કપાસમાં ભુક્કા કાઢતી તેજી, પ્રથમવાર કપાસના ભાવ પહોંચ્યા આટલા હજારને પાર અને હવે નિષ્ણાંતોનુ માનવું છે કે…

0
604

આ વર્ષે ખેડૂતોને ખૂબ જ સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહો છે પરંતુ આ વર્ષે ખેડૂતોને કપાસ માં ખૂબ સારી એવી તેજી નોંધાઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ માં મોટો વધારો જોવા મળી રહ્યો છે. કપાસના મોટાભાગનું ઉત્પાદન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થાઇ છે.

કપાસ ના ઓછા ઉત્પાદનના કારણે કપાસના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે તેમજ આ વર્ષે કપાસની મિલો અને બીજી મિલો ની અંદર કપાસની ખૂબ જ વધુ માંગ છે. તેમાં ખૂબ જ સારી ગુણવત્તાવાળો કપાસની માંગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા છે. તેના કારણે કપાસના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે.

છેલ્લા એક અઠવાડિયાની અંદર કપાસનું વેચાણ ખૂબ જ વધારે માત્રામાં થઈ રહ્યો છે તેના કારણે પાછા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં કપાસ નો સંગ્રહ કર્યા વગર સીધો પાસ વેચી દે છે જેના કારણે આ દિવસે ને દિવસે કપાસના ભાવ ની અંદર રેકોર્ડબ્રેક સપાટી નોંધાઇ રહી છે.

જામનગરના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 9035 થી 10070 રૂપિયા સુધી પહોંચી ગયા છે. મહેસાણા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 8500 થી લઈને 10240 રૂપિયા સુધી પહોંચી ગયા છે. અમરેલી માર્કેટ યાર્ડમા કપાસના ભાવ 9250 થી 10675 રૂપિયા પહોંચી ગયા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમા કપાસના ભાવ 8975 થી 10130 ખૂબ જ સારા એવા પ્રમાણમાં બોલાઈ રહ્યા છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 9455 થી 10505 સુધી પહોંચી ગયા હતા અને સૌરાષ્ટ્રના કાઠીયાવાડી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ખૂબ જ ઊંચા પ્રમાણમાં બોલાવ્યા છે. આ વખતે કમોસમી માવઠાને કારણે પાક ને ખૂબ નુકસાન થયું છે જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ને ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરવામાં આવી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.