ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, ઘણા વર્ષો બાદ પહેલી વખત આટલો ઘઉંના ભાવમાં થયો જંગી વધારો,જાણો

0
542

આ વર્ષે ઘઉંના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. ઘઉંના સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ ના ઘઉં ના ભાવ 1400 રૂપિયાથી લઈને 2625 રૂપિયા ને પાર પહોંચી ગયા છે અને દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.

નિષ્ણાંતોનું માનવું છે કે હજુ પણ આગામી દિવસોમાં ઘઉંના ભાવમાં વધારો જોવા મળી શકે છે.રાજ્યની આણંદ માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 1450 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 1500 રૂપિયા સુધી બોલાઇ રહ્યા છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2550 રૂપિયાથી લઈને 2930 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ભાવનગર માર્કેટ યાર્ડ ઘઉંના ભાવ 2500 રૂપિયાથી લઈને 2845 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દાહોદના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2310 રૂપિયાથી લઈને 2376 રૂપિયાને પાર પહોંચી ગયા છે.મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2320 રૂપિયાથી લઈને 2500 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને રાજકોટ ધોરાજી માર્કેટ યાર્ડ ના ઘઉં નો ભાવ 2240 રૂપિયાથી લઈને 2325 રૂપિયા જોવા મળી રહ્યા છે.

ભરૂચના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 1900 રૂપિયા થી લઈને 2200 રૂપિયા ને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે ઘઉંના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઝાલોદના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2495 રૂપિયાથી લઈને 2800 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ડીસાના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2350 રૂપિયાથી લઈને 2715 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં કપાસનો ભાવ 1412 થી 2500 બોલાઇ રહો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.