આ મોંઘવારી માં જીવવું કેમ? સતત બીજા દિવસે ખાદ્યતેલના ભાવમાં થયો મોટો વધારો,જાણો તેલ ના ડબ્બા ના નવા ભાવ

0
274

ગૃહિણીઓને હવે રસોડાનું આર્થિક બજેટ વીખાઈ જાય તેવો સમય આવ્યો છે. એક તરફ ગેસના બાટલાના ભાવ, શાકભાજીના ભાવ અને દૂધના ભાવ ની સાથે સાથે ખાદ્યતેલના ભાવમાં પણ મોંઘવારી નડી રહી છે. મોંઘવારીનો માર સહન કરેલી જનતાને ખાદ્યતેલના ભાવમાં વધારા ની સાથે હજી એક માર સહન કરવાનો વારો આવ્યો છે.

મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે, ત્યારે મધ્યમ વર્ગિય પરિવારોના બજેટ ખોરવાયા છે. પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારા બાદ ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.ગઈ કાલે થયેલા તેલ ના ડબ્બાના ભાવ વધારા બાદ આજે પણ તેલના ભાવમાં ધરખમ વધારો થતો જોવા મળ્યો છે. બજારમાં તમામ વસ્તુઓમાં ભાવ વધારો થયો છે.

ત્યારબાદ આજે ફરી એકવાર તેલના ડબ્બા માં ભાવ વધતો જોવા મળ્યો છે. માત્ર બે દિવસમાં ખાદ્ય તેલના ભાવોમાં 60 રૂપિયાનો વધારો થતાં સ્ત્રીઓમાં ટેન્શન નો માહોલ સર્જાયો છે.સીંગ તેલના ડબ્બાનો ભાવ 2630 રૂપિયા એ પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલ ના ડબ્બાનો ભાવ 2580 રૂપિયાએ પહોંચ્યો છે. આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે તેલના ભાવમાં સતત છ મહિનાથી વધારો થતો જોવા મળે છે.

નોંધનીય છે કે વચ્ચે થોડા સમય માટે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ ધીમી ગતિએ ફરીથી સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે.આ બંને તેલ વચ્ચે માત્ર 50 રૂપિયા નો ફેર જોવા મળ્યો છે અને જણાવવામાં આવી રહ્યું છે કે તેલના ભાવમાં છ માસથી સતત ને સતત વધારો થતો જોવા મળ્યો છે. મધ્યમવર્ગીય પરિવારો માટે આ મોંઘવારી વચ્ચે પોતાનું બજેટ ખોરવાવું તે પણ ચિંતાજનક વિષય બન્યો છે.

સતત વધી રહેલા ખાદ્યતેલોની ભાવની અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે.ગૃહિણીઓને વધુ એક મોંઘવારી નો માર સહન કરવો પડી રહ્યો છે અને સીંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્યતેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત ત્રણ દિવસથી ખાધતેલમાં ભાવ વધારો થાય છે. જેના પર સરકારનો કોઇ પ્રકારનો અંકુશ નથી. તેલીયા રાજા બેફામ બની રહ્યા છે જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.