જીરુ ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,આ વર્ષે પ્રથમવાર જીરુના ભાવ આટલા હજાર રૂપિયાને થયા પાર

0
1003

મગફળીના ભાવ વધારા બાદ જીરાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સૌથી મોટા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. આ વર્ષે પહેલીવાર જીરાના ભાવમાં આટલો વધારો જોઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.મોંઘવારીનો માર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે જીરાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો જીરાના ભાવમાં રોજીંદો 20 થી 25 રૂપિયાનો વધારો જોવા મળે છે. જીરુ 1 ખાદ્ય પદાર્થ છે. તેનો ઉપયોગ મોટા ભાગની વાનગીઓમાં થતો હોય છે. જીરાના ભાવમાં થયેલા વધારાના કારણે ખેડૂતોમાં અનોખી ખુશી વ્યાપી છે.નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગયા વર્ષ કરતાં આ વર્ષે જીરાનું ઉત્પાદન ઓછું થયું છે,

જેના કારણે જીરાના ઉત્પાદનની અછત સર્જાય છે. તેના કારણે જીરાના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હાલ, જીરાના ભાવ 4270 રૂપિયાને પાર પહોંચી ગયા છે ત્યારે અમરેલી માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો ત્યાં જીરાના ભાવ 1600 થી લઈને 4300 રૂપિયાને પાર પહોંચી ગયા છે.નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે જીરાના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.

આ સમાચાર સાંભળતા વેપારીઓએ તેના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ કરવાની પણ ચાલુ કરી દીધી છે.અમરેલી સિવાય મહુવા, રાજકોટ, ભાવનગર અને અન્ય માર્કેટયાર્ડોમાં પણ સારા એવા જીરાના ભાવ બોલાઈ રહ્યા છે. ખેડૂતો આ ભાવમા પોતાનો પાક વેચવા તૈયાર પણ થયા છે. જીરાના સંતોષકારક ભાવ મળી રહેતા ખેડૂતોમાં હાશકારો જોવા મળ્યો છે. ખેડૂતોને જીરાના સારા ભાવ મળતા સારી એવી આવક ઉભી કરી રહ્યા છે.

ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા સૌ કોઈ લીંબુ શરબત, લીંબુ સોડા કે અન્ય ઠંડા પીણા પીવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હાલ આ લીંબુના ભાવોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં સારી ગુણવત્તાવાળા લીંબુના ભાવ 200 થી લઈને 240 સુધી નોંધાયા છે. જી હા, એક કિલોના ભાવ 200 થી 240 રૂપિયા નોંધાઈ રહ્યા છે જેના કારણે મધ્યમ વર્ગીય પરિવારના બજેટ ખોરવાઈ રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.