સૌરાષ્ટ્રમાં કપાસ વેચવા ની સુવર્ણ તક,પ્રથમવાર કપાસના ભાવ એટલા વધ્યા છે કે ખેડૂતો થઇ શકે છે માલા-માલ!

0
559

આ વર્ષે વાતાવરણ ની અનિયમાતાને કારણે કપાસના પાકનું ઓછું ઉત્પાદન થયું હતું અને બીજી બાજુ માંગ વધારે હોવાના કારણે કપાસ ના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. કપાસના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર માં કપાસના ભાવ ખૂબ જ સારા એવા પ્રમાણમાં બોલાઇ રહ્યા છે. સારી ક્વોલિટી ના ભાવ આસમાને પહોંચી ગયા છે.કપાસ ની માંગ વધારે હોવાને કારણે કપાસ ના ભાવ ખેડૂતોને ખુબ જ સારા મળી રહા છે.

આપને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર ની બોટાદ માર્કેટિંગ યાર્ડ માં કપાસના ભાવ 2280 રૂપિયાને પાર પહોંચી ગયા છે જે ભાવ જાણીને ખેડૂત મિત્રો તમે પણ ચોકી જશો એવો અમને પણ વિશ્વાસ છે.પણ છેલ્લે કપાસનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.કપાસ વેચવા માટે અત્યારે ખેડૂતો માટે સારા માં સારી તક છે.છેલ્લા ઘણા દિવસ થી કપાસ ના ભાવ માં સ્થિરતા જોવા મળી છે.

છેલ્લા થોડાક દિવસ ની અંદર કપાસનું વેચાણ ખૂબ જ વધારે માત્રામાં થઈ રહ્યો છે તેના કારણે પાછા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં કપાસ નો સંગ્રહ કર્યા વગર સીધો પાક વેચી દે છે જેના કારણે આ દિવસે ને દિવસે કપાસના ભાવ ની અંદર રેકોર્ડબ્રેક સપાટી નોંધાઇ રહી છે.આપણે જણાવી દઈએ કે હાલ માં કપાસ નો સ્ટોક પૂરો થતા 2200 2200 રૂપિયા ભાવ બોલાઈ રહા છે.આટલા બધા ભાવ મળતા આ વખતે ખેડૂતો માલા માલ થઇ શકે છે.

કપાસ ના ઓછા ઉત્પાદનના કારણે કપાસના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે તેમજ આ વર્ષે કપાસની મિલો અને બીજી મિલો ની અંદર કપાસની ખૂબ જ વધુ માંગ છે. તેમાં ખૂબ જ સારી ગુણવત્તાવાળો કપાસની માંગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા છે. તેના કારણે કપાસના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે.

અમારી પાસે આવેલા આંકડાઓ મુજબ જો કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અમરેલી માં 1400 થી 2220, સાવરકુંડલામાં 1510 થી 2140, જામજોધપુરમાં 1700 થી 2240, બોટાદમાં સૌથી વધુ આવક થઇ હતી અને સૌથી વધારે ભાવ 1680 થી 2280, જસદણ માં કપાસ નો ભાવ 1770 થી 2215, જામનગર માં કપાસ નો ભાવ 1550 થી 2200, રાજુલા માં કપાસ નો ભાવ 1000 થી 2100,કડી માં કપાસનો ભાવ 1350 થી 2100,મહુવા મા કપાસનો ભાવ 1500 થી 2046 બોલાયો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.