Breaking News

ગાયત્રીમાં નો આ પાઠ કરવાથી ઘરમાં કયારેય નથી થતો કંકાસ,એકજ ક્લિકમાં જાણીલો આ પાઠ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગાયત્રી સાધના જીવનમાં ચમત્કારી લાભ આપનારી છે. માતા ગાયત્રીની સાધના જીવનના કોઈપણ સંકટને દૂર કરી શકે છે. જેમનું દાં૫ત્ય જીવન સંઘર્ષ ભરેલું હોય, તેમના જીવનમાં પ્રેમનું ઝરણું વહેવા લાગે છે. ચિંતાઓથી જેમને ચારે તરફથી ઘેરી વળી હોય તેમને પણ ગાયત્રી સાધના તારી શકે છે. બસ જરૂર છે માત્ર નિષ્કામ ભક્તિ અને અતૂટ શ્રદ્ધાથી માતા ગાયત્રીની ઉપાસના કરવાની. ગાયત્રી સાધના ક્યારેય પણ નિષ્ફળ જતી નથી.

પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે આ સાધનાનો લાભ સાધક સુધી પહોંચે જ છે.ગાયત્રી માતાની આ સાધનામાં સૌથી મહત્વની છે ગાયત્રી ચાલીસા. વિદ્વાનોના મતાનુસાર જે ઘરમાં નિયમિત રીતે ગાયત્રી ચાલીસાનો પાઠ થાય છે ત્યાં ક્લેશ, રોગ, શોક પ્રવેશ કરતાં નથી. ગાયત્રી ચાલીસા અત્યંત સરળતાથી કંઠસ્થ કરી શકાય છે. તો તમે પણ વાંચી લો આ ચમત્કારી ફળ આપનારી ચાલીસાનો પાઠ અને નિયમિત કરો તેનુ પઠન. દોહા:હ્રીં શ્રીં કલીં મેધા પ્રભા જીવન જયોતિ પ્રચંડ.

શાન્તિ કાન્તિ જાગૃતિ પ્રગતિ રચના શક્તિ અખંડ, જગતજનની મંગલકરની ગાયત્રી સુખધામ, પ્રણવો સાવિત્રી સ્વધા સ્વાહા પૂરન કામ. ભૂર્ભુવઃ સ્વઃ ૐ યુત જનની, ગાયત્રી નિત કલિમલ દહની, અક્ષર ચૌવીસ પરમ પુનિતા, ઈનમેં બસેં શાસ્ત્રશ્રુતિ ગીતા, શાશ્ર્વત સતો ગુણી સતરુપા, સત્ય સનાતન સુધા અનુપા, હંસારુઢ સિતમ્બર ધારી, સ્વર્ણ કાન્તિ શુચિ ગગન બિહારી, પુસ્તક પુષ્પ કમંડલુ માલા, શુભ્ર વર્ણ તનુ નયન વિશાલા, ધ્યાન ધરત પુલકિત હિત હોઈ, સુખ ઉપજત દુખ દુરમતિ ખોઈ, કામધેનુ તુમ સુર તરુ છાયા, નિરાકાર કી અદભૂત માયા.

તુમ્હારી શરણ ગહૈ જો કોઈ, તરે સકલ સંકટ સોં સોઈ.સરસ્વતી લક્ષમી તુમ કાલી, દીપૈ તુમ્હારી જયોત નિરાલી. તુમ્હારી મહિમા પાર ન પાવૈ, જો શારદ શત મુખ ગુન ગાવૈ.ચાર વેદ કી માતુ પુનિતા, તુમ બ્રાણી ગૌરી સીતા. મહામંત્ર જિતને જગ માંહી, કોઊ ગાયત્રી સમ નાહી. સુમિરત હિય મેં જ્ઞાન પ્રકાસૈ, આલસ પાપ અવિધ્યા નાસૈ.સૃષ્ટિ બીજ જગ જનની ભવાની, કાલ રાત્રિ વરદા કલ્યાણી.

બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સુર જેતે, તુમ સોં પાવેં સુરતા તેતે.તુમ ભક્તન કી ભકત તુમ્હારે, જનનીહિં પુત્ર પ્રાણ તે પ્યારે.મહિમા અપરંપાર તુમ્હારી, જય જય જય ત્રિપદા ભયહારી. પૂરિત સકલ જ્ઞાન વિજ્ઞાના, તુમ સમ અધિક ન જગમે આના. તુમહિં જાનિ કછુ રહે ન શેષા, તુમહિં પાય કછુ રહૈ ન કલેશા. જાનત તુમહિં તુમહિં હૈ જાઈ, પારસ પરસિ કુધાતુ સુહાઈ.

