Breaking News

ગરુડ પુરાણ મુજબ જીવનમાં ના રાખવી જોઈએ, આ ચાર ટેવ જો હશે તો ક્યારેય નહીં બનો અમીર…

સુખી કે દુઃખી રહેવું ઘણે અંશે તમારા હાથમાં પણ હોય છે. જો તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી જાય તો તમારું દુઃખી રહેવું સમજાય છે, પરંતુ ઘણી વખત લોકો ઘણી જ નાની અને કારણ વગરની વાતોથી દુઃખી થઇ જાય છે. એવી વાતો જે દુઃખનું કારણ માત્ર તમારી ખોટી વિચારસરણીને કારણે જ ઉભી થાય છે.ગરુડ પુરાણ ના આચારકાંડ માં એવી વાતો જણાવી છે જે કોઈ પણ વ્યક્તિ ના જીવન ને તબાહ કરી શકે છે. ગરુડ પુરાણ ના મુજબ જે લોકો ના અંદર આ ચાર ટેવો હોય છે તે લોકો જીવન માં ક્યારેય પણ સફળ નથી થઇ શકતા અને તેમનું જીવન સદા પરેશાનીઓ થી ભરેલ રહે છે. તેથી જે લોકો ના અંદર પણ ગરુડ પુરાણ માં જણાવેલ આ ચાર ટેવો છે, તે લોકો આ ટેવો ને તરત ત્યાગી દો. ગરુડ પુરાણ માં જણાવેલ આ ચાર ટેવો કઈ કઈ છે, તેમના વિષે જાણકારી આ રીતે છે

તરત ત્યાગી દો આ ટેવો, નહિ તો જીવન થઇ જશે બરબાદ.પોતાના ઉપર ઘમંડ કરવો.ઘણા લોકો ના પોતાના ઉપર ઘણો ઘમંડ હોય છે અને આ ઘમંડ ના કારણે તે બીજા ને પોતાના થી નીચા સમજે છે. એવા લોકો દરેક જગ્યા એ પોતાની પ્રશંસા કરવામાં લાગેલ રહે છે અને બીજા લોકો ને નીચા દેખાડે છે. ગરુડ પુરાણ ના આચારકાંડ ના મુજબ જે લોકો ના અંદર પણ ઘમંડ હોય છે અને જે લોકો બીજા નું અપમાન કરે છે તે લોકો ને પાપ ચઢતું હતું અને એક ને એક દિવસ તેમને આ પાપ ની સજા જરૂર મળે છે. એટલું જ નહિ ઘણી વખત પોતાની નજર પોતાને જ લાગી જાય છે અને જે વસ્તુ પર ઘમંડ હોય છે તે વસ્તુ અપમાન નું કારણ બની જાય છે.

બીજા ની સફળતા પર ઈર્ષ્યા કરવી
જે લોકો પોતાના આસપાસ ના લોકો ની સફળતા થી ઈર્ષ્યા કરે છે તે લોકો ની આ ટેવ તેમને બરબાદ કરી દે છે. ગરુડ પુરાણ ના મુજબ જયારે આપણે કોઈ બીજા વ્યક્તિ ની સફળતા થી ઈર્ષ્યા કરીએ છીએ તો આપણે માનસિક તણાવ થવા લાગી જાય છે. માનસિક તણાવ હોવાના કારણે જીવન માં શાંતિ નથી રહેતી અને પૂરું જીવન અસંતોષ માં જ પસાર થાય છે. તેથી માણસ ને ક્યારેય પણ અન્ય વ્યક્તિઓ ની સફળતા થી ના ઈર્ષ્યા કરવી જોઈએ અને ના જ પોતાનના જીવન ની સરખામણી કોઈ બીજા થી કરવી જોઈએ. આ ટેવ ને ત્યાગ કરવાથી તમારા જીવન ખુશીઓ થી ભરાઈ જશે અને તમે સંતોષ ની જિંદગી જીવી શકશો.

બીજા ના ધન પર નજર રાખવી.જીવન માં ક્યારેય પણ તમે બીજા લોકો ના ધન પર ખરાબ નજર ના નાંખો. બીજા લોકો ના ધન પર ખરાબ નજર નાંખવી અને બીજા ના ધન ને હડપવા ની કોશિશ કરવાનું બેઈમાની હોય છે. ગરુડ પુરાણ માં લખ્યું છે કે જે લોકો બીજા ના ઘર પર ખરાબ નજર રાખે છે તે લોકો ને પાપ ચઢે છે અને તેમનું જીવન દુખો થી ભરાઈ જાય છે. દરેક વ્યક્તિ ને હંમેશા મહેનત કરીને જ ધન કમાવવું જોઈએ અને ક્યારેય પણ બીજા ના ધન ને હડપવાની ઈચ્છા મન માં ના રાખવી જોઈએ.

બીજા ની બુરાઈ કરવી.કોઈ ની પણ બુરાઈ ના કરો અને ના જ લોકો ના વિષે ખોટી અફવાહ ફેલાવો. ગરુડ પુરાણ ના મુજબ જે લોકો બુરાઈ કરે છે અને લોકો ના વિષે ખોટી અફવાહ ફેલાવે છે, તે લોકો પાપ ના ભાગીદાર બને છે. તેથી જો તમને બુરાઈ કરવાની ટેવ છે તો તમે આ ટેવ ને તરત છોડી દો.ઘણી મહિલાઓની ટેવ હોય છે કે, તે વાતનું વતેસર બનાવી દે છે. તેને નાની નાની વાતોથી તકલીફ થાય છે અને તેને એક મોટો મુદ્દો બનાવી દે છે. તે પત્નીઓને જોઈ એવું લાગે છે કે, તેને બસ ઝગડાનું કોઈ બહાનું જોઈએ છે. તે દરેક વાતને ચોળી ચોળીને ચીકણી કરી બીજાની સામે રજુ કરે છે. તેને કારણે જ તેના ઘરમાં લડાઈ ઝગડા વધુ થાય છે, અને સામે વાળાનું મગજ ખરાબ થાય છે. તેવામાં તે ટેવ તેના દુઃખનું કારણ બની જાય છે.

પૈસાની લાલચુ.ભગવાને આપણને જેટલું આપ્યું છે તેમાં આપણે ખુશ રહેવાનું શીખવું જોઈએ. બીજાની પ્રગતી જોઈને બળવું અને તેની બરાબરીનો પ્રયાસ કરવો તમને દુઃખી થવા માટે મજબુર કરી દે છે. એટલે કે તે ફલાણા વ્યક્તિ પાસે મોટું ઘર છે, મોટી કાર છે આપણી પાસે કાંઈ નથી વગેરે પ્રકારની વિચારસરણી ન રાખો. પૈસાથી વધુ ખુશી હોય છે. તમે બસ તમારા સંબંધોને મધુર અને મજબુતી જાળવી રાખો. પૈસા તો આવતા જતા રહેશે. જરૂરી નથી કે જે શ્રીમંત હોય છે તે પણ જીવનમાં સુખી જ હોય છે. એટલે કે પૈસાના લાલચુ ન બનો.

વધુ ગુસ્સો.માણસને ગુસ્સો આવવો સ્વભાવિક છે, પણ તે ગુસ્સાનું કારણ ઘણું મોટું હોય તો ઠીક છે. આમ તો ઘણી મહિલાઓને નાની એવી વાત ઉપર ગુસ્સો આવી જાય છે, પછી તેની જીભ કાતરની જેવી ચાલવા લાગે છે. તેના મોઢેથી કડવા શબ્દ નીકળે છે. આ શબ્દ તેના પતિ કે સાસરીયા વાળાને પસંદ નથી આવતા, પછી સંબંધો બગડવા લાગે છે. પ્રેમ ઓછો થઇ જાય છે. તે તમામ વસ્તુ તેમની વિરુદ્ધ થઈ જાય છે અને જીવનમાં દુઃખોનું પ્રમાણ વધી જાય છે. એટલા માટે સારું એ છે કે, તમે તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખો. શાંતિથી અને સંયમથી કામ લો.

About bhai bhai

Check Also

ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે રાજવી પરિવારના કુળદેવી માં ખોડિયારનું આ મંદિર જાણો શું છે વિશેષતા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં રાજપરા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *