Breaking News

ઘરમાં નથી રહેતું ધન તો આજેજ જાણીલો આ ખાસ ઉપાય.

આ સંસારમાં દરેક ને વધારે ધનની ઈચ્છા રહે છે. વ્યક્તિ દિવસ રાત મેહનત કરીને વધારે ધનની ઈચ્છા કરે છે પરંતુ તેની આ ઈચ્છા સરળતાથી પુરી થતી નથી, ઘણીવાર જોયું છે કે વ્યક્તિ સખત મહેનત કર્યા પછી ધનની પ્રાપ્તિના માર્ગમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, આવામાં તમે જ્યોતિષ શાસ્ત્ર માં બતાવ્યા ઉપાય નો ઉપયોગ કરી શકો છો.

ટોટકાનું નામ સાંભળતા જ કેટલાંક લોકોને ડર લાગવા લાગે છે. તેમને એમ લાગે છે કે દરેક ટોટકામાં કોઈ પશુ-પક્ષીની બલિ આપવામાં આવતી હશે અથવા તો ટોટકામાં કોઈ ક્રૂર કર્મ કરવામાં આવતું હશે. જોકે, આ વાત સાચી નથી. ટોટકા કે ઉપાયમાં નાના-નાના તથા સામાન્ય બાબતો કરવાની હોય છે, જે સારું પરિણામ આપે છે. આજે અમે તમને ધન પ્રાપ્તિના કેટલાંક સામાન્ય ઉપાયો બતાવીશું, જેથી ઘરમાં ધન ભંડાર ભરેલો રહેશે.

ઘરમાં હંમેશના માટે ધન રહે તે માટે આ ઉપાયો અજમાવવા જોઈએ ઘરની વડીલ મહિલાએ સૂર્યોદય પહેલાં ઉઠીને રોજ તાંબાના લોટમાં જળ ભરીને ઘરના મુખ્ય દ્વાર પર છાંટવું. આમ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે અને ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી.બુધવાર એ લક્ષ્મીજીના આગમનનો દિવસ છે. આ દિવસે કોઈને ધન આપવું નહીં. માલ કે રોકડ ઉધાર આપવી નહીં. આમ કરવાથી ધન આવવામાં અડચણ આવે છે.

દર અમાસે લાભ ચોઘડિયામાં લક્ષ્મી પૂજન કરવામાં આવે તો લક્ષ્મી અતિ પ્રસન્ન રહે છે અને અચૂકથી ધન લાભ થાય છે.ગુરુવારના દિવસે જો તમને અચાનક વધુ માત્રામાં ધન પ્રાપ્તિ થાય તો તેમાંથી 15, 30, 45 કે 60 રૂપિયાનું એક કવર બનાવીને મંદિરમાં રાખવું.દુકાન કે ઘરની બહાર નીકળતા સમયે ક્યારેય ખાલી ખિસ્સા રાખીને ના નીકળવું. જ્યારે પણ ઘર કે દુકાનની બહાર નીકળો ત્યારે થોડા રૂપિયા અચૂકથી રાખવા.જો કોઈને ઉધાર પૈસા ચૂકવવાના હોય તો મંગળવારના દિવસે પૈસા આપવાની શરૂઆત કરવી. આનાથી દેવું કે ઉધારી જલ્દી ઉતરશે.

તેમાં કોઈ બે મત નથી કે ઘરની આર્થિક સ્થિતિ આપણા ધંધા અને નોકરી ઉપર જ આધાર રાખે છે, પરંતુ તે જરૂરી નથી કે તમારી તમામ જરૂરિયાત તમારી નોકરી માંથી પૂરી થઇ જ જાય. તેવામાં જ્યોતિષશાસ્ત્ર મુજબ કહેવામાં આવે છે કે જો તમે દરરોજ ચકલીઓને ૭ અલગ અલગ પ્રકારના અનાજ નાખો છો, તો એમ કરવાથી તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતી મળે છે.

જો તમારા કુટુંબમાં સુખ-સમૃદ્ધી આવે છે પરંતુ ટકી નથી શકતી તો આ સમસ્યાનો સામનો કરવા માટે પીપળાના વૃક્ષના થડમાં એક લોખંડના વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ આ બધી વસ્તુ ભેળવીને નાખી દો. એમ કરવાથી ધનની દેવી માં લક્ષ્મી તમારા ઘરમાં પોતાનો નિવાસ જાળવી રાખે છે અને તમારું ઘર દરેક પ્રકારની સુખ સુવિધાઓથી ભરાઈ જાય છે.

હંમેશા એવું જોવામાં આવે છે કે તમે મહેનત તો ઘણી કરો છો, પરંતુ તમને તેનું યોગ્ય ફળ નથી મળી શકતું એટલે તમે હંમેશા ચિંતિત અને દુઃખી રહો છો, ક્યારે ક્યારે તમારે ઘણા ખોટા ખર્ચા પણ કરવા પડે છે. જેથી તમારા ધનની હાની પણ થાય છે. આ સ્થિતિથી બચવા માટે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર રવિવારના દિવસે ગુલાલ છાંટવું જોઈએ.એમ કરવા સાથે તમે ત્યાં બે મુખ વાળો દીવો પણ જરૂર પ્રગટાવો. આમ તો આટલું કર્યા પછી તે વાતનું ખાસ ધ્યાન રાખો કે જયારે દીવો ઓલવાઈ જાય તો તેને વહેતા પાણીમાં પધરાવી દો. એમ કર્યા પછી તમે ખોટી ધન હાની માંથી છુટકારો મેળવી શકશો.

કોઈ પણ વ્યક્તિના જીવનમાં સમસ્યાનું હોવું સામાન્ય વાત છે પરંતુ તેનું સમાધાન થવું પણ જરૂરી છે. આમ તો સમસ્યા ઘણા પ્રકારની હોય છે પરંતુ આર્થિક સમસ્યા ઘણા દુઃખદાયક હોય છે. તે જયારે પણ આવે છે ઘણા દુઃખ આપે છે. આમ તો તેનો ઉકેલ લાવવા માટે ઘણી જ જરૂરી છે કે તમે જ્યોતિષ વિદ્યા દ્વારા જણાવવામાં આવેલા આ ઉપાય કરી લો. તે મુજબ જો તમે એક સોનાનો સિક્કો અને મોર પીંછ તમારા ઘરના ઉમરા ઉપર રાખો છો અને કુતરાને દૂધ પિવરાવો છો, તો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઘણો જલ્દી સુધારો આવવા લાગે છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ઢગલાબંધ ધનલાભ થાય, જેથી તે દરેક પ્રકારની સુખ સુખ સુવિધાઓ ભોગવી શકે . તેના માટે તમારે થોડા ઉપાય કરવાના રહેશે જે આ પ્રકારના છે. સૌથી પહેલા તમે એક માટીનો ઘડો લો અને તેને લાલ રંગમાં રંગી દો. ત્યાર પછી તેના મુખ ઉપર મૌલી બાંધીને તેમાં નારીયેલ મૂકી દો અને પછી તેને ઘરની નજીક કોઈ વહેતા પાણીમાં પધરાવી દો.

આ ઉપાય કરવા સાથે સાથે તમે માં લક્ષ્મીની તસ્વીર સામે ૯ જ્યોત વાળો ઘીનો દીવડો પણ પ્રગટાવો. એમ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે અને જીવનમાં ધનના લાભ પણ થવા લાગશે.જો તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો તમે મોતી શંખના ચૂર્ણને પાણીમાં મેળવીને માં લક્ષ્મીજીને નિયમિત રૂપે સ્નાન કરાવો, જો તમે આ ઉપાય કરો છો તો તમને જલ્દી ધન સંપત્તિથી છુટકારો મળી જશે. ધન પ્રાપ્ત કરવા માટે તમે દરરોજ તમારા ઘરના દરવાજા આગળ સરસવના તેલનો દીવો કરો, જ્યારે તે દીવો ઓલવાઈ જાય તો વધેલા તેલને પીપળાના ઝાડ પર અર્પિત કરી દો.

જો તમે તમારી મનોકામના પુરી કરવા માંગો છો તો આ જ્યોતિષ ઉપાય જરૂર કરો,અચાનક ધન પ્રાપ્તિ માટે બર્ગદ ના ઝાડની ઝટા પર ગાંઠ બાંધી દો જ્યારે તમને ધનની પ્રાપ્તિ થઈ જાય તો આ ગાંઠને ખોલી દો.માતા લક્ષ્મીજી ને ધનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમની કૃપા દ્રષ્ટિ કોઇ વ્યક્તિ પર હોઈ તો તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં ધનથી જોડાયેલી સમસ્યાઓ ઉતપન્ન થતી નથી, ઉપરોક્ત જ્યોતિષ ઉપાય બતાવ્યા છે, તમે આ ઉપાયો ને કરીને અચાનક ધનની પ્રાપ્તિ કરી શકો છો, આ ઉપાયો ને કરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા બની રહેશે અને ધન લાભના માર્ગ મળશે.

ઘરની સામે ક્યારેય પણ કાંટા વાળા છોડ અથવા દૂધ નીકળતો છોડ ન લગાવવો જોઈએ. એનાથી પરિવાર ના સદસ્યો ની વચ્ચે પણ મતભેદ વધે છે.ઘરની સામે જો ગંદુ પાણી જમા થતું હોય તો જલ્દી જ એને દુર કરાવવું જોઈએ. ક્યારેય પણ ઘરની સામે ગંદુ પાણી જમા થવું ન જોઈએ. ઘર ની સામે ગંદુ પાણી જમા થવાથી ધન અને માન સન્માન માં ખામી આવે છે.મુખ્ય દરવાજા ની સામે અને આસપાસ પથ્થરો નું જમા થવું પણ વાસ્તુ વિજ્ઞાન અનુસાર અનુકુળ માનવામાં આવતું નથી. એનાથી જીવન માં તરક્કી ની દોડ ઓછી થઇ જાય છે. એટલા માટે ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજા સામે પથ્થરો નો ઢગલો પડેલો ન હોવો જોઈએ.

ઘરની આગળ કચરાપેટી રાખવી વાસ્તુ માં અશુભ માનવામાં આવ્યું છે. એનાથી પરિવાર ના સદસ્યો ને ગંભીર બીમારીઓ થવા લાગે છે અને ઘર માં કંગાળી ઘર કરવા લાગે છે. જેથી ક્યારેય કચરાપેટી ને ઘરની આગળ ન રાખવી જોઈએ.વાસ્તુ શાસ્ત્ર મુજબ વીજળી ના થાંભલા ઘર ના મુખ્ય દ્વાર ની સામે ન રાખવા જોઈએ, જો ઘરનું મુખ્ય દ્વાર સામે વીજળી ના થાંભલા હોય તો તે ઉન્નતી માં બાધા લાવી શકે છે એવું માનવામાં આવે છે.

ઘરની આગળ વધારે પડતા મોટા વૃક્ષ ન હોવા જોઈએ. એનાથી ઘર માં સકારાત્મક ઉર્જા ઓછી આવે છે અને કામ માં વારંવાર અસફળતા મળે છે. જેથી ઘરમાં કંગાળી આવી શકે છે. એટલા માટે એ ખાસ ધ્યાન માં રાખવું કે ઘર ની આગળ વધારે મોટા ઝાડ ન હોય.ઘરની આગળ થી વેલ નું ઉપર ચડવું શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ વિજ્ઞાન અનુસાર એનાથી વિરોધીઓ અને શત્રુઓ ની સંખ્યા વધે છે, જેના કારણે ઉન્નતી માં બાધા આવે છે.

એટલા માટે વેલનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે ઘર ની આગળથી ઉપર ના ચડે.વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો ઉમરો એટલે કે તે ઘર ના મુખ્ય દ્વાર થી ઉંચી સડક નો હોવો કષ્ટકારી હોય છે, જેનાથી ઘર માં રહેતા લોકો ના સ્વાસ્થ્ય માં ઉતાર ચડાવ થતા રહે છે. એટલા માટે એ ખાસ ધ્યાન રાખવું કે ઘર બનાવતી વખતે મુખ્ય દ્વારથી ઉચી સડક ના હોવી જોઈએ.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *