જીરા ના ભાવ આસમાની સપાટીએ,આ વર્ષે પહેલીવાર જીરુના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ,જાણો

0
759

ખેડૂતો માટે ખુશીના સમાચાર..! જીરાના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કપાસ અને મગફળીના ભાવ વધારા બાદ જીરાના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોને જીરાના ખૂબ જ સારા ભાવ મળી રહેતા તેઓ પોતાનો પાક વેચવા માટે તૈયાર થયા છે.

આ વર્ષે માવઠાના કારણે જીરાના પાકને થોડું નુકશાન થયું હતું પરંતુ માર્કેટયાર્ડમાં તેના ભાવ ઊંચા બોલાતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો નહીં આવે… દર વર્ષ કરતા આ વર્ષે જીરાના ભાવ 62 ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલના સમયમાં જીરાના ભાવ 4058 સુધી પહોંચી ગયા છે.

વચ્ચે ભાવ સારા ન બોલાતા ખેડૂતોએ જીરાના પાકનો સંગ્રહ કરવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ અચાનક ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતો તારા ભાવે પોતાનો પાક વેચવા તૈયાર થયા છે. અમરેલી અને ભાવનગરના માર્કેટ યાર્ડમાં જીરા ના સારા એવા ભાવ નોંધાઈ રહ્યા છે.

જામનગરના માર્કેટમાં ગયા વર્ષે સરેરાશ ભાવ 2,250 નોંધાયા હતા. જ્યારે આ વર્ષે તેમા વધારો થયો છે. આ વર્ષે જીરાના ભાવ સરેરાશ 3,550 રૂપિયા લઇ રહ્યા છે. આ સાથે જીરાના ભાવ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે.આપણે જણાવી દઈએ કે આ વર્ષે દરેક પાકના ખેડૂતોને ખુબ જ સારા ભાવ મળી રહા છે અને ઉપરના જણાવેલા તમામ ભાવ કવીન્ટલ દીઠ પ્રમાણે આપ્યા છે.

જીરાના ભાવમાં 62 થી 63 ટકાનો વધારો થયો છે. મગ અને ચણાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. હવે, જીરાના ભાવમાં પણ વધારો થતાં ખેડૂતોમાં અનેરી ખુશી વ્યાપી જવા પામી હતી અને ખેડૂતો પણ પોતાનો પાક આ ભાવે વેચવા માટે તૈયાર થયા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.