અરે અરે શું વાત છે! કચરામાંથી હવે બનવા લાગ્યું પેટ્રોલ અને ડીઝલ, દરરોજનું તૈયાર થાય છે 600 લીટર,જાણો કેવી રીતે

0
25

આફ્રિકાનો ઝામ્બિયાએ એક અનોખી પહેલ કરી અને હવે ત્યાની એક કંપની એ કચરામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવ્યું છે. ફૂડ ઓઈલ માંથી પેટ્રોલ-ડીઝલ બનાવાય છે તેવી તો બધાને ખબર છે પરંતુ હવે દુનિયામાં એક દેશે તો કચરામાંથી ઇંધણ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

દક્ષિણ આફ્રિકી દેશ ઝામ્બિયા માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કચરામાંથી પેટ્રોલ-ડીઝલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ભારત જેવા દેશમાં જ્યા પ્લાસ્ટિકનો કચરો ખૂબ જ હોય છે ત્યાં સરળતાથી પેટ્રોલ-ડીઝલ ઉત્પન્ન કરી શકાય છે.ઝામ્બિયા સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન કચરા, જુના ટાયર અને પ્લાસ્ટિકના કન્ટેનર માંથી દરરોજ 600 થી 700 લિટર પેટ્રોલ તૈયાર

કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આપી રહી છે. કંપનીનું લક્ષ્ય દેશમાં પેટ્રોલ અને ડીઝલનું આયાત ઘટાડવાનું છે.ઝામ્બિયા પાયલોટ પ્રોજેક્ટ તરીકે કચરામાંથી પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન કરવામાં આવી રહી છે. આ પહેલમાં પેટ્રોલ ડીઝલની આયાત ઘટાડો થશે અને પ્લાસ્ટિક અને રબરના કચરામાં ઘટાડો થશે.

કંપનીએ કચરા, જુના ટાયર અને પ્લાસ્ટિકના કન્ટેનર માંથી કેવી રીતે પેટ્રોલ બનાવે છે તેનો પણ ખુલાસો કર્યો છે. રબરના ટાયર અને પ્લાસ્ટિકના ડબ્બા અને કાપીને મોટી ભઠ્ઠી માં મૂકવામાં આવે છે.ઊંચા તાપમાને તેને રીએક્ટરમાં સળગાવવામાં આવે છે અને પેટ્રોલિયમ ઉત્પાદન કરવા માટે કેટલાક ઉદ્દીપકો ને મિક્સ કરવામાં આવે છે. આ રીતે શુદ્ધ પેટ્રોલ અને ડીઝલ મળે છે

વિશ્વના ઘણા દેશોમાં વધતો કચરો પર્યાવરણ માટે અનેક રીતે કચરો વધારી રહ્યો છે. એક અંદાજ મુજબ વિશ્વમાં લગભગ 8.3 અબજ ટન પ્લાસ્ટિક હાજર છે.જો આ રીતે પેટ્રોલ-ડીઝલ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો આખી દુનિયા માંથી કચરો દૂર થઈ જશે. આ સાથે ઈંધણ મેળવવાનો રસ્તો પણ સાફ થઈ જશે.જો આ પ્રયોગ સફળ થઈ જશે તો ભારત જેવા દેશમાં જ્યાં પ્લાસ્ટિકનો કચરો છે ત્યાં પેટ્રોલ અને ડીઝલ સરળતાથી તૈયાર કરી શકાય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.