Breaking News

ગેસના બર્નરથી લઈને માઇક્રોવેની અંદરનો ભાગ થઈ ગયો છે, કાળો તો દેશી ઉપાયની મદદથી કરી શકો છો દૂર……

આ કાળા પડેલા બર્નરો ,ગેસને ,ચીમની સાફ કરવા માટે કલાકો સુધી મહેનત કરવી પડે છે, પરતું જો તમે આવ પ્રકાર ની મહેનત થી બચવા માંગો છો તો આ આસાન ટીપ્સ થી મીનીટો માં એને ચમકાવી શકાય છે. એવું કહેવામાં આવે છે કે ઘર માં અમુક એવી વસ્તુ જેનાથી ઘર માં આગ લાગી શકે છે, એનો ઉપયોગ ખુબ જ યોગ્ય રીતે કરવો જોઈએ.  જેનાથી ઘર માં કોઈ પણ પ્રકાર નો ખતરો ના રહે અને તમારું પરિવાર સુરક્ષિત બની રહે, પરતું ક્યારેક ને ક્યારેક તો કોઈનાથી ભૂલ થઇ જ જાય છે.

કિચન માં રાખેલી દરેક વસ્તુ નો સરખી રીતે ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારા પરિવાર ને એક હાઈજેનિક ખાવાનું મળી રહે. પરતું દરેક વાસ્તુ ની સાથે રસોઈ માં ગેસ નું બર્નર પણ સાફ કરવું જોઈએ.જો ગેસ બર્નર, માઇક્રોવેવ્સ, ચીમની અને ઇન્ડક્શન યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તે પણ ઝડપથી બગડે છે અને ગંદકીને લીધે તેમાં જીવાત પડી જાય છે. આવી સ્થિતિમાં જરૂરી હોય છે, તેને અઠવાડિયામાં એક વખત સાફ કરવું જરૂરી છે. પરંતુ તેના માટે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી, પરંતુ તમે ઘરે કેટલીક વિશેષ વસ્તુઓનું મિશ્રણ કરીને તેને સાફ કરી શકો છો.

ટિપ્સ :-ગેસ બર્નરને સાફ કરવા માટેની ઘરેલુ ટીપ્સ,2 કપ પાણીમાં એક લીંબુનો રસ ભેળવીને ગરમ કરી લો.જો તમારી પાસે વિનેગર છે, તો 3 ચમચી વિનેગરને પાણીમાં નાખી દો.પાણીમાં 2-3 ચમચી બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો.ગેસના બર્નરને પાણીમાં નાખીને 5 મિનિટ સુધી ઉકાળો.ત્યાર પછી તેને લોહ સ્ક્રબર અથવા લોખંડના બ્રશથી ઘસીને સાફ કરો.તમે ધારો તો બર્નરને આ પાણીમાં આખી રાત મૂકી દો. જો તમે તેને સવારે સાફ કરો છો, તો તમારે વધારે ઘસવું નહીં પડે.

ચીમની સાફ કરવા માટે શ્રેષ્ઠ ટીપ્સ :-ચીમની ખૂબ ગંદી ન થાય તેથી દર 15 દિવસમાં ગરમ પાણીમાં ડિટરજન્ટ અને વાસણ ધોવાનું પ્રવાહી ભેળવીને ફિલ્ટર સાફ કરો.ચીમનીના અમુક ફિલ્ટર જેને ધોઈ ન શકાય, તેને થોડા મહિનામાં બદલી નાખો. આમ કરવાથી, ધુમાડો પણ ઓછો થઈ જશે અને સાફસફાઇની કોઈ તકલીફ રહેશે નહીં.

અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની જેમ, ચીમની સર્વિસ પણ જરૂરી છે. કંપની દ્વારા સર્વિસ જરૂર કરાવતા રહો.કેટલીક ચીમનીઓને ઓછી સંભાળની જરૂર રહે છે અને સાથે જ તેના ફિલ્ટર પણ લાંબા સમય સુધી ચાલે છે. જેમ કે ડક્ટ ટેપ વાળી ચીમની. રસોડામાં આવી ચીમની સ્થાપિત કરવાનો પ્રયાસ કરો.ચીમની ફિલ્ટરને કાઢી લો. જો ચીમની ખૂબ ગંદી નથી તો આ યુક્તિ તમારા માટે કામ કરશે. એક વાસણમાં વિનેગર નાખો અને તેમાં કાગળનો ટુવાલ ડુબાડો. હવે તે પેપર ટુવાલથી ચીમનીને સાફ કરો. પાંચ મિનિટ પછી બીજા કાગળના ટુવાલને પાણીમાં બોળી લો અને ચીમની લુંછીને સાફ કરી લો.

કાસ્ટિક સોડા એટલે કે સોડિયમહાઇડ્રોક્સાઇડને ચીમનીના ફિલ્ટર ઉપર સારી રીતે છંટકાવ કરો અને તેને 5-7 મિનિટ માટે મૂકી દો. હવે ફિલ્ટરને મોટા વાસણમાં અથવા પ્લાસ્ટિકની મજબૂત ડોલમાં મૂકી દો અને તેની ઉપર ગરમ પાણી રેડો. 3 કલાક પછી તેને પાણીમાંથી કાઢીને તેને ધોઈ લો અને સુકાવા દો. કોઈ ખુલ્લી જગ્યામાં ચીમનીને આ રીતે સાફ કરો. સફાઈ કરતી વખતે તમારા હાથમાં ગ્લોવ્ઝ જરૂર પહેરો.

બેકિંગ પાવડરનો ફિલ્ટર ઉપર સારી રીતે છંટકાવ કરો. એક મોટા વાસણમાં, ફિલ્ટર, 2 કપ વિનેગર, મીઠું અને ગરમ પાણી ઉમેરો. બે કલાક પછી પાણી માંથી કાઢીને ફિલ્ટરને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેને સૂકવી લો. ચીમનીના હૂડને સાફ કરવા માટે બેકિંગ પાવડર અને વિનેગરની પેસ્ટ થોડા સમય માટે લગાવી દો પછી તેને ભીના કપડાથી લુછી લો.

રસોડા માટે ચીમની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના દ્વારા ધુમાડો અને તેલના કણો બહાર નીકળે છે અને રસોડું સ્વચ્છ રહે છે. આ બધા ઉપાયોનો ઉપયોગ કરો અને તમારા રસોડાની ચીમની એકદમ નવી.કેવી ચીમની ખરીદવી જોઈએ?ભારતીય ભોજનમાં મસાલા અને તેલનો ઉપયોગ ઘણો વધુ થાય છે, તેથી એવી ચીમની ખરીદો જેમાં ગંઘ શોષણ કરવાની ક્ષમતા વધુ હોય.ચીમનીમાં લાગેલી મોટરમાંથી જો અવાજ આવે છે, તો આ અવાજને દુર કરવા માટે સાયલન્ટ કીટનો ઉપયોગ કરી શકાય છે.ઓટો ક્લીન ચીમની સુવિધા વાળી જ લો. આ સુવિધાની મદદથી જે ચીકાશ ફિલ્ટર શોષી લે છે, તે ચીકાશ 15-20 મિનિટમાં ઓગળીને જાતે જ સ્વચ્છ થઇ જાય છે.

ઓવન કે માઇક્રોવેવની સફાઈ કેવી રીતે કરવી?ઓવન કે માઇક્રોવેવને સારી રીતે સ્વચ્છ ફક્ત હાથથી કરી શકાય છે. રેક્સ, જાળી અને ટીનને ઓવન માંથી કાઢીને સોડાના સોલ્યુશનમાં ડુબાડી રાખો. તમે જોશો કે ચીકાશ, ડાઘ ધબા બધું બે સેકંડમાં દુર થઈ જશે. પછી તેને સોલ્યુશનમાંથી કાઢીને ઠંડા પાણીથી ધોઈ લો અને સૂકા કપડાથી સાફ કરી લો.એક સ્પ્રેની બોટલમાં બેકિંગ સોડા, પાણી અને લીંબુ નાખો. હવે તેને ઓવનની અંદર છાંટીને કપડાથી સાફ કરો. લીંબુ ઓવનને સુગંધિત બનાવે છે.

એક જૂના બ્રશને સાબુના સોલ્યુશનમાં બોળીને વાપરી શકો છો. આની મદદથી, તમે અંદર છુપાયેલા ડાઘ ધબ્બા સરળતાથી સાફ કરી શકો છો. ત્યાર પછી ઓવનને ખુલ્લું છોડી દો, જેથી તેની ગંધ બહાર નીકળી શકે.તેમાં વપરાતા વાસણોને તમે આમલીના ગરમ પાણીમાં બોળીને રાખી શકો છો. આમલીમાં રહેલુ હળવું એસિડ જંતુઓ અને બેક્ટેરિયાને મૂળમાંથી મારી નાખે છે. તેનાથી વાસણ ચમકી ઉઠશે.

પાણીમાં વિનેગર ઉમેરીને કપડાની મદદથી ઓવનના દરવાજા સાફ કરવા જોઈએ.સૌથી પહેલાં માઇક્રોવેવને સાફ કરવા માટે અડધી વાટકી પાણી લો.તેમાં એક માઇક્રોવેવ સાફ કરવા માટે એક ચમચી વિનેગર પાણીમાં નાંખીને મિક્સ કરો.આ વાટકીને માઇક્રોવેવમાં મૂકો, અને માઇક્રોવેવ ઓન કરી દો.માઇક્રોવેવ ઓન કરવાની સાથે ટાઇમરની મદદથી ૫ મિનિટનો ટાઇમિંગ સેટ કરો.આમ, કરવાથી માઇક્રોવેવમાં મૂકેલું પાણી અંદરના સ્તરને વરાળ દ્વારા સાફ કરે છે, જો હાઇ પાવરનું માઇક્રોવેવ હોય તો ૫ મિનિટથી પણ ઓછા સમયમાં સાફ થઇ શકે છે.ત્યારપછી માઇક્રોવેવ ઓફ કરી દો, અને વાટકીને માઇક્રોવેવમાંથી બહાર કાઢી લો. તમે માઇક્રોવેવનો અંદરનો ભાગ વરાળ દ્વારા ચોખ્ખો જોઇ શકશો.ત્યાર બાદ અંદરના ભાગને પેપર ટોવેલની મદદથી લૂછી લો.

એક વાસણમાં ફુદીનાના પાનને પાણીમાં નાખીને ઓવનમાં મૂકી દો અને ઓવનને 10 થી 15 મિનિટ સુધી ચાલવા દો. ત્યાર પછી ફુદીનાના પાંદડાને ઓવનમાં એક કલાક સુધી એમ જ રહેવા દો. તેનાથી ઓવનમાં ગંધ પણ આવશે અને સાફ પણ થઈ જશે.ઇન્ડક્શન કૂકર અથવા કૂકટોપને કેવી રીતે ચમકાવવુંઇન્ડક્શન કૂકર અથવા કૂકટોપ ઉપર ખાવાના કણ પડવાથી તેને કપડાથી સાફ કરી શકાય છે.પરંતુ જો તેમાં વધુ તેલ લાગેલું હોય ,તો તેની ઉપર લીંબુ નીચોવી દો, ઉપરથી મીઠું ફેલાવી દો અને તેને કોઈ કપડાથી ઘસીને સાફ કરી લો.તમે ઉપર જણાવેલ સ્પ્રેથી કૂકટોપને સાફ કરી શકો છો

About bhai bhai

Check Also

ભારતનાં આ રાજ પરિવાર સાથે છે 40 હજાર કરોડની મિલકત,400 રૂમનોતો ખાલી મહેલજ છે, જુઓ તસવીરો……..

ભારત નું ખુબ સુરત રાજ્ય મધ્યપ્રદેશ નું નામ સંભાળતા, પ્રાચીન વારસો, મંદિરો અને તળાવો અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *