Breaking News

ગમેતેવો દાંતનો દુઃખાવો હશે આ સરળ ઉપાયથી એકજ વખતમાં થઈ જશે દૂર..

દાંતમાં દુખાવો કોઈપણ માટે ખુબ પીડાદાયક સ્થિતિ હોય છે. ઘણી વખત આ દુખાવો એટલો પીડાદાયક હોય છે કે વ્યક્તિને સમજવા અને વિચારવાની શક્તિ ઉપર પણ અસર કરે છે. પણ આ દુખાવામાંથી રાહત મેળવવા માટે આપણે થોડા સહેલા એવા ઘરગથ્થું ઉપચાર અપનાવી શકીએ છીએ. દાંતનો દુખાવો ઘણા કારણોથી થાય છે. એટલે કે કોઈ જાતના ચેપ થી કે ડાયાબીટીસ ને કારણે કે સારી રીતે દાંતોની સાફ સફાઈ ન કરવાથી. આમ તો દાંતના દુખાવા માટે એલોપેથીક દવા હોય છે પણ તેની ખુબ આડ અસર થાય છે જેના લીધે લોકો ઈચ્છે છે કે કોઈ ઘરગથ્થું ઉપચાર થી તેમાં સારું કરવામાં આવે.

શરીરનો ગમે તેવો પીડાજનક દુખાવો આપણે સહન કરી શકીએ છીએ પણ જો દાંતનો દુખાવો થાય તો તેની પીડા જ્યાં સુધી શાંત ન પડે ત્યાં સુધી ચેન નથી પડતો. કારણ કે આ દુખાવાને કારણે ન તમે કંઇ ખાઇ શકો છો કે ન પી શકો છો. આ દુખાવો તમારી બધી જ શક્તિ હણી લે છે. તેથી આજે અમે આપનાં માટે સરળ ઘરગથ્થુ ઉપાય લઇને આવ્યાં છીએ જે તમને અસહ્ય પીડામાંથી મુક્તિ આપશે.

જો દાંતનો દુ:ખાવો અસહ્ય થઇ જાય તો લવિંગનાં તેલને ગરમ કરી તેમાં રુનું પુમળું ડુબાડો હવે તેને દાંત પર લગાવી દો. આવું દિવસમાં ત્રણથી ચાર વખથ કરવું. પીડામાં રાહત મળે છે. તમે લવિંગ પણ દાંત વચ્ચે દબાવીને રાખી શકો છો. તેમજ દરરોજ લવિંગનાં તેલની દાંત અને પેઢા પર મસાજ કરી શકો છો.

આદુનો પાવડર દાંતમાં થતી પીડાને દૂર કરવા માટે પેઇનકિલરનું કાર્ય કરે છે. જો દાંતનો દુખાવો સતાવતો હોય તો આદુનાં ટુકડાંને દાંતની વચ્ચે દબાવી દો. અથવા તો આદુની પેસ્ટ તૈયાર કરીને દુઃખતાં દાંત પર લગાવો અને પછી 15-20 મિનિટ બાદ કોગળા કરી લો તો આ સમસ્યામાંથી તમને તુરંત રાહત મળી જશે.

આ ઉપરાંત તમને જો દાંતનો દુખાવો વધુ રહેતો હોય તો જમરૂખનાં પાન પર મીઠુ લગાવી તેને દાંત વચ્ચે દબાવી દો. મોમાં આ પાંદડા 5-10 મિનિટ માટે રાખવાં. આવું દિવસમાં ત્રણ ચાર વખત કરો. દાંતના દુઃખાવામાથી તુરંત રાહત મળી શકે છે.જુવારનાં દાણાની રાખ બનાવીને દાંતમાં રાખવાથી દાંત હલવા, દાંતનો દુખાવો અને પેઢામાં સોજો પણ બંધ થઈ  જાય છે.

જો તમે રૂ ને પાણીમાં પલાળીને તેના પર બેકિંગ સોડા લગાવીને દુઃખતા દાંત પર રાખી મુકો તો તુરંત તમને દાંતનાં દુખાવામાંથી રાહત મળે છે.જ્યારે પણ તમે દાંતના દુ:ખાવાની સમસ્યાથી પીડાવ ત્યારે બાફેલા બટાકા, ખાંડ વિનાનુ મિલ્કશેઈક, જ્યુસ, કેળું, મસાલા વિનાનુ ભોજન વગેરેનુ સેવન કરો તો તમને આ પીડામાંથી તુરંત રાહત મળી જશે.

જયારે પણ દાંતના દુખાવા માટે ઘરગથ્થું સારવારની વાત કરવામાં આવે છે, હિંગનું નામ સૌથી પહેલા આવે છે. આવું એટલા માટે થાય છે કેમ કે તે દાંતના દુખાવામાંથી તુરંત મુક્તિ આપે છે. તેનો ઉપયોગ કરવો સૌથી સહેલો છે. તમારે ચપટીભર હિંગને મોસંબીના રસમાં ભેળવીને તેને રૂ માં લઈને પોતાના દુખાવા વાળા દાંતની બાજુમાં મૂકી દો. કેમ કે હિંગ લગભગ દરેક ઘરમાં મળી આવે છે તેથી દાંતના દુખાવા માટે આ ઉપચાર ખુબ અનુકુળ, સરળ અને અસરકારક માનવામાં આવે છે.

લવિંગમાં ઔષધીય ગુણ રહેલા છે જે બેક્ટેરિયા અને બીજા જીવાણું નો નાશ કરે છે. કેમ કે દાંતના દુખાવાનું મૂળ કારણ બેક્ટેરિયા અને બીજા જીવાણુંના ફેલાવાથી થાય છે તેથી લવિંગના ઉપયોગથી બેક્ટેરિયા અને બીજા જીવાણુંનો નાશ થાય છે જેથી દાંતનો દુખાવો દુર થવા લાગે છે. ઘરગથ્થું ઉપચારમાં લવિંગને તે દાંત ની બાજુમાં મુકવામાં આવે છે જે દાંતમાં દુખાવો થાય છે. પણ દુખાવો ઓછો થવાની પ્રક્રિયા થોડી ધીમી થાય છે તેથી તેમાં ધીરજ ની જરૂર રહે છે.

જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી દાંતના દુખાવા માટે એક ઉત્તમ ઘરગથ્થું ઉપચાર છે. જે વ્યક્તિ રોજ કાચી ડુંગળી ખાય છે તેને દાંતના દુખાવાની તકલીફ ઓછી રહે છે કેમ કે ડુંગળીમાં એવા ઔષધીય ગુણ રહેલા છે જે મોઢામાં જ્મર્સ, જીવાણું અને બેક્ટેરિયા નો નાશ કરી દે છે. જો તમારા દાંતમાં દુખાવો છે તો ડુંગળીના ટુકડાને દાંતની બાજુમાં મૂકી દો અથવા ચાવો. આમ કરવાથી થોડા જ સમયમાં તમને રાહતનો અનુભવ થવા લાગશે.

જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ દાંતના દુખાવામાં ખુબ રાહત આપે છે. ખરેખર લસણમાં એન્ટીબાયોટીક ગુણ રહેલા છે જે ઘણી જાતના ચેપ સામે લડવાની શક્તિ ધરાવે છે. જો તમારા દાંતનો દુખાવો કોઈ પ્રકારના ચેપ ને કારણે હશે તો લસણ તે ચેપ ને દુર કરી દેશે જેથી તમારા દાંતનો દુખાવો ઠીક થઇ જશે. તેના માટે તમે લસણ ની બે ત્રણ કળીને કાચી ચાવી જાવ. તમે ધારો તો લસણને કાપીને કે વાટીને પોતાના દુખાવો કરતા દાંતની બાજુમાં મૂકી શકો છો. લસણમાં એલીસીન હોય છે જે દાંતની પાસેના બેક્ટેરિયા, જ્મર્સ, જીવાણું વગેરેનો નાશ કરી દે છે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *