Breaking News

ઘણી મેહનત કર્યા પછી પણ નથી બચતા પૈસા તો આ પ્રમાણે કરો આ ઉપાય થશે ધન લાભ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે ત્યાં કહેવત છે કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથાલાલ. પૈસા હોય તો સમાજમાં માનમોભો વધી જાય છે. પૈસાની બચત કરવી પણ એક ટેલેન્ટ છે, જે તમામ લોકો નથી કરી શક્તા. કેટલાક લોકો એવા હોય છે, જે પૈસા કમાવવામાં નિષ્ણાત હોય છે, અને કેટલાક લોકો બચત કરવામાં હોંશિયાર હોય છે. પરંતુ જે લોકોમાં આ બંને ગુણ હોય તેઓ ખુશકિસ્મત હોય છે.

પૈસા મામલે દરેક વ્યક્તિની પોતપોતાની રીત હોય છે. એક વ્યક્તિ પૈસા બચાવવા માટે જે રીત અપનાવે તે રીત બીજા વ્યક્તિ માટે કામનો ન હોઈ શકે. જો તમે જ્યોતિષમાં વિશ્વાસ રાખો છો તો તમારી રાશિ પ્રમાણે ઉપાય અપનાવીને પૈસા બચાવી શકો છો.

મેષ રાશિના જાતક.આર્થિક નિર્ણય લેવા મામલે મેષ રાશિના લોકો ખાસ સારા નથી હોતા. તેમના માટે શોપિંગ એક મહત્વનું કામ છે, અને તેઓ શોપિંગથી વધુ કંઈ વિચારતા નથી. આવા વ્યક્તિઓએ 24 કલાક સુધી વિચાર કરવો જોઈએ, જેથી જે વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ હોય, તે યથાવત્ હોય તો ખરીદી લો. પરંતુ જો તે સામાન લેવાની ઈચ્છા જતી રહી હોય, તો સમજો કે તે પૈસાનો બગાડ છે. આ રીતે તમે બચત શરૂ કરી શક્શો.

વૃષભ રાશિના જાતક.વૃષભ રાશિના લોકો જવાબદાર, ભરોસો કરવા લાયક હોય છે, તેઓ પોતાની ઈચ્છાઓને લઈ તટસ્થ હોય છે. તેની મદદથી તેઓ સારી બચત કરી લે છે અને ભવિષ્યનું આયોજન પણ. પરંતુ આ રાશિના લોકોને લક્ઝુરિયસ અને મોંઘી વસ્તુઓનો શોખ હોય છે. એટલે જ તેમની બચત ખાસ નથી થતી. તમારે એ યાદ રાખવું જોઈએ કે આજે તમે જે ખર્ચો કરી રહ્યા છો, તે ખર્ચ કરવાની રકમ કાલે તમે બીજી અને સારી જગ્યાએ નહીં ખર્ચી શકો. એટલે લક્ઝુરિયસ વસ્તુઓ લેતા પહેલા બે વાર વિચારો.

મિથુન રાશિના જાતક.મિથુન રાશિના લોકો વિશે અનુમાન લગાવવું અઘરું છે, એટલે જ તેમના ખર્ચા મર્યાદિત નથી હોતા. તેઓ ઘણીવાર એક જવાબદાર વ્યક્તિ તરીકે વર્તન કરે છે, પરંતુ સાથે જ તેઓ બિનજરૂરી ખર્ચ રોકી પણ નથી શક્તા. એટલે બચત કરવા માટે બેસ્ટ ઉપાય છે કે સેવિંગ અને રિટાયરમેન્ટ પ્લાન લો, તેમાં ઓટોમેટિક ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરો.

કર્ક રાશિના જાતક.કર્ક રાશિના લોકો ખૂબ જ મહેનતુ હોય છે, તેઓ બચત અને રોકાણ સારી રીતે કરી શકે છે. આ રાશિના લોકો ઘર, પરિવાર, સુરક્ષા અને સુરક્ષિત ભવિષ્ય વિશે વિચારે છે. એટલે તેઓ બેન્કમાં કેટલીક રકમ જમા કરવા પર ધ્યાન આપે છે. તેમને બચત માટે ખાસ ટિપ્સની જરૂર નથી, પરંતુ તેમણે જાત પર ધ્યાન આપીને પોતાની જાત માટે થોડો ખર્ચ કરવો જોઈએ.

સિંહ રાશિના જાતક.આ રાશિના લોકો મહત્વાકાંક્ષી અને આર્ટિસ્ટ હોય છે. એટલે તેમને પૈસા કમાવવામાં ખાસ મુશ્કેલી નથી પડતી. તેમના માટે બચત એક મુશ્કેલ કામ છે કારણ કે તેઓ નવી સ્ટાઈલ અને ટ્રેન્ડ સાથે અપડેટ રહેવામાં માને છે. જો આ રાશિના લોકોએ પોતાને ગમતી વસ્તુઓ પર જ ખર્ચ કરવો જોઈએ. બાકીની જગ્યા નહીં. આમ કરવાથી તમારા બિનજરૂરી ખર્ચા અટકશે.

કન્યા રાશિના જાતક.કન્યા રાશિના લોકો મહેનતુ, સતર્ક અને પ્રેક્ટિકલ હોય છે. તેઓ પોતાની ખૂબીનો ઉપયોગ આર્થિક નિર્ણય લેવામાં કરે છે. તેમણે પોતાની જિંદગી સહેલી બનાવવા માટે કેટલીક ચીજવસ્તુઓ પર ખર્ચ કરવો જોઈએ. આ રાશિના લોકોએ પોતાની જાત પર ખર્ચ કરતા રહેવું જોઈએ. તેઓ બીજાની મદદ માટે તત્પર હોય છે, પરંતુ તેમાં થોડી સાવચેતી પણ રાખવી જોઈએ.

આ ઉપરાંત તમે આ ઉપાય પણ કરી શકો છો તમારા માંથી ઘણાએ આ વાત પર ધ્યાન આપ્યું હશે કે, તમે પોતાના કાર્યોને પુરી મહેનત સાથે પૂર્ણ કરવાના પ્રયત્ન કરો છો, પણ તમારું નસીબ તમારો સાથ નથી આપતું અને તમારા કાર્યમાં કોઈને કોઈ અડચણ આવતી જ રહે છે. જો તમારી સાથે પણ આજ પ્રકારની સમસ્યા છે, તો આજે અમે તમારા માટે આ લેખના માધ્યમથી અમુક એવા ઉપાય જણાવીશું, જે અજમાવીને તમે પોતાના જીવન માંથી ધન સંબંધિત બધી પરેશાનીઓ દૂર કરી શકો છો.

આવો જાણીએ એ ઉપાયો વિષે.સૌથી પહેલા તો તમે રોજ સવારના સમયે સ્નાન કરતા પહેલા બધા તીર્થો અને પવિત્ર નદીઓનું ધ્યાન કરો. જો તમે આ કામ કરો છો, તો તમને બધા તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. અને સાથે સાથે તમારું દુર્ભાગ્ય પણ સમાપ્ત થઈ જશે. તેમજ જો તમે ઈચ્છો તો તમારા સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો, તે વધારે શુભ માનવામાં આવે છે.

બીજો ઉપાય એ છે કે, તમે સવારના સમયે સ્નાન વગેરે નિત્ય ક્રિયા પુરી કરીને તુલસીના છોડને જળ અર્પિત કરો અને ત્યાં દીવો પ્રગટાવો. અને તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તમે તુલસી માતાના છોડની નિયમિત રૂપે દેખરેખ કરતા રહો, અને તુલસીના છોડની આસપાસ સ્વછતાનું વિશેષ ધ્યાન રાખો. જો તમે આવું કરો તો એનાથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મળે છે.

તેમજ જો તમે સવારના સમયે પોતાની પથારી જલ્દી છોડી દેશો, અને ઉઠતા સમયે સૌથી પહેલા પોતાની બંને હથેળીઓના દર્શન કરશો, અને એની સાથે પોતાના ઈષ્ટ દેવનું મનમાં ધ્યાન કરશો, તો તમને તમારી સમસ્યા દૂર થશે અને તમારું ભાગ્ય પણ ચમકવા લાગશે.તે ઉપરાંત તમે તમારા ઘરના મંદિરમાં સવાર-સાંજ પૂજા કરતા સમયે ઘી નો દીવો અવશ્ય પ્રગટવો. અને એની સાથે કપૂર પણ સળગાવો. તેમજ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તમારા ઘર મંદિરની આસ-પાસ હંમેશા સાફ-સફાઈ રહે.

જાણકારી માટે જણાવી દઈએ કે, તમે સવારના સમયે સ્નાન કર્યા પછી સૂર્ય દેવને તાંબાના લોટાથી જળ અર્પિત કરો. જો તમે સૂર્ય દેવને જળ અર્પિત કરો છો તો એનાથી તમને માન સમ્માનની પ્રાપ્તિ થાય છે. મિત્રો જો તમે તમારા ઘર માંથી કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જાવ છો, તો નીકળતા સમયે દહીં અથવા કંઈક મીઠું ખાઈને જ નીકળો. એ પણ ઘણું શુભ માનવામાં આવ્યું છે. આમ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થવાની સંભાવના વધે છે.

અને અંતમાં જણાવી દઈએ કે, જો તમે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો, અથવા શનિ ગ્રહ તરફથી શુભફળ પ્રાપ્ત કરવા માંગો છો, તો એના માટે દર શનિવારે એક વાટકી તેલ લો અને એમાં પોતાનો ચહેરો જુઓ, અને આ તેલ કોઈ નિર્ધનને દાન કરી દો. એનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિદેવ તમારા જીવનમાં ખુશીઓ લાવે છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *