Breaking News

ઘરમાં આ જગ્યાએ લટકાવીદો કપડામાં ફટકડી,થવાં લાગશે રૂપિયાનો વરસાદ,જાણીલો ફટાફટ…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે ફટકડી વિશે જાણીશું, ફટકડી એક પ્રકારનું ખનિજ છે જે પહાડો પરથી પ્રાપ્ત થાય છે. ફટકડી ઔષધીય રૂપમાં પણ વપરાશ કરવામાં આવે છે. ઔષધિના રૂપમાં તેનો વપરાશ કરવા સિવાય પણ જ્યોતિષમાં તેનાથી જોડાયેલ કેટલાક ઉપાય પણ બતાવવામાં આવ્યા છે. આ ઉપાયોને અપનાવવાથી વાસ્તુ દોષને પણ દૂર કરવા સિવાય ઘણી પરેશાનીઓને પણ દૂર કરવામાં આવી શકે છે. તો આવો તમને જણાવી દઈએ કે, ફટકડી સાથે જોડાયેલ કેટલાક એવા ઉપોય વિશે જેનાથી ઘરમાં સુખ-શાંતિનું આગમન થાય છે.

નકારાત્મક ઉર્જાને પોતાની અંદર શોષવાના ગુણધર્મો:- જો તમારા ઘરની આસપાસ ખંડેર જેવું મકાન અથવા સ્મશાનગૃહ છે અને તમારા ઘરની બારી અને દરવાજા તે દિશામાં ખુલે છે અથવા તમારી બાલકનીની સામે આવે છે તો આ શુભ નથી. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ મીઠું અથવા ફટકડી પોતાની અંદર નકારાત્મકતાને ગ્રહણ કરવાનો ગુણધર્મો ધરાવે છે. તમારા ઘરમાં નહાવાની જગ્યાના સ્થાનમાં એક બાઉલ ફટકડીને ભરી રાખો અને દર મહિને તેને બદલતા રહો. આમ કરવાથી ઘરમાં આવતી નકારાત્મકતાની સાથે હવામાં રહેલા જંતુઓનો પણ નાશ થાય છે.

ફટકડીના ટુકડાને સંભાળીને રાખો તમારી પાસે:- જો તમે વારંવાર નોકરી અથવા ઈન્ટરવ્યૂ આપી રહ્યા છો અને પૂર્ણ મેહનત કર્યા બાદ પણ તમને સફળતા નથી મળી રહી તો. નવમીના દિવસે ફટકડીના 5 ટુકડા અને 6 વાદળી રંગના ફુલ દેવીમાંને અર્પિત કરી દો. વાસ્તુ પ્રમાણે આ ફૂલોને વહેજા જળમાં પ્રવાહિત કરી દો અને ફડકડીના ટુકડાને સંભાળી તમારી પાસે રાખી લો. જ્યારે તમે ઈન્ટરવ્યૂ દેવા અથવા કોઈ જરૂરી કામથી બહર જઈ રહ્યા છો તો, તે ટુકડાને પોતાની પાસે રાખી લો. તેનાથી સફળતા મળશે.

કાળા કપડામાં ફટકડીને બાંધી લટકાવી દો:- જો તમે કોઈપણ કારણ વગરના કર્જથી પરેશાન છો તો વાસ્તુ પ્રમાણે એક પાનના પાંદડા પર થોડી ફટકડી અને સિંદુર લઈને તેને ઘરના મંદિરમાં રાખી દો. પૂજા કરતા સમયે ફટકળીની પણ પૂજા કરો. આવુ કરવાથી કર્જમાંથી પણ મુક્તિ મળે છે. બિઝનેસમાં પણ લાભ માટે કાર્યસ્થળ અથવા દુકાનના દરવાજા પર કાળા કપડામાં ફટકળી બાંધી લટકાવી દો. આવુ કરવાથી ઘરમાં બરકત આવે છે અને ભંડોળની અછત થતી નથી.

શનિવારના દિવસે ફટકડીના એક ટુકડાને લાલ કપડામાં બાંધી લો ત્યારબાદ તેને ઘરના મંદિરમાં રાખી લક્ષ્મીજીનું અને કુલદેવીનું સ્મરણ કરવું અને તેમની પૂજા કરવી તથા ઘરમાં સુખ-સમૃધ્ધિ માટે પ્રાર્થના કરવી. હવે લાલ કપડામાં બાંધેલા ફટકડીના ટુકડાને ઘરના દરવાજામાં એવી જગ્યા રાખી દો કે જ્યાં કોઇની નજર ના પડે. યાદ રાખજો કે એ કપડામાં બાંધેલી ફટકડી કોઈ વ્યક્તિને દેખાય નહીં એવી જગ્યાએ જ દરવાજામાં રાખશો તો જ અસર થશે.

આ ઉપાય કર્યા બાદ થોડા દિવસોમાં જ તમે જાતે પરિવર્તનનો અનુભવ કરી શકશો. તમારા જીવનમાં રહેલી તકલીફો દૂર થવા લાગશે, નકારાત્મક વિચારો તમારાથી દૂર થતાં જણાશે. તમારા અટવાયેલા નાણાં પરત આવવા લાગશે. લક્ષ્મીજીની કૃપા તમારા પર આવવા લાગશે અને તમારી દરેક સમસ્યાથી તમને છુટકારો મળી જશે.

આ ઉપરાંત તમારા ફટકડીના આરોગ્ય વિષયક ફાયદા ઘણા બધા છે. ફટકડીને એન્ટિ બેક્ટેરિયલ કહેવાય છે. આયુર્વેદમાં તેના ઘણા ફાયદા અને ઉપયોગ દર્શાવવામાં આવ્યા છે. જેવા કે, ઘા પડવો, ઇજા થવી, ચામડીનું બળી જવું, દાંતનો દુખાવો વગેરે માટે ફટકડી ઘરમાં હાથવગી જ રાખવી જોઈએ. જુઓ કઈ સમસ્યામાં કઈ રીતે કરશો ફટકડીનો ઉપયોગ.

જે લોકોને શરીરથી વધુ પરસેવો આવવાની સમસ્યા હોય તે લોકો નહાતી વખતે પાણીમાં ફટકડીને નાખીને નહાવાથી પરસેવો આવવો ઓછો થાય છે. શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો અને હવે આ પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.

જો વાગ્યુ હોય તો અને લોહી નીકળતુ હોય તો ઘા ને ફટકડીના પાણીથી ધૂઓ અને ઘા પર ફટકડીનું ચૂરણ લગાવીને છાંટવાથી લોહી નીકળવુ બંધ થઈ જાય છે. ફટકડી અને કાળા મરી વાટીને દાંતોની જડમાં ઘસવાથી દાંતોની પીડામાં લાભ થાય છે. સેવિંગ કર્યા પછી ચેહરા પર ફટકડી લગાવવાથી ચેહરો મુલાયમ થાય છે.

અડધો ગ્રામ વાટેલી ફટકડીને મધમાં મિક્સ કરીને ચાટવાથી દમો અને ખાંસીમાં ખૂબ લાભ મળે છે. સેકેલી ફટકડી 1-1 ગ્રામ સવાર સાંજ પાણી સાથે લેવાથી લોહીની ઉલ્ટી બંધ થઈ જાય છે. દાંતના દુખાવાથી બચવા માટે ફટકડી અને કાળા મરીને વાટીને દાંતોની જડમાં ઘસવાથી દાંતનો દુખાવો ઠીક થઈ જાય છે.

ફુલાયેલી ફટકડીને એક તોલા અને સાકરને બે તોલા બારીક વાટીને રાખી લો. એક એક માશા રોજ સવારે ખાવાથી દમાનો રોગમાં લાભ થાય છે. રોજ બંને ટાઈમ ફટકડીને ગરમ પાણીમાં મિક્સ કરીને કોગળા કરો. તેનાથી દાંતના કીડા અને મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે. દોઢ ગ્રામ ફટકડી પાવડરને ફાંકીને ઉપરથી દૂધ પીવાથી વાગવાના થનારા દુખાવો દૂર થઈ જાય છે.

ટાંસિલની સમસ્યા થતા ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠુ નાખીને કોગળા કરો. તેનાથી ટાંસિલની સમસ્યામાં જલ્દી આરામ મળી જાય છે. ઝાડાની પરેશાની બચવા માટે થોડી ફટકડીને ઝીણી વાટીને સેકે લો અને હવે આ સેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવાથી લોહીના ઝાડા બંધ થઈ જાય છે.

એક લીટર પાણીમાં 10 ગ્રામ ફટકડીનુ ચૂરણ મિક્સ કરી લો. આ પાણીથી રોજ વાળ ધોવાથી જુ મરી જાય છે. મધમાં ફટકડી નાખીને આખો ધોવાથી આંખોની લાલાશ સમાપ્ત થઈ જાય છે. દસ ગ્રામ ફટકડીના ચૂરણમાં પાંચ ગ્રામ સંચળ નાખીને મંજન બનાવી લો. આ મંજનનો પ્રયોગ રોજ કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. કાનમાં ફોલ્લી અથવા પરૂ થયો હોય તો એક પ્યાલીમાં થોડી ફટકડીને વાટીને પાણી નાખીને મિક્સ કરો અને પિચકારી દ્વારા કાન ધોઈ લો.

About bhai bhai

Check Also

જીવનમાં ક્યારેય ધનની કમી નહી થાય સવારે ઉઠતાની સાથે કરો આ કામ થશે ધનનો વરસાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આર્થિક સંપન્ન હોવાથી જીવન જીવવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *