Breaking News

ઘરમાં ભૂલથી પણ ના કરો આ કામ નહિંતો તો થઈ જશો કંગાલ, ક્યારેય નહીં બનો ધનવાન.

રૂપિયા એ સૌથી અગત્યની વસ્તુ છે. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ રૂપિયા વગર તદ્દન અધૂરો છે. દરેક માણસ રૂપિયા કમાવા માટે રાત દિવસ સતત મહેનત કરે છે. પરંતુ ઘણા લોકોને ખૂબ મહેનત કરવા છતાં સફળતા મળતી નથી. પરંતુ શાસ્ત્રોમાં ઘણા એવા ઉપાયો બતાવેલા છે. જેના દ્વારા તમે તમારી કિસ્મત ચમકાવી શકો છો. આજના સમયમાં દરેક માણસ વધુ ને વધુ પૈસા કમાવા માગે છે જેથી તે માણસ પોતાના પરિવારના તમામ સ્વપ્ન પૂરા કરી શકે. અને જરૂરિયાતો પણ પૂરી કરી શકે.

આથી તદ્દન વિપરીત ઘણા લોકો એવા પણ હોય છે કે જે થોડી એવી પણ મહેનત કરતા નથી પરંતુ તે પોતે વધારે નાણાં કમાતા હોય છે. તો આ વસ્તુ માં તે લોકોને તેનું નસીબ સાથ આપે છે. હાલના સમયમાં પરમા વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ વધી ગયું છે. જો તમે વાસ્તુશાસ્ત્રના ધ્યાનમાં લઇ ને બધા કામ કરો તો તમારે તમારું ભાગ્ય અથવા નસીબ બદલાવી શકે છે.

ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં એવા કેટલાય ઉપાયો સુચવવામાં આવ્યા છે જેના દ્વારા કેટલાય પ્રશ્નોનું નિરાકરણ શક્ય બને છે. કેટલીક વાર પોતાના ઘરમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી. કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સફળતા આંગણે આવી ઉભી રહી છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ બાબતોનું અચુક ધ્યાન રાખવુ જોઇએ.વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણી અને ડસ્ટબિન ક્યારેય ખુલ્લા ના રાખવા જોઇએ. તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

ખુલ્લુ પડેલ ઘરનું માળીયુ સકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. જેનાં કારણે વ્યક્તિને કેટલીય તકલીફો માંથી પસાર થવું પડે છે. ભુલથી પણ બેડરૂમમાં સુવાની જગ્યા સામે અરીસો સામે ના રાખવો જોઇએ. અરીસો આ રીતે રાખવાથી પતિ અને પત્નીના સંબંધો બગડે છે. અને ઘર પર આર્થિક સ્થિતી પર ખરાબ અસર પડે છે.

કોઇપણ રૂમમાં બીમની નીચે પલંગ ના રાખવો જો આવુ થશે તો ઘરના સભ્યો વચ્ચે તણાવ વધવાની શક્યતા રહે છે. ઘરમાં રહેલ બાથરૂમ ક્યારેય ખુલ્લુ ના રાખવુ જોઇએ.ખુલ્લા રહેલા બાથરૂમમાંથી નકારાત્મક ઉર્જા વધે છે. ઘરની તિજોરી ક્યારેય ખુલ્લી ના રાખવી જોઇએ આમ થવાથી ધનની અછત થાય છે. અને ગરીબી આવે છે.

ઘરના ઈશાન ખૂણો (પૂર્વ-ઉત્તર દિશા)ને ખાલી રાખો અને સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. બની શકે તો, પૂજા ઘર બનાવો. તેનાથી ઘરના એવા દોષ ખતમ થઈ જશે જે પૈસાને રોકે છે.ઉત્તર-પૂર્વ દિશામાં કોઈપણ નકારાત્મક વસ્તુ જેમ કે, બુટ, ચપ્પલ ન રાખો. તેનીથી ઉત્તર પૂર્વ દિશામાં દોષ ઉત્પન્ન થઈ જાય છે.

આ ક્ષેત્રમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. અહીંયાથી કોસ્મિક ઉર્જાનું નિર્માણ થાય છે. જેનાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. ધ્યાન રહે કે, ઉત્તર-પૂર્વ દિશાનું ખુલ્લુ હોવાની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે, જેમાં કોસ્મિ કિરણોનો ઉદય અને પ્રવાહ સારી રીતે સંભવ થઈ શકે છે.

ઉતર-પૂર્વ ભૂમિ તત્વની દિશા છે. જે વ્યક્તિઓની જન્મ તિથિમાં 2,5 અને 8 અંક ન હોય તે હાડકાના રોગથી ગ્રસ્ત થઈ શકે છે. આવા વ્યક્તિઓને ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્વિમ ઝોનમાં પીળો રંગ કરાવવો જોઈએ.પૂજા સ્થળને ઘણા લોકો રસોડામાં બનાવી દે છે. એવું ન કરો. પૂજા સ્થળ રસોડાથી બરાબર વિપરીત પણ ન બનાવો. ઘણા ઘરોમાં કિચનમાં જ ડસ્ટબીન અને બાકીનો કચરો રહેવા દેવામાં આવે છે. એવામાં ભગવાનને ત્યાં રાખવા યોગ્ય નથી હોતું. સાથે જ રસોઈ બનાવતા દરમિયાન ધુમાડો પણ મંદિર સુધી પહોંચશે.

કોઈની પણ કુંડલીમાં જો ગુરુ શુભ પ્રભાવામાં નથી અને તમારા ઉત્તર-પૂર્વ ઝોનમાં વાસ્તુ દોષ છે તો, આવા વ્યક્તિઓને પાચન તંત્ર સંબંધી, ગોલ બ્લેડર, રક્ત ચાપ, પીલિયા વગેરે રોગ થવાની આશંકા હોય છે.ઘરમાં જો સ્થાનની અછત ન હોય, તો અલગથી પૂજા કક્ષનું નિર્માણ કરો. પૂજા કક્ષનાં દ્વારનું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઇએ. દંપતિઓનાં કક્ષામાં પૂજા કક્ષ નહીં બનાવવુંજોઇએ. એવું માનવામાં આવે છે કે જો આપ શારીરિક સંબંધો ઘરનાં બાકીનાં સભ્યો સમક્ષ નથી બાંધતા, તો ઈશ્વર સામે પણ આવું ન કરો. આ જ કારણ છે કે પૂજા સ્થળોમાં પણ મંદિર સંકુલની અંદર બેડરૂમ નથી હોતાં.

જો આપ બે માળની ઇમારતમાં રહો છો, તો પોતાનું પૂજા કક્ષ એ રીતે બનાવો કે ઉપરના માળે તેની ઉપર બાથરૂમ કે લૅટ્રિન ન હોય. મંદિર એક પવિત્ર સ્થળ હોય છે, તેનો પુરતો ખ્યાલ રાખો.ઘણા લોકો એવા મંદિરો ધરાવે છે કે પૂજા કર્યા બાદ તેને લૉક કરી શકે. એવું ક્યારેય ન કરો. મંદિર પૂજા માટે હોય છે, નહિં કે ભગવાનને અંદર બંધ રાખવા માટે. મંદિરને ખુલ્લું રહેવા દો. તેનાથી ઘર અને તે સ્થળે હકારાત્મક એનર્જીનો પ્રવાહ થાય છે.

આપ દરરોજ સ્નાન કરો છો, તો મંદિર દરરોજ કેમ સાફ નથી કરી શકતાં. ઘરનાં અ્ય ભાગોની જેમ મંદિરની સફાઈ પણ દરરોજ કરો. દરેક મૂર્તિ અને તસવીર સાફ કરો. તેનાથી આપને જ સારૂં અનુભવાશે.મંદિરમાં માત્ર ભગવાન હોય છે. ત્યાં ભૌતિકવાદિતાને કોઈ સ્થાન નથી હોતું, પરંતુ ઘરોમાં આપણે પારિવારિક જીવન જીવીએ છીએ, તેથી બહુ વધારે મૂર્તિઓ કે તસવીરો રાખવાની જરૂર નથી. ઘર પર કેટલીક મર્યાદિત મૂર્તિઓ અને તસવીરો જ રાખવી.

ઘણા લોકોનું માનવું છે કે ત્રણેયની મૂર્તિઓ આપ રાખી શકો છો, પરંતુ ઘણી વખત પુજારીઓ તથા વિદ્વાનો દ્વારા આ ત્રણેય દેવીઓની મૂર્તિઓ એક સાથે રાખવાની મનાઈ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ખરાબ અસર થાય છે અને આરોગ્ય પર ખરાબ અસર પડે છે. ગણેશજી સાથે લક્ષ્મીજીનું પૂજન દિવાળીએ થાય છે, તો આ રીતે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે. હા, ગણેશજીની મૂર્તિને ઘરમાં કોઈ પણ સ્થળે આરામથી રાખી શકો છો.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દોડતા ઘોડાની તસવીર ઘરમાં લગાવવી જરૂરી છે. કારણ કે આ તસવીર સફળતાને ગતિ આપે છે.સાત દોડતા ઘોડા પ્રગતિ મેળવવા માટે લાભદાયી બને છે. આ સાથે જ સાતનો અંક શુભ માનવામાં આવે છે.સાતનો અંક ઈન્દ્રધનુષના સાત રંગ, સપ્ત ઋષિ, લગ્નના સાત ફેરા, સાત જન્મ સાથે જોડાયેલો છે. આથી જ આ અંકને પ્રાકૃતિક તથા સાર્વભોમિક માનવામાં આવ્યો છે.આ પ્રકારની તસવીર ઘરમાં ગમે ત્યાં લગાવી શકાય પરંતુ પૂર્વ દિશમાં લગાવવામાં આવે તો વધુ ફાયદો મળે છે.આ તસવીર ઘરમાં લગાવતા જ સારી નોકરી, નોકરીમાં પ્રમોશન તથા સમાજમાં માન-મોભો વધે છે. આટલું જ નહીં ધનના યોગ પણ બને છે.

આ તસવીરથી ઘરમાં પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. જે સફળતાની ગેરંટી છે.ધ્યાનમાં રાખો કે એકલા ઘોડાની તસવીર ના લગાવો. આ તસવીર ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.સાત ઘોડાની તસવીર તમારા કરિયરમાં ગ્રોથ લાવે છે.. આટલું જ નહીં ભણતા બાળકોના રૂમમાં લગાવવામાં આવે તો પણ ફાયદો થાય છે.જો તમે ઓફિસ કે તમારા કાર્ય સ્થળ પર સાત ઘોડાની તસવીર લગાવી શકો તો સુખ-શાંતિ તથા સમૃદ્ધિ મળી શકે છે.યાદ રાખો કે સફેદ ઘોડાની તસવીર વધુ શુભ છે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *