Breaking News

ગર્ભનિરોધક દવા હવે પુરુષો માટે પણ આવશે માર્કેટમાં, જાણો કેવી રીતે કરશે કામ અને શું પડશે ફરક

જ્યારે વાત ગર્ભનિરોધકની આવે છે તો તેને મોટા ભાગે મહિલાઓની જવાબદારી માનવામાં આવે છે. જો પુરુષ કોન્ડોમનો ઉપયોગ ન કરે તો મહિલાઓને પણ અનિચ્છનિય ગર્ભથી બચવા માટે ગર્ભનિરોધકની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. પછી એ ગર્ભનિરોધક ગોળી હોય, કોન્ટ્રેસેપ્ટિવ રિંગ લગાવવાની હોય, આઈયૂડી એટલે ઈન્ટ્રાયૂટ્રાયન ડિવાઈસ લગાવવો હોય અથવા ઈમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ ગોળી હોય. પરંતુ હવે પુરુષો પણ ગર્ભનિરોધકની જવાબદારી નિભાવી શકે છે. દુનિયાનો પ્રથમ મેલ બર્થ કંટ્રોલ એટલે કે પુરુષો માટે તૈયાર ગર્ભનિરોધક ઈન્જેક્શન બનીને તૈયાર થઈ ગયો છે.

અત્યાર સુધી તમે પુરુષો માટે જોશવર્ધન, લિંગમા કમજોરી, શીઘ્રપતન, નપુંસકતાથી સંબંધિત દવાઓ વિશે સાંભળ્યુ હશે, પરંતુ હવે જલ્દી જ બજારમાં પુરુષો માટે ગર્ભનિકોધક ગોળીઓ પણ આવવાની છે. જેમાં પુરુષો માટે ગર્ભનિરોધક દવા બનાવવાની દિશામાં દુનિયાભરમાં ઘણા વૈજ્ઞઆનિક કામ કરી રહ્યા છે. જેમાં મિનસોટા યુનિવર્સિટિના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી જિલિયાન કીજર વિશેષ રીતે કામ કરી રહ્યા છે. જોકે, તેમનો દાવો છે કે, આ દવા લગભગ 20 ટકા પુરુષો કામ કરશે.

ભારત જેવા દેશમાં જ્યાં વસ્તી વધારો એક મોટી સમસ્યા છે, ત્યાં જો એમ કહેવામા આવે કે હજુ પણ સ્ત્રી પુરુષ ગર્ભ બીકથી સમાગમ સમયે તણાવ અનુભવતા હોય છે. ત્યારે સ્ત્રી માટે તો વિવિધ પ્રકારની ગર્ભનિરોધક ગોળીઓ ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ સ્ત્રીને અનેક મુશ્કેલીઓનો શિકાર પણ બનાવે છે તો બીજી બાજુ પુરુષ માટે સુરક્ષાના ભાગ રૂપે કોન્ડોમ પણ છે પરંતુ તેને એનો ઉપયોગ કરવો ગમતો નથી એટલે સ્ત્રીઓને ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા મજબુર કરે છે.તેવા સમયે જો એમ કહેવામાં આવે કે નજીકના ભવિષ્યમાં પુરુષ પણ ગર્ભનિરોધક પીલ્સનો ઉપયોગ કરી શકશે.

આ ઈન્જેક્શનનો ક્લિનિકલ ટ્રાયલ પણ સફળ રહ્યો છે. એક વાર ઈન્જેક્શન લગાવ્યા બાદ બર્થ કન્ટ્રોલની આ રીત 13 વર્ષો સુધી પ્રભાવી રહેશે. આ ઈન્જેક્શન શરીરમાં એક પોલિમર નાખશે પછી સ્પર્મના ટેસ્ટિકલ્સ બહાર નિકળવાથી રોકી શકાય છે. પુરુષોનો ટ્રેડિશનલ નસબંધીને રોકવા માટે આ ઈન્જેક્શનને તૈયાર કરવામાં આવ્યો છે. આ ઈન્જેક્શનને લોકલ એનસ્થિસિયાના ડોઝ સાથે આપવામાં આવશે.

હાર્મોનનું ઈંજેક્શન પણ સફળ પ્રયોગ પુરુષોમાં હાર્મોન ઈંજેક્શનનો વપરાશ પ્રભાવી ગર્ભનિરોધક રૂપમાં કરી શકાય છે. અમેરિતી સંશોધનકર્તાઓએ પોતાની શોધમાં 270 પુરુષો પર આ હાર્મોન ઈંજેક્શનનો વપરાશ કર્યો છે. જેમાથી માત્ર ચાર પુરુષોની પત્નીઓએ આ દરમિયાન ગર્ભધારણ કર્યુ છે. તેથી હાર્મોન ઈંજેક્શનનો 96 ટકા પ્રયોગ સફળ માનવામા આવી રહ્યુ છે. તો આ પ્રોયગના કેટલાક સાઈડ ઈફેક્ટ પણ સામે આવ્યા છે. કેટલાક લોકોના ચેહરા પર ડાઘ હોવાના કારણે ફરીયાદ મળી છે. તો કેટલાક લોકોને કારણ વગર મૂડ ખરાબ હોવાની પણ ફરીયાદ કરી છે.

આ મેલ કોન્ટ્રસેપ્ટિવ ઈન્જેક્શનનો ટ્રાયલ સફળ રહ્યો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, 300 પેશન્ટ ઉપર તેનો ટ્રાયલ કરવામાં આવ્યો અને તેમને કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થઈ નથી. એક અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, એકવાર લગાવ્યા બાદ આ ઈન્જેક્શન 13 વર્ષ સુધી પ્રભાવી રહેશે. આ સ્થિતિમાં વૈજ્ઞાનિક કોશિશ કરી રહ્યા છે કે, કોઈ પણ આડઅસર વગર પુરુષોમાં શુક્રાણુનું ઉત્પાદન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધપાત્ર રીતે, પુરુષોના શરીરમાં વીર્યનું ઉત્પાદન સતત ચાલુ રહે છે.

જો વૈજ્ઞાનિક એક સફળ પુરુષ ગર્ભનિરોધક બનાવવા માંગે છે, તો તેમને પુરૂષ શરીરમાં ઘણા પ્રમાણમાં હોર્મોન્સની જરૂરીયાત પડશે. ત્યારે જ વીર્યની ગણતરી પ્રતિ મિલી દીઠ 150 મિલિયનથી 10 લાખ સુધી થઈ શકે છે. આ પ્રયોગથી સંબંધિત અહેવાલો જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી અને મેટાબોલિઝમમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, ઘણા અભ્યાસમાં એ સ્પષ્ટ થઈ ગયુ છે કે, પુરુષોમાં હાર્મોન ગર્ભનિરોધકનો વપરાશ કરી અનિયોજિત ગર્ભને રોકી શકાય છે. કેટલાક સાઈડ ઈફેક્ટ આવ્યા બાદ ડૉક્ટર ફેસ્ટિન પ્રમાણે સંશોધન કર્તા તેમના હાર્મોનોને અલગ-અલગ પ્રમાણમાં વપરાશ કરી નવા પ્રયોગ કરવા પર વિચાર કરી રહ્યા છે. પુરુષુ ગર્ભનિરોધન માટે સાચા પ્રમાણમાં સાચી વસ્તુના વપરાશની જાણ મેળવવાની દિશામાં આ એક મુખ્ય પગલુ છે.

શેફીલ્ડ યુનિવર્સિટિના એંડ્રોલોજી પ્રોફેસર એલન પેસીએ કહ્યુ છે કે, અત્યાર સુધી ઘણા કારણોથી પુરુષ ગર્ભનિરોધકનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરી શકાશે નહી. દુનિયાભરમાં ચાલી રહેલા અન્ય પ્રયોગોની વાત કરીએ તો તેમાં પણ પુરુષોમાં વજન વધવુ, કોલોસ્ટ્રેલનું સ્તર નિર્ધારિત સ્તરથી ઘણુ ઓછુ થઈ જવુ જેવા સાઈડ ઈફેક્ટ જોવા મળી રહ્યા છે.

પુરુષ માટે જો ગર્ભનિરોધક ગોળી આવે તો જન્મદરને પણ અંકુશમાં લાવી શકાય છે જેના ઉપયોગથી સ્વાસ્થ્યને કોઈ જાતનું નુકશાન પણ નથી થતું. દર વર્ષે દુનિયામાં 5.6કરોડ સ્ત્રીઓનો અસુરક્ષિત રીતે ગર્ભપાત થાય છે જેમાંથી ઓછામાં ઓછી 22,800 સ્ત્રીઓ મૃત્યુ પામે છે.જો પુરુષ ગર્ભનિરોધક ગોળી બજારમાં આવે તો આ આંકડો ઘટી શકે છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *