમામ માર્કેટયાર્ડ માં કપાસ નો સારો ભાવ મળતા ખેડતો માં ખુશી નો માહોલ જોવા મળી રહો છે.સૌરાષ્ટ્ર ની રાજકોટ APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 2620 રહ્યા હતા.

સૌરાષ્ટ્ર ની અમરેલી APMCમાં કપાસનો મહત્તમ ભાવ 13000 રૂપિયા અને સરેરાશ ભાવ 10750 રૂપિયા નોંધાયો છે. વિસાવદર APMCમાં કપાસનો મહત્તમ 12500 રૂપિયા અને સરેરાશ ભાવ 11000 રૂપિયા નોંધાયો છે. રાજકોટ ની જસદણ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 13000 રૂપિયા અને સરેરાશ ભાવ 11000 રૂપિયા નોંધાયો છે.

ગુજરાત રાજ્ય ની વાંકાનેર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 12500 રૂપિયા અને સરેરાશ ભાવ 11000 રૂપિયા નોંધાયો છે.કપાસનો ખૂબ જ સારો ભાવ બોલાતા ખેડૂતો કપાસ માં વેચવા માટે માર્કેટયાર્ડ પડાપડી કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે કપાસના ભાવમાં દરરોજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેથી કરીને ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.

કપાસની સિઝન લેવાઈ ચૂકી છે પરંતુ ખેડૂતોને હજુ પણ પોતાનો પાક ને લઈને અત્યાર સુધી પહોંચી રહા છે. ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડમાં લાઈનમાં ઊભા પણ રહી રહ્યા છે. માર્કેટયાર્ડ માં અગવડ ઊભી ન થાય તે માટે માર્કેટયાર્ડના ચેરમેન દ્વારા ટોકન દ્વારા ખેડૂતોના પાક લઇ રહ્યા છે.ઉપરોક્ત જણાવેલ 5 આંકડાઓ વાળા ભાવ કવીન્ટલ દીઠ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.