Breaking News

ગણેશજીની પૂજામાં ચઢાવવામાં આવતી આ વસ્તુનો સ્વાસ્થ્ય માટે પણ છે ઘણા ફાયદા આ રીતે કરો ઉપયોગ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, ગણેશ જીની પૂજા કરવામાં એક ખાસ પ્રકારના ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે જેને ‘દુર્વા’ કહેવામાં આવે છે. કહેવાય છે કે, ગણેશ પૂજા દુર્વા વગર અધુરી માનવામાં આવે છે. હિંદુ ધર્મના તમામ દેવી- દેવતાઓમાં ફક્ત એક ગણેશજી એવા દેવતા છે જેમણે આ ખાસ પ્રકારનું ઘાસ ચઢાવવામાં આવે છે. ગણેશજીને દુર્વા અર્પિત કરવાની ખાસ રીત.એકવીસ દુર્વાને ભેગી કરીને એક ગાંઠ બનાવવામાં આવે છે પછી ત્યાર પછી આ એકઠી કરીને ગાંઠ બનાવેલ દુર્વાને ગણેશજીના પૂજન સમયે મસ્તક પર ચઢાવવામાં આવે છે. સામાન્ય ભાષામાં દુબ તરીકે ઓળખવામાં આવતી ઘાસને સંસ્કૃતમાં દુર્વા, અમૃતા, અનંતા, ગૌરી, મહૌષધી, શતપર્વા, ભાર્ગવી જેવા નામોથી પણ જાણવામાં આવે છે.

આયુર્વેદમાં ઔષધી તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.ગણેશ પૂજન કરવાના ઉપયોગમાં લેવામાં આવતી દુર્વા ફક્ત ગણેશજીના પૂજન માટે જ નહી ઉપરાંત એક ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. દુર્વાનો ઔષધી તરીકેનો ઉલ્લેખ આયુર્વેદમાં મળી આવે છે. ગણેશ પૂજનના ઉપયોગમાં લેવાતી દુર્વા એક ઔષધી તરીકે મોટા મોટા રોગોને જડમૂળ માંથી ખતમ કરી શકે છે. હવે અમે આપને ગણેશ પૂજનમાં ઉપયોગમાં લેવાતી પવિત્ર ઘાસ દુર્વાનાઔષધીય ગુણો વિષે અને દુર્વાના સેવનથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.

ગણેશ પૂજનમાં કેમ આટલું મહત્વનું સ્થાન ધરાવે છે દુર્વા?.પ્રાચીન કાળમાં અનલાસુર નામનો એક રાક્ષસ હતો. અનલાસુર ઋષિ- મુનિઓ અને સામાન્ય પ્રજાને જીવિત ગળી જતો હતો. અનલાસુરના વધતા જતા આતંકથી હેરાન થઈને દેવરાજ ઇન્દ્ર અને સ્વર્ગના બધા દેવતાઓ અને ઋષિ- મુનિઓ ભગવાન શિવને પ્રાર્થના કરવા પહોચી જાય છે. મહાદેવ ઋષિ- મુનિઓ અને દેવતાઓની પ્રાર્થના સાંભળીને કહે છે કે, અનલાસુરનો અંત ફક્ત શ્રીગણેશ જ કરી શકે છે. જયારે શ્રીગણેશ આ અનલાસુરને ગળી જાય છે ત્યાર પછી શ્રીગણેશને પેટમાં ખબ બળતરા થવા લાગે છે. તે સમયે કશ્યપ ઋષિ શ્રીગણેશને ૨૧ દુર્વા બાંધેલી એક ગાંઠને સેવન કરવા માટે આપે છે. જયારે ગણેશજી આ દુર્વાનું સેવન કરે છે તો ત્યાર પછી તેમના પેટની બળતરા શાંત થઈ જાય છે. ત્યારથી શ્રીગણેશજીના પૂજામાં દુર્વા ચઢાવવાનું ખાસ મહત્વ માનવામાં આવે છે.

કોઈ ઔષધિથી ઓછી નથી દુર્વા.ઉપરોક્ત કથા મુજબ જાણી શકાય છે કે, પેટની બળતરા અને પેટને લગતા રોગો માટે દુર્વા એક ઔષધીનું કામ કરે છે. દુર્વા આપણા મનની માનસિક શાંતિ માટે પણ ખુબ લાભદાયક છે. દુર્વા વિભિન્ન પ્રકારની બીમારીઓમાં એંટી બાયોટીકની જેમ કામ કરે છે. દુર્વાની ઘાસને જોવાથી અને સ્પર્શ કરવાથી આપણા મનને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને બળતરા પણ શાંત થઈ જાય છે. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ શોધમાં વૈજ્ઞાનિકોને મળી આવ્યું છે કે, કેન્સરના દર્દીઓ માટે પણ દુર્વા ઘાસ લાભદાયક સાબિત થઈ છે.

ડાયાબિટીસને દુર કરે છે.વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ કેટલીક શોધમાં આ વાત સામે આવી છે કે, દુર્વામાં ગ્લાઈસેમિક ક્ષમતા વધારે હોય છે. દુર્વા ઘાસના રસના સેવનથી ડાયાબીટીસના દર્દીઓ પણ ખુબ મહત્વપૂર્ણ હાઈપોગ્લાઈસેમિક પ્રભાવ પાડે છે. દુર્વા ઘાસના રસનું સેવન કરવું ડાયાબીટીસના દર્દીઓ માટે ખુબ લાભદાયક સાબિત થાય છે.એનીમિયાને દુર કરે છે.દુર્વા ઘાસના રસને લીલું લોહી કહેવામાં આવે છે, કેમ કે, દુર્વા ઘાસનો રસ પીવાથી મોટાભાગની મહિલાઓમાં જોવા મળતી એનીમિયાની સમસ્યાને ઠીક કરી શકાય છે. દુર્વા લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. ઉપરાંત લાલ રક્ત કોશિકાઓને વધારવામાં મદદ કરે છે જેના કારણે આપણા શરીરના લોહીના હિમોગ્લોબીનનું સ્તર વધવા લાગે છે.

સુંદરતા જાળવવામાં મદદરૂપ થાય છે.દુર્વા ઘાસમાં રહેલ એંટી ઇન્ફ્લેમેટરી અને એંટી સેપ્ટિક એજન્ટ્સ મળી આવતા હોવાથી ત્વચાની ખંજવાળ, સ્કીન રેશીસ અને એક્ઝીમા જેવી સ્કીન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. હળદર પાવડરની સાથે દુર્વા ઘાસની પેસ્ટ બનાવીને આપના ચહેરા પર લગાવો. દુર્વા ઘાસ અને હળદરની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર થતા ફોડકી- ફોલ્લીઓથી પણ છુટકારો અપાવે છે. આમ દુર્વા ઘાસ આપના ચહેરાની સુંદરતાને જાળવવામાં મદદ કરે છે.

પિત્ત અને કબ્જ દુર કરે છે.આયુર્વેદમાં જણાવ્યા મુજબ ચમત્કારી વનસ્પતિ દુર્વા ઘાસનો કસૈલા- ગળ્યો હોય છે. દુર્વા ઘાસમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ પર્યાપ્ત પ્રમાણમાં મળી આવે છે જે અલગ અલગ પ્રકારના પિત્ત અને ક્બ્જના વિકારોને દુર કરવા માટે રામબાણ ઉપચારનું કામ કરે છે. દુર્વા ઘાસ પેટ સંબંધિત રોગો, યૌન સંબંધિત રોગો અને લીવર સંબંધિત રોગો માટે ખુબ અસરદાર ઉપચાર માનવામાં આવે છે.

માથાનો દુખાવો દુર થાય છે.આયુર્વેદના વૈધના જણાવ્યા મુજબ દુર્વા ઘાસ અને ચુનાને એક સરખા પ્રમાણમાં પાણીની સાથે પીસીને માથા ર તેનો લેપ લગાવવાથી માથાના દુખાવામાં તરત લાભ મળવા લાગે છે. તેમજ જો દુર્વા ઘાસને પીસીને આંખોની પલકો પર લગાવવામાં આવે છે તો તેનાથી આપની આંખોને ખુબ ફાયદા થાય છે અને આંખોને લગતા રોગને દુર કરવામાં પણ મદદ કરે છે.

મોઢામાં પડતા ચાંદાને ખતમ કરે છે.દુર્વા ઘાસનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી આપના મોઢામાં પડેલ ચાંદા મટવા લાગે છે. આ સિવાય દુર્વા ઘાસ આપની આંખો માટે પણ ખુબ લાભકારક સાબિત થઈ શકે છે. કેમ કે, દુર્વા ઘાસ પર ઉઘાડા પગે ચાલવાથી આપની આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે.

નાકની નસકોરી ફૂટવાની સમસ્યાથી છુટકારો અપાવે છે.નાકની નસકોરી ફૂટવાની તકલીફ થાય ત્યારે દાડમના ફૂલના રસને દુર્વા ઘાસના રસની સાથે ભેળવીને તેના ૧ થઈ ૨ ટીપાં નાકમાં નાખવાથી જયારે નસકોરીને ખુબ આરામ મળે છે. ઉપરાંત જો આપના નાક માંથી લોહી નીકળવાનું બંધ નથી થઈ રહ્યું તો તેના માટે પણ અસરદાર ઉપચાર તરીકે કામ કરે છે. દાડમના ફૂલોના રસ અને દુર્વા ઘાસના રસને ભેળવીને બનાવેલ મિશ્રણના એક થી બે ટીપાં નાકમાં નાખવાથી લોહી પણ તરત જ બંધ થઈ જાય છે.

ઝાડા થવાની સમસ્યાને દુર કરે છે.આયુર્વેદના જાણકારોના જણાવ્યા મુજબ દુર્વા ઘાસના તાજા રસનું સેવન કરવાથી જૂનામાં જુના ઝાડા અને પાતળા ઝાડાના ઈલાજ માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે. ઝાડાના ઉપચાર માટે આપે દુર્વા ઘાસને સુંઠ અને વરીયાળી સાથે ઉકાળીને પીવાથી આરામ મળે છે. આમ દુર્વા ઘાસની મદદથી આપના પેટ સંબંધિત વિકારોનો ઉપચાર કરી શકો છો.

મૂત્ર સંબંધિત સમસ્યાઓ થાય છે દુર.દુર્વા ઘાસના રસની સાથે મિશ્રી ભેળવીને પીવાથી જો આપને પેશાબ માર્ગે લોહી આવે છે તો તે લોહી પેશાબ માર્ગે આવવાનું બંધ થઈ જશે. આ સાથે જ એક થી બે ગ્રામ દુર્વા ઘાસને પીસીને દૂધ સાથે ભેળવીને પીવાથી પેશાબમાં થતી બળતરા, પેશાબ કરતા સમયે થતો દુખાવો અને યુરીન ઇન્ફેકશનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.ગર્ભપાતમાં થતો રક્તસ્ત્રાવ અટકાવે છે.દુર્વા ઘાસનો પ્રયોગ રક્ત પ્રદર અને ગર્ભપાતમાં પણ ઉપયોગી છે. દુર્વા ઘાસના રસમાં સફેદ ચંદન અને મિશ્રી ભેળવીને પીવાથી રક્ત પ્રદરમાં તરત જ લાભ જોવા મળી શકે છે. આની સાથે જ પ્રદર રોગ, રક્ત સ્ત્રાવ અને ગર્ભપાતના કારણથી થતા રક્ત સ્ત્રાવમાં આરામ મળે છે અને લોહી આવવાનું તરત જ અટકી શકે છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *