પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના બેંક એકાઉન્ટમાંથી મોડી રાતે ભાજપને કરાયું 5 રૂપિયાનું દાન,પરેશભાઈએ આ દાન ને લઈને કહુ કે…

0
27

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી ના એકાઉન્ટમાંથી શનિવારની રાતે બે વાગ્યે પાંચ રૂપિયાની રકમ દાન ભારતીય જનતા પાર્ટીને કરાયું હોવાનો મેસેજ મળતાં તેઓ ચોંકી ઊઠયા હતા.

ઉલ્લેખનીય છે કે પોતાના એકાઉન્ટમાંથી ભાજપના ખાતામાં પૈસા કેવી રીતે ગયા હશે તે અંગે પરેશભાઈ ધાનાણી મુંઝાયા હતા.મહત્વનું છે કે આ પહેલા પણ પેજ પ્રમુખ બનવા માટે પરેશ ધાનાણીને ભાજપ તરફથી ફોન ગયો હતો.

પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં પેજ સમિતિના પ્રમુખને માઇક્રો ડોનેશન અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ પેજ સમિતિના પ્રમુખને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દર વર્ષે એક માઈક્રો ડોનેશન કાર્યક્રમનું આયોજન કરે છે.

હાલમાં પણ માઈક્રો ડોનેશન નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમને કહ્યું કે નમો એપ પર જઈને માઈક્રો ડોનેશન એટલે નાનુ દાન જેમકે 56 રૂપિયા,15 રૂપિયા,5 રૂપિયા કરી શકાય છે.જેનું એક અભિયાન ચાલી રહ્યું છે.

ભાજપ હંમેશા સંગઠન ની શકતી ને મહત્વ આપે છે.હું તમામ પેજ સમિતિના પ્રમુખોને આગ્રહ કરું છું.આ માઈક્રો ડોનેશન ના કામમાં આપના પેજ જેટલા નામો છે.તેમની સાથે લઈને આગળ વધો પછી ભલેને તેઓએ 5 રૂપિયાનું ડોનેશન કર્યું હોય.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.