Breaking News

ગદર એક લવ સ્ટોરીમાં ફિલ્મ માં જોવા મળેલો જીત હાલ દેખાય છે કઈક આવો જુઓ આ તસવીરો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગદર – એક લવ સ્ટોરી એક એવી ફિલ્મ છે, જે આજે પણ લોકોના દિલમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. આ ફિલ્મ વર્ષ 2001 માં રિલીઝ કરવામાં હતી, જેણે તે સમયે સફળતાના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. જો કે, આ ફિલ્મ હજી પણ શ્રેષ્ઠ ફિલ્મ્સની સૂચિમાં શામેલ છે. જો કે, આ ફિલ્મ આગામી લાંબા સમય સુધી એક સફળ ફિલ્મ તરીકે યાદ કરવામાં આવશે.ગદર – એક પ્રેમ કથા ફિલ્મ ’15 જૂન 2001 ના રોજ રીલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે તે સમયે 77 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, આ ફિલ્મની કુલ કમાણી 265 કરોડ રૂપિયાથી પણ વધુ હતી. જો આપણે આજની રકમ સાથે તેની રકમની તુલના કરીએ તો ફિલ્મે લગભગ 5000 કરોડની કમાણી કરી છે.

આ ફિલ્મમાં અમિષા પટેલ, અમરીશ પુરી, શનિ વગેરે મુખ્ય ભૂમિકામાં હતા. નોંધનીય છે કે આ ફિલ્મ માટે ઘણા એવોર્ડ્સ પણ મળ્યા હતા. આ ફિલ્મ બનાવવા માટે 18 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો પરંતુ આ ફિલ્મે કુલ 265 કરોડની કમાણી કરી હતી. આ સંદર્ભે, ફિલ્મના નિર્માતા અનિલ શર્માએ એક મીડિયા ખુલાસામાં જણાવ્યું હતું કે ગદરે 2001 માં 265 કરોડની કમાણી કરી હતી.

જે વર્ષે આ ફિલ્મ બહાર આવી તે સમયે ફિલ્મની ટિકિટ માત્ર 25 રૂપિયા હતી. આજના સમયની તુલનામાં આ ફિલ્મે 5 કરોડની કમાણી કરી છે. જોકે ફિલ્મમાં દરેક પાત્રોની ભૂમિકા નોંધપાત્ર હતી. ફિલ્મના મુખ્ય પાત્રોમાં અમિષા પટેલ અને શનિ હતા, પરંતુ તેના પુત્રની ભૂમિકા નિભાવનાર બાળકને લોકો દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આજે અમે તમને ગદર ફિલ્મના જીત એટલે કે ઉત્કર્ષ શર્માની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે ઉત્કર્ષ શર્મા ફિલ્મ નિર્દેશક અનિલ શર્માનો પુત્ર છે. જો કે, તે સમયે તેના શક્તિશાળી અભિનયથી તેણે પ્રેક્ષકોને દિવાના બનાવ્યા હતા. જોકે ગદરનો જીત હવે મોટો થઇ ગયો છે. જો કે, આજના જીતને જોઈને કોઈ પણ કહી શકે નહીં કે તે એ જ નિર્દોષ છોકરો છે, જેણે પોતાની નિર્દોષતાથી લોકોનું દિલ જીત્યું હતું.સમાચારો અનુસાર ઉત્કર્ષ શર્મા એક અભિનેતા તરીકે જીનીયસ ફિલ્મમાં જોવા મળ્યો હતો. તમને એ પણ જણાવી દઈએ કે ઉત્કર્ષએ જીનીયસમાં કામ સારી રીતે કામ કર્યું હતું અને તેની પ્રશંસા પણ કરવામાં આવી હતી.

ગદર એક પ્રેમ કથા જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચુકેલા અનિલ શર્મા હવે વધુ એક શાનદાર ફિલ્મ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રાપ્ત હેવાલ મુજબ અનિલ શર્મા જીનિયસ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મને ૨૪મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં નવી અભિનેત્રી ઇશિતા કામ કરી રહી છે. તેની પસંદગી કરવામાં આવી ચુકી છે.

ફિલ્મમાં ઇશિતા અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ સાથે નજરે પડી શકે છે. વર્ષ ૨૦૦૧માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં ઉત્કર્ષ બાળ કલાકાર તરીકે નજરે પડ્યો હતો. ટ્‌વીટર પર આ સંબંધમાં જાહેરાત કરતા અનિલ શર્માએ કહ્યુ છે કે છેલ્લા કેટલાક સમયથી નવી અભિનેત્રીને લઇને શોધ ચાલી રહી હતી. અનિલ શર્માએ હવે ઇશિતાનો ફોટો પણ જારી કર્યો છે. ફિલ્મમાં જીનિયસ તરીકે ઉત્કર્ષ નજરે પડનાર છે. જીનિયસ ફિલ્મ વિજ્ઞાન પર આધારિત એક ફિલ્મ રહેશે.

