Breaking News

ગજબ: કચ્છ ના રણ માં આ ગરીબ ખેડુત કરી રહ્યો છે કરોડોની ખેતી,જાણો આટલી બધી રેતાળ જમીન માં કેવી રીતે કરતો હશે ખેતી…..

નમસ્તે મિત્રો આજના લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ખેડૂત ની કમાઈ માં ઘટાડો થતો જાય છે. તેમની પાસે જમીન તો છે પરંતુ તેમા જોઇએ એટલુ ઉત્પાદન થતુ નથી. હવે આપણે એવું થવા દેશુ નહી. 50 વીઘા જમીન માં જેટલું ઉત્પાદન થાય અને કમાઈ શકીએ. એટલું જ હવે 10 વીઘામાં પણ કમાઈ શકશુ. 10 વીઘા જમીનમાં કરોડોનું ઉત્પાદન કરી શકાય છે.

રાજસ્થાનના 200 જેટલા ખેડુતોએ ઈઝરાયલને કરી બતાવ્યું. તે ઈઝરાયલ કરતા વધુ ઉત્પાદન અને વધુ કમાણી કરી શકે છે. રાજસ્થાન કે જ્યા રણ વિસ્તાર છે ત્યા આ ફળદ્રુપ ખેતી થાય છે અને અઢળક ઉત્પાદન મેળવે છે.ખેમારામ નામના ખેડુત પાસેથી પ્રેરણા મળતા બનાસકાઠાંના ખેડુતો કે જેની જમીન કચ્છની બોર્ડર પર આવેલી છે તે ખેતી કેવી રીતે કરવી તે શિખવા ગયા.

કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જેવા શહેરો કે જેની તેના ખેતરો રણની બાજુમાં આવેલા છે. ત્યાં કોઇ પણ જાતની ઉપજ થતી નથી તેવા વિસ્તારોમાં પાછી ઉપજ મેળવવા આ પદ્ધતિને અજમાવી રહ્યા છે. ખેતીની શરૂઆત ખેડુતોએ તળાવ, ફેન પેડ, સૂર્ય પેનલ, પોલી હાઉસ, ટપક સિંચાઈ જેવી પદ્ધતિથી કરી છે.60 લાખના ખર્ચ સામે 6 ગણી કમાણી દસ હજાર મીટર પોલી હાઉસ બનાવવા 60-65 લાખનો ખર્ચ થાય છે. જેમાં સરકાર દ્રારા સબસીડી 50 ટકા મળે છે. તે ભેજ અને ગરમીને જોતા પ્રમાણે જ આપે છે. તેથી પાકને ફાયદો થાય છે.

આટલું ખર્ચ કરવા પછી 6 ગણો નફો મળે છે. પોલી હાઉસ માટે 2 લાખનો ખર્ચ કરવાથી 12 લાખનો નફો થાય છે. તેમાં કાકડી અને કેન્ટાલૂપ ખુબ સારા પ્રમાણમાં થાય છે. તેમાં તડબુચ, કાકડી, અનેક ફુલો જેવા શાકભાજી, ફળો અને ફુલ વધારે પ્રમાણમાં થાય છે. કારણ કે તેને જોઇતુ ભેજ અને ગરમી પોલી હાઉસ જોઇતા પ્રમાણમાં જ આપે છે.1 કરોડનું ઉત્પાદન માત્ર 3 એકરમાં ભારતમાં આ ખેતીની શરૂઆત સૌ પ્રથમ ખેમારામ ચૌધરી નામના ખેડુતે કરી હતી. ત્યારે તે ગરીબ ખેડુત હતા અને અત્યારે તે કરોડપતી છે.

તે ખાલી 3 એકરમાં કાકડી, ટામેટા જેવા શાકભાજી પકાવે છે તેનો નફો તેને 1 કરોડ જેટલો થાય છે. રાજસ્થાનના જયપુરથી લગભગ 35 કિલોમીટર દુર આવેલા ગામ ગુડા કુમાવતન અને આજુબાજુમાં આ ખેતી જોવા લાખો ખેડૂતો આવે છે. આ જમીનની કિંમત કરતા તે વધારે ઉત્પાદન આપે છે.ખેતી માટે ખેડુત ઈઝરાયલ ગયા ખેમારામ ચૌધરીને 2012 માં રાજસ્થાન સરકારે ઈઝરાયલ મોકલ્યા. ત્યા જેવી ખેતી કરવા માટે સરકારે ખુબ મદદ કરી અને 4000 ચોરસ મીટરમાં પોલી હાઉસ બનાવવા સબસીડી આપી.

તે સમયે પહેલા વર્ષે 12 લાખની કાકડી ફક્ત ચાર મહીનામાં વેંચી હતી. તેને તરત જ બેંકની લોન ભરી દીધી. 2019માં તે 1 કરોડનું ઉત્પાદન માત્ર 3 એકર જમીનમાં કરે છે. આ રીતથી ખેતી કરવાથી દસ ગણો ફાયદો થાય છે.આ પદ્ધતિ કેવી છે? રાજસ્થાનના ગુડા કુમાવતન ગામમાં 200 પોલી હાઉસ બનાવેલા છે ત્યાના ખેડૂતો જમીન કે બંધના પાણી વગર જ ખેતી કરીને કરોડો કમાય છે.

ગુજરાત, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ખેડુતો આ ગામને મીની ઈઝરાયલ તરીકે ઓળખવામાં આવે છે. આજે ખેમારામ ભાઇ પાસે સાત પોલી હાઉસ, બે તળાવ, 4000 ચો મીટરના ફેન પેડ, 40 કેડબલ્યુ સોલાર પેનલ્સ છે. તેની 5 કી.મી. ની આજુબાજુમાં 200 જેટલા પોલી હાઉસ બનાવેલા છે.લીલા ઘાસનો ઉપયોગ.આ પદ્ધતિ અને ટપક સિચાઇ પદ્ધતિ ખુબ ઉપયોગી છે. આ પદ્ધતિ વધારે પવન અને નીંદણથી બચાવામાં મદદ કરે છે. તેનાથી સારુ ઉત્પાદન થાય છે.

શાકભાજી અને ફુલોની ખેતીમાં સારો નફો મળે છે તેથી આ પ્રયોગ કરવો જોઇએ.વરસાદના પાણીનો સંગ્રહ.આ ખેડૂતે અડધા હેક્ટર જેટલી જમીનમાં બે તળાવ બનાવ્યા. જેથી તેમાં વરસાદના પાણીનો સંગ્રહ થઇ શકે. આ પાણી 6-7 મહીના સુધી ખેતીમાં વપરાય છે તે રણ વિસ્તારમાં ફાયદારૂપ છે. પોલી હાઉસની છત પર તાપમાનને નીચું રાખવા માઇક્રો છંતકાવ કરે છે. પાકને ભેજ આપવા માટે દસ ફુટ ઊંચા ફુવારા રાખવામાં આવે છે.ફેન પેડ.તેનાથી વાતાવરણને બદલી શકાય છે. તે વર્ષમાં ગમે ત્યારે કોઇ પણ ઋતુના પાકનું ઉત્પાદન કરી શકે છે.

તે વધારે કિંમતી હોવાથે કોઇ ખેડૂત તેને લગાવી શકતો નથી. ખેમારામ ચૌધરીએ 10 હજાર ચો મીટરમા ફેન પેડ લગાવ્યા છે.વીજળી નું ઉત્પાદન સોલાર પેનલથી.સોલાર પેનલ લગાવવાથી પાકને સમયસર પાણી મળી રહે છે તેથી ઉત્પાદનમાં પણ વધારો કરે છે. તેનાથી ફેન પેડ પણ ચલાવી શકાય છે. સરકારની સબસીડી મુજબ 40 વોટની સોલાર પેનલ લગાવામાં આવી છે. ફેન પેડ લગાવવા માટે એક વાર ખર્ચો થશે પરંતુ તેના ઉત્પાદનમાં પણ ઘણો વધારો થશે અને નફો વધશે.

આવોજ એક બીજો ખેડૂત.શ્રેય હુમડ 29 વર્ષનો યુવાન છે. જોવામાં સામાન્ય છે પણ કામ કરવાની સ્ટાઈલ જોતા લાગે કે ઝડપનો શોખીન છે. તેના કારસ્તાન સાંભળશો તો તમે પણ ચકિત થઇ જશો. ઇન્દોરથી MBA નો અભ્યાસ પૂરો કર્યા પછી ધંધાદારી બનવાની ઈચ્છા હતી. પણ શ્રેય ‘ઝડપી ખેડૂત’ બની ગયો. તે પણ ફક્ત 15 દિવસમાં. આ વાત પણ ખુબ રસપ્રદ છે.

પિતાના ધંધામાં મદદ કરતા કરતા તેને લાગ્યું કે દરેક વિભાગમાં મંદી છે પણ ખેતીમાં નથી (ખેતી માં વધારે છે પણ ખબર નહિ એને સુ લાગ્યું). પછી શું હતું. તેણે ખેતી કરી ખેડૂત બનવાનું નક્કી કર્યું. પહોચી ગયો તમિલનાડુ. ત્યાં ટેરેસ ગાર્ડન અને પોલી હાઉસમાં પાકનું ઉત્પાદન લેતા શીખ્યો. 15 દિવસ પછી ખંડવા પાછો ફર્યો અને સીહાડા રોડ ઉપર અડધા એકરમાં પોલી હાઉસ અને અડધામાં નેટ હાઉસ ખોલી દીધું. તેમણે પહેલી વખતમાં જ 40 દિવસમાં 14 ટન કાકડી નું ઉત્પાદન લીધું.

શ્રેય જણાવે છે કે 2010-11 માં ઇન્દોરથી એમબીએ કર્યા પછી ખંડવામાં પિતાનો ધંધો સંભાળ્યો. તે દરમિયાન જોયું કે ઓટોમોબાઈલ થી લઈને અન્ય ક્ષેત્રોમાં મંદીનો સમય આવ્યો છે. પણ ખેતીમાં આજકાલ ક્યારેય આવું નથી થયું. બકોલ શ્રેય મેં હિસાબ માંડ્યો કે આવનારા સમયમાં ફૂડમાં સારો સ્કોપ છે. હું તમિલનાડુના મદુરાઈ અને બીજા શહેરોમાં ગયો. ત્યાં ટેરેસ ગાર્ડન અને પોલી હાઉસ જોયા. વિચાર સારો લાગ્યો. ખંડવા પાછા ફરીને તેના વિષે ત્રણ મહિના સંશોધન કર્યું. ભાડા ઉપર એક એકર જમીન લીધી. સરકારની યોજનાનો લાભ લીધો. અડધા એકરમાં પોલી હાઉસ અને અડધામાં નેટ હાઉસ ખોલી દીધું. તેમણે કહ્યું પરંપરાગત ખેતી સામે પોલી હાઉસ અને નેટ હાઉસમાં ઉત્પાદન પણ વધુ અને ઉત્તમ પ્રકારનું હોય છે.

પોલી હાઉસથી શ્રેયે 40 દિવસમાં 14 ટન કાકડી નું ઉત્પાદન લીધું. તેમણે કહ્યું કે માર્કેટમાં બીજાની કાકડી 10 થી 12 રૂપિયા કિલો જથ્થાબંધ વેચાય છે, તો અમારી કાકડી 18 થી ૨૦ રૂપિયા સુધી વેચાય જાય છે. આવી રીતે શ્રેયે ટમેટા, મેથી, દૂધી અને કોથમીર સહિત બીજા શાકભાજી પણ લે છે. તેના ભાવ પણ સારા મળ્યા. શ્રેયે કહ્યું કે મારા પરિવારમાં કોઈ પણ ખેડૂત નથી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ખેડૂત બનીશ. પણ આ ક્ષેત્રમાં સારો સ્કોપ છે.હકીકતમાં પોલી હાઉસ અને નેટ હાઉસ ખેતીની ઉત્તમ ટેકનીક છે. પોલી હાઉસમાં જે પણ શાકભાજી ઉગાડવામાં આવે છે, તેને ખેડૂત જેટલું પણ ખાતર, પાણી અને ઓક્સીજન આપે, તેટલો જ પાક મળશે. તેમાં વરસાદનું પાણી પણ અંદર નથી આવી શકતું.

નેટ હાઉસમાં પણ પ્રકાશ અને વરસાદનું પાણી અડધું અંદર આવે છે અને અડધું બહાર જાય છે. અહિયાં ઉનાળા અને શિયાળામાં પાક માટે સારું રહે છે, જયારે પોલી હાઉસ દરેક સિઝનમાં પાક માટે ફાયદાકારક હોય છે. એક તરફ દુષ્કાળની અસરવાળા વિસ્તારમાં ખેડુતોની હાલત ખરાબ છે. ત્યાં બીજી બાજુ શ્રેય જેવા થોડા ખેડૂતો પોતાના પ્રયત્નોથી આખા ખેડૂત વર્ગમાં કઈક નવું કરવાની પ્રેરણા આપી રહ્યા છે. શ્રેય પણ મને છે કે ખેડૂત આ તકલીફોમાંથી બચી શકે છે બેધડક તે એક ધંધાદારીની જેમ વિચારવાનું શરુ કરી દે.

શ્રેય કહે છે હાલમાં ખેડૂત જે વસ્તુના ભાવ વધે છે તેને મોટા પ્રમાણમાં વાવી દે છે. તેવામાં હમેશા ઉત્પાદન વધુ થાય છે અને માંગ ઓછી થઇ જાય છે. ભાવ ઓછા મળે છે અને પછી તે રોવે છે. એટલે હંમેશા એવા ગાડરિયા પ્રવાહ થી દૂર રહી ખેતી કરવામાં શાણપણ છે. જે વસ્તુ ના ભાવ ગઈ સીઝન માં બીજા ને વધુ આવ્યા એ જોઈ આપણે પણ એ વાવી ને ભૂલ કરીયે છીએ. સરકાર ને વેપારી ખેડૂત ને ક્યારેય નથી કમાવા દેવાના એટલે ખાસ એ શિયાળિયા થી બચી ને વેચવા ના ઉપાય શોધતા રેવા પડશે

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *