Breaking News

ગણેશજી થી લઈને માં દુર્ગા સુધી જાણો કયા દેવી દેવતાની કેટલી પરિક્રમા કરવી જોઈએ…..

જ્યારે પણ જીવનમાં દુઃખ અને પરેશાનીઓ વધી જાય છે ત્યારે આપણે ભગવાનની શરણમાં જઈએ છે.કહેવાય છે કે ભગવાનની પૂજા અર્ચના કરવાથી બધા દુઃખ દૂર થાય છે.ભગવાન જો ભક્તો પર પ્રસન્ન થાય છે તો તેમની કૃપા દ્રષ્ટિ તેમની પર બનાવી રાખે છે.આજ કારણ છે કે લોકો મંદિરોમાં જાય છે.જ્યારે પણ મંદિરોમાં જઈએ છે તો ત્યારે આપણે ત્યાં ઘણા લોકોને મંદિરની પરિક્રમા કરતા જોઈએ છે.આ દરમ્યાન ઘણીવાર બધાના મગજમાં પ્રશ્ન આવતો હશે કે આપણે કેટલી પરિક્રમા કરવી જોઈએ આનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે તમે કયા ભગવાનના દર્શન કરવા ગયા છો શાસ્ત્રો અનુસાર દરેક ભગવાન માટે અલગ અલગ સંખ્યામાં પરિક્રમા કરવામાં આવે છે.

પરિક્રમા કરવાના લાભ.પરિક્રમાને ભગવાનની પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે.પૂજા પાઠ દરમ્યાન તેને કરવી જરૂરી માનવામાં આવે છે.શાસ્ત્રોનું માનીએ તો ભગવાનની પરિક્રમા કરવાથી પાપોનો નાશ થાય છે.સાથે વિજ્ઞાન પણ એમ કહે છે કે મંદિરની પરિક્રમા કરવાથી શારીરિક ઉર્જાનો વિકાસ થાય છે.આ પરિક્રમા તમારું અંદર એક પોઝીટીવ ઉર્જાનો સંચાર કરે છે.તેનાથી તમે ઉર્જાવાન અને સકારાત્મક મહેસુસ કરશો.

પરિક્રમા કરવાની રીત.જ્યારે તમે ભગવાનની મૂર્તિ અથવા મંદિરની પરિક્રમા કરો ત્યારે જમણા હાથથી શરૂ કરો આનું કારણ એ છે કે આ મૂર્તિમાં હાજર પોઝીટીવ એનર્જી ઉત્તર થી દક્ષિણ બાજુ પ્રવાહિત થાય છે.તેથી જો તમે ડાબા હાથ બાજુથી પરિક્રમા કરો છો તો આ પોઝીટીવ એનર્જી આપણી બૉડી સાથે અથડાય છે.આ કારણ આપણે પરિક્રમાના લાભથી વંચિત રહી જઈએ છે.જણાવી દઈએ કે જમણાનો અર્થ દક્ષીણ પણ થાય છે આ જ કારણ છે કે પરિક્રમા ને પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે.

કેટલી વાર કરવી પરિક્રમાતમારે દરેક ભગવાનના હિસાબથી પરિક્રમાની સંખ્યા નક્કી કરવી જોઈએ.જેમ સૂર્યદેવની સાત વખત પરિક્રમા કરવામાં આવે છે.ગણેશજીને ચાર વાર અને હનુમાનજીની ત્રણવાર પરિક્રમા કરવામાં આવે છે.અને ભગવાન વિષ્ણુ અને તેમના બધા અવતારોને ચાર વખત પરિક્રમા કરવાનો નિયમ છે.શિવજીની વાત કરીએ તો તેમની અડધી પરિક્રમા કરવામાં આવે છે.આનું કારણ એ છે કે શિવજીની જળધારાને ન ઓળનગવું જોઈએ તો તમે જળધારી સુધી પોહચી જાવ છો તો તે પરિક્રમાને પૂર્ણ માનવામાં આવે છે સામાન્ય રીતે પરિક્રમા મંદિરમાં ચારેય બાજુ ફરીને કરવામાં આવે છે પરંતુ કેટલીવાર મૂર્તિની પીઠ અને આગળ મધ્યમાં પરિક્રમા કરવા માટેની જગ્યા નથી હોતી આવી પરિસ્થિતિમાં તમે મૂર્તિની સામે ગોળ ફરીને પરિક્રમા કરી શકો છો.

પરિક્રમા દરમ્યાન આ મંત્ર જાપ કરો.જ્યારે પણ તમે પરિક્રમા કરો તો “યાની કાની ચ પાપાની જન્માનતર કૃતાની ચ!તાની સવર્ણિ નશ્યન્તું પ્રદક્ષિણે પદે – પદે”! મંત્રનો જાપ કરો આનો અર્થ છે કે તમારાથી જાણતા અજાણતા આ જન્મમાં કે પૂર્વ જન્મમાં જે પણ પાપ થયા છે તે આ પરિક્રમા સાથે નષ્ટ થઈ જાય અને ભગવાન તમને સદબુદ્ધિ આપે.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *