ઘઉં ના ભાવ આસમાની સપાટીએ,આ વર્ષે પહેલીવાર ઘઉં ના ભાવ માં થયો આટલો મોટો જંગી ઉછાળો,જાણી લેજો નવો ભાવ

0
254

આપણને બધા ને લગભગ ખ્યાલ જ હશે કે આ વર્ષે વાતાવરણમાં થતા અવનવા ફેરફારના કારણે આ વર્ષે ઘઉંના પાકમાં પ્રમાણસર ઉત્પાદન જોવા મળ્યું ન હતું તેના કારણે પાક ની માંગ વધતા આ વર્ષે ઘઉંના ભાવ સારા એવા નોંધાયા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.રાજ્યના અલગ અલગ માર્કેટ યાર્ડમાં સારા ભાવે ઘઉં વેચાય રહ્યા છે.

આપણા ભારતમાં ઘઉંનું સારું એવું ઉત્પાદન થઇ રહું છે અને માંગ વધતા ઘઉં ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે. વિશ્વમાં માત્ર બે થી ત્રણ દેશ જ એવા છે કે જે જ્યાં ઘઉંનું ઉત્પાદન થાય છે.રશિયા અને યુક્રેન માં ચાલતાં યુદ્ધના કારણે ઘઉંના ભાવમાં ઘણી મોટી અસર પહોંચી છે.આ વર્ષે ભારતમાં ઘઉં નું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે.

અમારી પાસે મળતી માહિતી અનુસાર ઘઉંના સરેરાશ ભાવ 1650 રૂપિયાથી લઈને 3555 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયા છે અને મહેસાણા માર્કેટ યાર્ડ માં તેનો સરેરાશ ભાવ 2547 રૂપિયાથી 2945 રૂપિયા સુધી બોલાઇ રહ્યો છે.ભાવનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2625 થી 3050 રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે ચોટીલા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2350 થી 2700 રૂપિયા સુધી બોલાયો છે.

રાજ્યની અમરેલી માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2327 થી લઈને 2505 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે થરા માર્કેટયાર્ડમાં ઘઉંના 2915 થી 3655 ભાવ જોવા મળ્યા હતા. દહેગામ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2575 થી 2895 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.રાજ્યની અમરેલી ની સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2655 થી લઈને 3370 રૂપિયા સુધી બોલાયો હતો

રાજ્યની પાલનપુર માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2677 થી લઈને 3205 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંના 2475 થી 2521 ભાવ જોવા મળ્યા હતા. ભરૂચ ની જંબુસર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2000 થી 2300 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.