ઇશિતા પ્રથમ વખત બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. અનિલ શર્મા મોટા ભાગે એક્શન ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. અનિલ શર્મા પહેલા ધર્મેન્દ્રને લઇને અને ત્યારબાદ સની દેઓલની સાથે ફિલ્મો બનાવતા રહ્યા છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તિ અને નવાઝુદ્ધીન સિદ્ધીકી પણ નજરે પડનાર છે.

જીનિયસ એક સાયન્સ ફિલ્મ છે. જેમાં એક યુવાન પોતાના પ્રયોગથી દુનિયા બદલી નાંખે છે. આ ફિલ્મ આગામી વર્ષે રજૂ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. અનિલ શર્માએ ફિલ્મમાં અન્ય કલાકારોને લઇને હજુ કોઇ વાત કરી નથી. જો કે અનિલ શર્માની એક્શન ફિલ્મ બનાવનાર ટોપ નિર્માતા નિર્દેશકોમાં પહેલાથી કરવામાં આવે છે.

હિમેશ રેશમિયાનું રોમેન્ટિક મ્યુઝિક, અરિજિત સિંહનો મદહોશ કરનારો અવાજ અને બોલીવુડનો નવો સિતારો ઉત્કર્ષ શર્માના અભિનયે ગીત ‘તેરા ફિતૂર’નું પાગલપન સમગ્ર દુનિયામાં ફેલાવ્યું છે. ગીતના શબ્દો સંગીતકાર હિમેશ રેશમિયા અને કુમારે લખેલા છે, જે તમારા દિલને સ્પર્શશે. આ ગીતમાં ઉત્કર્ષ પોતાની પ્રેમિકા ઈશિતા તરફ આકર્ષતો દેખાશે.

કોલેજ લેબમાં જ્યારે ઉત્કર્ષની નજર ઈશિતા પર પડે છે ત્યારે તે તેનો દીવાનો થઈ જાય છે અને તેને દરેક જગ્યાએ ઈશિતા જ નજરે ચડે છે. ટિપ્સ મ્યુઝિક, અનિલ શર્મા અને દીપક મુકુટ દ્વારા બહાર પડાયેલા ફિલ્મ જિનિયસનું રોમેન્ટિક ગીત ‘તેરા ફિતૂર’ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ગીતની કોરિયોગ્રાફી આદિલ શેખે કરી છે. આ ફિલ્મથી અનિલ શર્મા પોતાના પુત્ર ઉત્કર્ષ શર્માને લોન્ચ કરી રહ્યા છે. આથી તેમણે આ ફિલ્મની પાછળ જબરજસ્ત પ્રચાર કર્યો છે. આ ફિલ્મ 24મી ઓગસ્ટે રિલીઝ થશે.

બોલીવુડના પ્રતિભાશાળી ડિરેક્ટર અનિલ શર્માએ પોતાના જન્મદિન નિમિત્તે ફિલ્મ ‘જિનિયસ’ની ઉજવણી કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતાં અનિલ શર્માએ પાર્ટીનું આયોજન કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ અનિલ શર્માના પુત્રના જન્મદિને શરૂ થયું હતું અને શૂટિંગનું સમાપન અનિલ શર્માના જન્મદિને થયું હતું. આ પાર્ટીમાં અભિનેતા ઉત્કર્ષ શર્માને બોલીવુડના જાણીતા અભિનેતા સની દેઓલે પરિચિત કરાવ્યો હતો.

આ ફિલ્મથી અનિલ શર્મા પોતાના પુત્ર ઉત્કર્ષ શર્માને લોન્ચ કરી રહ્યા છે. ડિરેક્ટર અનિલ શર્માએ નવોદિત અભિનેત્રી ઈશિતાનો પરિચય મિડિયાને કરાવ્યો હતો. આ ફિલ્મ હાઈટેક ટેક્નિકનો ઉપયોગ કરીને બનાવાયેલી રોમાંચક ફિલ્મ છે, જેની વાર્તા એક યુવાનની જિંદગી હાઈટેક એક્શન અને લવસ્ટોરી વચ્ચે ફરે છે. અનિલ શર્માએ કહ્યું કે હું મારા પુત્ર ઉત્કર્ષને બોલીવુડમાં લોન્ચ કરવા જઈ રહ્યો છું. સોહમ રોકસ્ટાર, દીપક મુુકુટ અને કમલ મુકુટનો હું આભારી છું. ચાર માસમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space

કે. સી. શર્મા અને કમલ મુકુટ અનિલ શર્મા પ્રોડક્શન્સ અને સોહમ રોકસ્ટાર એન્ટરટેઇનમેન્ટ આ ફિલ્મ રજૂ કરી રહ્યા છે. ફિલ્મના કલાકારોમાં મિથુન ચક્રવર્તી, આયેશા ઝુલકા, નવાઝુદ્દીન સિદ્દીકી તેમ જ ઉત્કર્ષ શર્મા-ઈશિતાનો સમાવેશ થાય છે.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *