ફુલજેવી દીકરી ગ્રીષ્મા વેકરીયા ના સગા મામા એ કોર્ટ માં આપી મહત્વની જુબાની,દીકરી ના મોબાઈલ ને લઈને કહી દીધું એવું કે હવે…

0
5045

સુરતમાં પાસોદરામાં બનેલી ઘટના સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. પાસોદરા પાટીયા પાસે આવેલા લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતા ફેનીલ ગોયાણી નામના એક યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બનીને ગ્રીષ્મા નામની દીકરીનો તેના જ પરિવાર સામે જાહેરમાં જીવ લઇ લીધો હતો.

લોકો હાલ જલ્દીથી જલ્દી આ દીકરી ને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ સમયે દીકરી ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેને જણાવ્યું કે મારી દીકરીને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આરોપીને સજા મળવી જોઈએ.યુવતીના પિતાએ એવું પણ કહ્યું કે સરકાર દ્વારા અમને પૂરો સહકાર આપવામાં આવ્યો છે.

દીકરીનો ભાઇ જુબાની દરમિયાન સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ ની સામે જુબાની આપી રહ્યો હતો ત્યારે તે તમામ વાત રજૂ કરી રહ્યો હતો ત્યારે તે ભાવુક થઇ ગયો હતો અને ત્યાં બોલતા બોલતા રડી પડ્યો હતો.તેના નાના ભાઈ દ્વારા કોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે

મળતી માહિતી મુજબ સુરત ની ફૂલ જેવી દીકરી ગ્રીષ્માં વેકરીયા મામલે અત્યાર સુધી 65 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. માં વધુ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા તેમાં દીકરીના મામા તેમજ તેની બહેનપણી અને તેના કોલેજના મિત્રને આરોપી જે જગ્યા ઉપર રહેતો હતો તે સોસાયટીના પ્રમુખ ની પણ જુબાની લેવામાં આવી હતી.

આપને જણાવ્યા મુજબ દીકરીના મામાની પણ જુબાની લેવામાં આવી હતી. એમ જ વાત કરીએ તો દીકરી નો મોબાઈલ તેમના પાસે હોવાનું કહેવામાં આવ્યો હતો. કોટની અંદર તેના મામાએ જુબાની દરમિયાન જણાવ્યું કે એનો મોબાઇલ ખરાબ થઈ ગયો હતો તેને બાદ તેને રિપેર કરીને તેને પાછો આપી દેવામાં આવ્યો હતો. અત્યારે મોબાઇલ મારી પાસે ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.