કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,આ વર્ષે પહેલીવાર કપાસના ભાવમાં થયો મોટો વધારો,જાણો નવા ભાવ

0
634

આ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું પરંતુ કપાસના પાક ની માંગ વધારે હોવાના કારણે કપાસના ભાવ આ વર્ષે ઉચ્ચ સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે પડતા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યની અમુક માર્કેટયાર્ડ માં કપાસનો મણદીઠ ભાવ ખુબ જ સારા જોવા મળી રહા છે.

કપાસના ભાવમાં આ વર્ષે ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલા બધા કપાસ ના ભાવ મળી શકે છે. કપાસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યની તમામ માર્કેટયાર્ડ માં કપાસ નો સારો ભાવ મળતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળી રહો છે.

સૌરાષ્ટ્ર ની અમરેલી APMCમાં કપાસના ભાવ રૂપિયા 9825 થી 12640 રહ્યા હતા.ધંધુકા APMCમાં કપાસનો મહત્તમ 11835 રૂપિયા અને સરેરાશ ભાવ 10340 રૂપિયા નોંધાયો છે.જૂનાગઢ ના વિસાવદર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 11930 રૂપિયા અને સરેરાશ ભાવ 10250 રૂપિયા નોંધાયો છે.

સૌરાષ્ટ્ર ની જસદણ APMCમાં કપાસના ભાવ રૂપિયા 12350 થી 10375 રહ્યા હતા.વિસનગર APMCમાં કપાસનો મહત્તમ 12935 રૂપિયા અને સરેરાશ ભાવ 9217 રૂપિયા નોંધાયો છે.રાજકોટ ના ધોરાજી APMCમાં કપાસનો મહત્તમ ભાવ 12105 રૂપિયા અને 11105 રૂપિયા નોંધાયો છે.

આપણે જણાવી દઈએ કે કપાસનો ખૂબ જ સારો ભાવ બોલાતા ખેડૂતો કપાસ માં વેચવા માટે માર્કેટયાર્ડ માં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે કપાસના ભાવમાં દરરોજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેથી કરીને ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.આપણે જણાવી દઈએ કે ઉપર જણાવેલ ભાવ કવીન્ટલ દીઠ પ્રમાણે આપેલ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.