મગફળીના ભાવ આસમાની સપાટીએ,પહેલીવાર મગફળીના ભાવમાં થયો આટલો મોટો જંગી ઉછાળો,જાણો નવો ભાવ

0
976

આજે દરેક માર્કેટયાર્ડોમાં મગફળીના ખૂબ જ સારા એવા ભાવ જોવા મળી રહ્યા છે. અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ 970 રૂપિયા થી લઈને 1319 રૂપિયાને પાર પહોંચી ગયા છે. આ વર્ષે દરેક પાકો નો સારો એવો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટયાર્ડમાં પાકનો ભાવ સારો એવો બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

રાજ્ય ની હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 1162 રૂપિયાથી લઈને 1348 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સાવરકુંડલામાં માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1212 થી 1348 પહોંચી ગયા છે. પાલીતાણા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 985 થી 1066 રૂપિયા ભાવ બોલાઇ રહા છે. ભાવનગરના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ 1264 રૂપિયાથી લઈને 1308 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

પોરબંદર માર્કેટ યાર્ડના મગફળીના ભાવ 1010 થી 1247 રૂપિયાને પાર પહોંચી ગયા છે. બાબરા માર્કેટ યાર્ડના મગફળીના ભાવ 1136 રૂપિયાથી લઈને 1237 રૂપિયાને પાર પહોંચી ગયા છે. આ વર્ષે દરેક પાકો નો ભાવ સારા એવા પ્રમાણમાં બોલાઇ રહ્યો છે. રાજ્યની માર્કેટયાર્ડોમાં મોટા પ્રમાણમાં પાકોની આવક થઈ રહી છે.

આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકશાન પણ થયું છે. પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.કપાસનો ભાવ 1412 થી 2500 બોલાઇ રહો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.