તુમ્હરિ શકિત દીપૈ સબ ઠાઈ, માતા તુમ સબ ઠૌર સમાઈ. ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ઘનેરે, સબ ગતિવાન તુમ્હારે પ્રરે. સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા, પાલક પોષક નાશક ત્રાતા. માતેશ્વરી દયા વ્રત ધારી, તુમ સન તરે પાતકી ભારી. જાપર કૃપા તુમ્હારી હોઈ, તાપર કૃપા કરે સબ કોઈ. મંદ બુદ્ધિ તે બુદ્ધિ બલ પાવેં, રોગી રોગ રહિત હો જાવે. દારિદ્ર મિટૈ કટૈ સબ પીરા, નાસૈ દુઃખ હરે ભવ ભીરા. ગૃહ કલેશ ચિત ચિંતા ભારી, નાસૈ ગાયત્રી ભય હારી.

સંતતિ હીન સુસંતતિ પાવેં, સુખ સંપત્તિ યુત મોદ મનાવેં. ભૂત પિશાચ સબૈ ભય ખાવેં, યમ કે દૂત નિકટ નહિ આવેં. જો સધવા સુમિરે ચિત લાઈ, અક્ષત સુહાગ સદા સુખદાયી. ઘર વર સુખ પ્રદ લહૈ કુમારી, વિધવા રહૈ સત્ય વ્રત ધારી. જયતિ જયતિ જગદંબ ભવાની, તુમ સમ ઔર દયાલુ ન દાની. જો સદગુરુ સોં દીક્ષા પાવેં, સો સાધન કો સફલ બનાવે. સુમિરન કરે સુરુચિ બડભાગી, લહૈ મનોરથ ગૃહિ વિરાગી.

અષ્ટ સિદ્ધિ નવ નિધિ કી દાતા, સબ સમર્થ ગાયત્રી માતા. ૠષિ મુનિ જતી તપસ્વી જોગી, આરત અર્થી ચિંતિત ભોગી. જો જો શરણ તુમ્હારી આવેં, સો સો મન વાંછિત ફલ પાવેં. બલ બુદ્ધિ વિધ્યા શીલ સ્વભાઊ, ધન વૈભવ યશ તેજ ઉછાઊ. સકલ બઢૈ ઉપજે સુખ નાના, જો યહ પાઠ કરૈ ધરિ ધ્યાના. યહ ચાલીસા ભક્તિયુત પાઠ કરે જો કોય, તાપર કૃપા પ્રસન્નતા ગાયત્રી કી હોય. ૐ ભૂભુર્વઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્.

ભારતીય સંસ્કૃતિના પ્રતીક ગણાતા આપણા ચાર વેદમાં ગાયત્રી મહા મંત્રની જ વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે તે ઉપરાંત અન્ય પુરાણોમાં પણ તેનો મહિમા રજૂ કરવામાં આવ્યો છે. શ્રીમદ્ ભાગવત પુરાણમાં ગાયત્રી મંત્રનો સંપુટ લગાવીને સત્યં પરમ્ ધિમહિ શ્લોક દ્વારા ગાયત્રી મંત્રની જ વ્યાખ્યા કરવામાં આવી છે. કેટલાક લોકો એવું માને છે કે ગાયત્રી મંત્ર પર બ્રહ્માજીનો શાપ લાગ્યો છે, તેથી કલિયુગમાં તેને જપી શકાય નહીં.

જ્યારે કેટલાક કહે છે કે વિશ્વામિત્ર અને વશિષ્ઠ દ્વારા ગાયત્રી મંત્રને કિલિત કરવામાં આવ્યો છે, પરંતુ બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભે એક હજાર વર્ષ સુધી તપ કર્યું અને ગાયત્રીની ઉપાસના કરી હતી. તેઓ શાપ કેવી રીતે આપી શકે? વિશ્વામિત્ર તો બ્રહ્મર્ષિ બન્યા હતા. તેઓ પણ કેવી રીતે શાપ આપી શકે? ગાયત્રી વેદમાતા છે. માતા માટે તેનાં બધાં જ બાળકો એકસરખાં વહાલાં હોય તેમાં કોઇ ભેદભાવ હોય નહીં, ગાયત્રી મંત્ર વૈશ્વિક મંત્ર છે અને સહુ કોઇ આ મંત્રની ઉપાસના કરી શકે છે. મહિલાઓ માટે પણ ગાયત્રી મંત્રની ઉપાસના ઉપર કોઇ પ્રતિબંધ નથી.

ગાયત્રીની સાથે યજ્ઞોપવીત ધારણ કરીને દ્વિજત્વ પ્રાપ્ત કરી સૌ ઉન્નતિના માર્ગે આગળ વધી શકે છે. અંધકારયુગમાં ભારતીય સંસ્કૃતિને તોડવાના પ્રયાસો થયા છતાં આધ્ય શંકરાચાર્ય જેવા અનેક મહાપુરુષોએ આ સંસ્કૃતિને અખંડિત રાખવા પ્રયાસો કર્યા તેના કારણે વિશ્વમાં એકમાત્ર ભારતીય સંસ્કૃતિ જ હજારો વર્ષથી ટકી રહી છે. જ્યારે અન્ય સંસ્કૃતિઓ કાળના પ્રવાહમાં નષ્ટ થઇ ગઇ છે. ગાયત્રી, ગંગા, ગૌમાતાની ત્રણ ધારા સ્વરૂપે ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. ગાયત્રી મંત્રનો બધાને અધિકાર છે.

નવ દિવસ સુધી દરરોજ ગાયત્રી મંત્રની ૨૭ માળા કરવાથી ૨૪ હજાર મંત્રનું લઘુ અનુષ્ઠાન થઇ શકે છે. જેઓ સળંગ ત્રણ ચાર કલાક બેસી શકે તેમ ન હોય તેઓ સવાર સાંજ થઇને પણ ૨૭ માળા પૂર્ણ કરી શકે છે. આ ઉપરાંત વધુ કામકાજ રહેતું હોય તો ગાયત્રી ચાલીસાના દરરોજ ૧૨ પાઠ કરવાથી અથવા ૨૪૦૦ મંત્રનું મંત્ર લેખન નવ દિવસમાં પૂર્ણ કરીને પણ ગાયત્રીનું લઘુ અનુષ્ઠાન થઇ શકે છે.

અનુષ્ઠાનની વિધિ.અનુષ્ઠાનના પ્રથમ દિવસે પાટલા કે બાજોઠ ઉપર પીળું કપડું પાથરી ગાયત્રી માતા અને ગુરુદેવના ચિત્રની સ્થાપના કરી, શુદ્ધ કળશમાં પાણી ભરી તેમાં આસોપાલવ કે નાગરવેલનાં પાંચ પાન મૂકી શ્રીફળ મૂકવું અને કળશને ચોખાની ઢગલ ઉપર પધરાવવો. મંત્રજાપ દરમિયાન અખંડ દીપ રહે તેવી વ્યવસ્થા કરવી અને દરરોજ બ્રહ્મસંધ્યા તેમજ શાંતિપાઠ, ગુરુપૂજન, કળશપૂજન વગેરે કર્યા પછી મંત્રજાપમાં બેસવું.

જાપ દરમિયાન આકસ્મિક કારણથી ઊભા થવું પડે તો વધારાની એક માળા જપવી. બની શકે તો દરરોજ અથવા છેલ્લા દિવસે કુલ જાપના દશાંશ ગાયત્રીનો યજ્ઞ કરીને આહુતિ આપવી અને દક્ષિણારૂપે સદ્જ્ઞાનનો ફેલાવો થાય તેવા સાહિત્યનું યથાશક્તિ દાન કરવું તેને બ્રહ્મભોજ કહેવામાં આવે છે.

અનુષ્ઠાન કરનાર વ્યક્તિએ બ્રહ્મચર્ય પાળવું, તેમજ બની શકે તો ઉપવાસ અથવા એકવાર ભોજન લેવું. ભોજનમાં મીઠું અને ગળપણનો ત્યાગ કરવાથી અસ્વાદ વ્રત પણ કરી શકાય. જમીન ઉપર હળવી પથારી કરીને સૂઇ જવું. ચામડાનાં પગરખાં કે પટ્ટો વગેરે વસ્તુઓ નવ દિવસ વાપરવી નહીં. હજામત જાતે કરવી. શિખા અને યજ્ઞોપવીત ધારણ કરવી. છેલ્લા દિવસે કુંવારિકાઓ અથવા યથાશક્તિ બ્રહ્મભોજન કરાવવું.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *