Breaking News

ઘરમાંથી પોતાનાં ખિસ્સામાં આટલાં રૂપિયા લઈને નીકળે છે મુકેશ અંબાણી, ચોક્કસ તમે નહીં જાણતાં હોય……

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના 10 સૌથી ધનાઢ્ય લોકોની સૂચીમાં સામેલ થઈ ગયા છે. કંપનીના ડિજિટલ વિંગ એટલે કે જિયો પ્લેટફૉર્મ્સમાં આવેલા હાલના વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ તેમ જ કંપનીના શૅરની કિંમત રેકૉર્ડ સ્તરે પહોંચવાને કારણે અંબામીની સંપત્તિમાં હાલમાં ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે.

અંબાણી પરિવારની ગણતરી ફક્ત ભારતમાં જ નહીં પણ એશિયાનાં સૌથી ધનિક પરિવારોમાં થાય છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર એમની અને એનાં પરિવારનાં સદસ્યોની રોયલ લાઈફ વિશે ચર્ચાઓ થતી રહે છે. હમણાં થોડા સમય પહેલાં સમાચાર આવ્યાં હતાં કે, મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી જે ચા પીવે છે એ એક કપ ચા ની કિંમત લાખો રૂપિયા છે. હવે, આ વાત ઉપરથી જ તમે અનુમાન લગાવી શકો કે મુકેશ અંબાણી અને એનું પરિવાર કેવી રોયલ લાઈફ જીવે છે !! વળી, એમનાં છોકરાઓનાં ખર્ચા પણ કંઈ ઓછાં નથી. પણ આજે અમે તમને જણાવા જઈ રહ્યાં છીએ કે મુકેશ અંબાણી જ્યારે ઘરેથી બહાર જાય છે ત્યારે પોતાની પાસે કેટલાં રૂપિયા રાખે છે, એ જાણીને તમે ચોંકી જશો એ પાક્કું.

હમણાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન મુકેશ અંબાણીએ જણાવ્યું હતુ કે, જ્યારે તેઓ કોઈ કામ માટે ઘરેથી નીકળે છે ત્યારે એમની પાસે કેટલા રૂપિયા હોય છે. તમને જાણીને ઝટકો લાગશે કે મુકેશ અંબાણી પોતાના ખિસ્સામાં એક રૂપિયો પણ નથી રાખતાં. હવે તમે વિચારતા હશો કે, રૂપિયો નહીં પણ ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ તો રાખતાં જ હશે. પણ તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી કોઈપણ કામ માટે ઘરેથી બહાર જાય ત્યારે એમનાં ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પણ હોતા નથી. એમણે આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતુ કે, પૈસા મારા માટે મહત્વનાં નથી. પૈસા ફક્ત એક સંસાધન છે. જે કંપની માટે જોખમ લેવાનું કામ કરે છે. નાનપણથી લઇને આજ સુધી મેં મારા ખિસ્સામાં પૈસા નથી રાખ્યા.

મુકેશ અંબાણીએ પોતાના ધંધાને આ તબક્કે દોરવા માટે રાત-દિવસ મહેનત કરી છે. મુકેશ અંબાણી જેવા મહેનતુ વ્યક્તિ વ્યર્થ સમયનો બગાડ કરવાનું પસંદ નથી કરતા. તેઓ દરરોજ 5 થી સાડા 5 દરમિયાન જાગે છે. તે પછી વર્કઆઉટ માટે જીમમાં જાય છે અને ત્યારબાદ આસપાસના સમાચારો વિષે જાણે છે. તે પછી, તેઓ નાસ્તો કર્યા પછી ઓફિસમાંથી નીકળી જાય છે.

મુકેશ અંબાણી ભલે પોતાના ખિસ્સામાં પૈસા રાખવાનું પસંદ ન કરતા હોય પણ એમની પત્ની નીતા અંબાણીની લાઈફ સ્ટાઈલનાં ચર્ચા ચારેબાજુ થતા જ રહે છે. નીતા અંબાણી ખર્ચાની બાબતમાં હંમેશા સોશિયલ મીડિયા પર ચમકતા રહે છે. થોડા સમય પહેલા જ નીતાએ એક જોરદાર સાડી પહેરેલી જેની કિંમત 40 લાખ રૂપિયા હતી.

આ સાડી એટલી મોંઘી હતી કે, સાડી પહેરતા જ નીતાનું નામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ગયુ. નીતા અંબાણીનાં દિવસની શરૂઆત જ 3 લાખ રૂપિયાનાં એક કપ ચા થી થાય છે. તમને જણાવી દઈએ કે, આખું અંબાણી પરિવાર પોતાના દિવસની શરૂઆત જાપાનનાં બ્રાન્ડેડ સોનાનાં કપમાં ચા પીયને કરે છે. જેની કિંમત 3 લાખ રૂપિયા છે. મુકેશ અંબાણી દેશના સૌથી મોંઘા ઘર એવાં એન્ટિલિયામાં રહે છે. ઘરમાં 600 નોકર, 168 કાર અને ટેરેસ ઉપર ત્રણ હેલીપેડ ઉપલબ્ધ છે.

અંબાણી પરિવારથી જોડાયેલી જાણકારીને લઈને લોકો ઘણા ઉત્સુક રહે છે.તેમનું ખાવા પીવાનું, રહેવાનું, અને અન્ય બીજી ઘણી જાણકારી વિશે દિલચસ્પી રાખે છે.!ખબર આવી હતી કે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમના દિવસની શરૂઆત ચા થી કરે છે જેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે.જો મીડિયાવાળનું માનીએ તો આ ચા સાધારણ ચા નથી .તેમાં જાપાની ક્રોકરીનો ઉપયોગ થાય છે પરંતુ તેના વિશે કોઈ ઠોસ પ્રમાણ નથી.

નીતા અંબાણી ઝવેરાતની શોપિંગ પણ કરે જોરદાર કરે છે. પારંપરિક સોનુ અને કુંડનના ઝવેરાત નીતા અંબાણીને વિશેષ રૂપથી પસંદ છે. તેમના પ્રોફેશનલ એક્ટિવિટીઝ દરમ્યાન નીતા અંબાણી સોલિટેર (ડાયમંડ) ના ઝવેરાત પહેરવાનું પસંદ કરે છે તેમની રીંગની કિંમતની શરૂઆત 5 થી 7 લાખ રૂપિયા છે, જો કે, નીતા અંબાણીની પસંદની કિંમતી જવેલરી ડાયમંડ રિંગ છે જે મુકેશ અંબાણી એ પ્રપોઝ કરતી વખતે પહેરાવી હતી.તેની કિંમત આજથી 30 વર્ષ પહેલાં 18,700 રૂપિયા હતી.

જ્યારે નીતા તેમના શણગાર પાછળ પૈસા પાણીની જેમ ઉપયોગ કરે છે, તો તેમના કારની કિંમત શુ હશે, તેનો અંદાજ તમે સરળતાથી લગાવી શકો છો. 168 કાર પાર્કિંગ વાળા નીતા અંબાણીના ઘરમાં રૉલ્સ રૉયસ, મૅબેક 62, લેમ્બોરઘીની,ક્યુ 7 મરસિડીઝ એસ,અને મરસિડીઝ એસ એલ 500 છે. મૅબેક 62 નીતા અંબાણીની પસંદી કાર છે.

નીતા અંબાણીના બૅગ્સનું કલેક્શન પણ લાજવાબ છે.દુનિયાના સૌથી મોંઘા બ્રોન્ડ્સ કે હેન્ડબેગ જેવા હમ્સ, ચનેલ, ગોયાર્ડ, અને જિમ્મી ચું કેરી નીતા અંબાણીની પસંદ છે. મોટાભાગે ફક્શનમાં નિતા અંબાણી ‘જ્યૂડિયસ લાઈબર ના ગ્લેમર ગનેસ ક્લચની સાથે જોવા મળે છે.

આ નાની સાઈઝના ક્લચ ઉપર હીરા લગાડેલા હોઈ છે. તેની કિંમત 3 -4 લાખથી શરૂ થાય છે.આ વાત પર પાક્કી મોહર ત્યારે લગાડવામાં આવી જ્યારે નીતા અંબાણીને ડાયમંડ કોટેડ 1.43 કરોડના હેન્ડબેગ સાથે જોવામાં આવ્યા.

જમીન સાથે જોડાયેલા મુકેશ અંબાણી સાદું અને સરળ જીવન જીવવાનું રાખે છે પરંતુ તેઓ ગાડીઓ માટે ખુબજ શોખ રાખે છે તેમના કાર કલેકશનમાં એકથી એક ચડિયાતી ગાડીઓ હોઈ છે એક મીડિયા રિપોર્ટ અનુસાર તેમની પાસે 150થી વધુ ગાડીઓ છે તેમાં રોલ્સ રોયસ ફેંટમ, એસ્ટન માર્ટિન,બેંટલી, મેબેક, જેવી કાર તેમના કલેક્શનમાં છે

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *