Breaking News

ઘરનાં મંદિરમાં આજેજ કરીલો આ દેવી-દેવતાંની પૂજા ધનને લાગતી તમામ સમસ્યાઓનો આવી જશે અંત.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, સૌ કોઈના ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિ અને ફોટા હોય જ છે. પરંતુ ક્યારેય એ વાત વિચારી છે કે આ મૂર્તિઓ વાસ્તુ વિજ્ઞાનને અનુકૂળ છે કે નહીં ? ઘરમાં ભગવાનના કયા સ્વરૂપની મૂર્તિ છે અને તે ક્યાં છે તેની અસર ઘરની સુખ-સમૃદ્ધિ પર પણ થાય છે. એટલા માટે જ આજે જાણી લો કે ઘરમાં કેવી મૂર્તિઓ રાખવી.

વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઘરમાં દેવી દેવતાઓની ઊભી મૂર્તિઓને બદલે આસન પર બિરાજમાન મૂર્તિ રાખવી વધારે શુભ માનવામાં આવે છે. તેનાથી વધારે લાભ મળે છે. પૂજા કરતી વખતે પહેલા દેવી-દેવતાઓનું આહવાન કરી તેમને મંદિરમાં બિરાજમાન કરો. જો મૂર્તિ ઊભી હશે તો તેનો અર્થ થશે કે તેઓ બિરાજમાન નથી.

એટલા માટે જ મૂર્તિ એવી જ રાખવી જે બિરાજમાન હોય.ઘરમાં લક્ષ્મીજી, કુબેર, સરસ્વતી, ગણેશજીની ઊભી મૂર્તિ ક્યારેય ન રાખવી. મંદિરમાં ધિંગણમલ એટલે કે લડ્ડુ ગોપાલની પણ ઊભી મૂર્તિ ન રાખવી. માતા કાળકાની વિકરાળ સ્વરૂપની મૂર્તિ કે છબિ પણ ઘરમાં ન રાખવી. આ સ્વરૂપ વિધ્વંશનું પ્રતિક છે.

ઘરમાં એક ભગવાનની વધુ મૂર્તિઓ ન રાખો, તેનાથી દોષ લાગી શકે છે.સિંહાસન ઉપર મૂર્તિ સ્થાપિત કરતી વખતે દિશાનું ધ્યાન રાખો.લોકો ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે દેવી દેવતાઓની મૂર્તિઓ અને ફોટા રાખે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ભગવાનના થોડા વિશેષ સ્વરૂપોની મૂર્તિઓ રાખવી સારી રહે છે.

તેનાથી ધનની વુર્દ્ધી સાથે પરિવારના સભ્યો વચ્ચે તાલમેલ જળવાઈ રહે છે.મૂર્તિ પૂજા હિંદુ ધર્મમાં એક અનિવાર્ય માન્યતા રહેલી છે. હિંદુ ધર્મની ચાર માન્યતાઓમાં મૂર્તિ પૂજા, પુનર્જન્મવાદ, કર્મ સિધ્ધાંત અને અવતારવાદ રહેલી છે, દરેક હિન્દુના ઘરમાં એક ઘરમંદિર ચોક્કસ રહેલું હોય છે અને એમાં એ નિયમિત સવાર સાંજ પૂજા આરતી કરતો હોય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ઘણા પ્રકારના દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાને બદલે માત્ર પાંચ ભગવાનોની મૂર્તિ રાખો. તે પંચાયતનના નામથી ઓળખવામાં આવે છે.તેની હેઠળ ઘરમાં ગણેશ, વિષ્ણુ, શિવ, સૂર્ય અને માં દુર્ગાની મૂર્તિ રાખવી જોઈએ. તેનાથી મૂર્તિ દોષ દુર થાય છે.વાસ્તુ નિષ્ણાંત નિધિ ખેડાના જણાવ્યા મુજબ પૂજા સ્થાન ઉપર ભગવાન રાખવાની દિશા પણ મહત્વની હોય છે.

એટલા માટે પંચાયતનની સ્થાપના કરતી વખતે પોતાના ઇષ્ટ દેવનું ધ્યાન રાખો. જે લોકો ગણેશજીને પોતાના ઇષ્ટ દેવ માને છે, તેને સિંહાસનની મધ્યમાં ગણેશજીને બિરાજમાન કરવા જોઈએ. જયારે વિષ્ણુજીને ઇશાન ખૂણામાં, શિવજીને આગ્નેય ખૂણામાં, નૈઋત્વ ખૂણામાં સૂર્ય અને વાયવ્ય ખૂણામાં દેવી દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.

તેનાથી ઘરમાં ખુશાલી આવશે અને કાર્યોમાં આવી રહેલી અડચણો દુર થશે.એવી રીતે જે લોકો ગણેશજી ઉપરાંત બીજા ભગવાનને પોતાના ઇષ્ટ દેવ મને છે, તેને હંમેશા સિંહાસનની મધ્યમાં પોતાના આરાધ્યની મૂર્તિ રાખવી જોઈએ. તેનાથી પૂજાનો બમણો લાભ મળશે.પૂજા સ્થાન ઉપર ક્યારે પણ વિષમ સંખ્યામાં ગણેશજીની મૂર્તિ ન રાખવી જેવી કે એક, ત્રણ, પાંચ.

તે અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે.ઘરમાં હંમેશા નાનું શિવલિંગ રાખો. તે અંગુઠાના આકારથી વધુ મોટું ન હોય. કેમ કે વધુ મોટું શિવલિંગ ઘરમાં રાખવાથી ગૃહસ્થના લોકોનું મન સંસારી મોહ માંથી દુર થઇ શકે છે. તેનાથી લગ્નજીવનમાં ખળભળાટ થઇ શકે છે.ઘરમાં ક્યારે પણ નટરાજની મૂર્તિ ન રાખો કેમ કે તે શિવજીનું વિકરાળ રૂપ હોય છે.

તેને ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે. ઘરમાં ક્યારે પણ એક ભગવાનની ઘણી બધી મૂર્તિઓ ન રાખો. તેનાથી વાસ્તુ દોષ થઇ શકે છે. જેને લઇને પૂજાનું ફળ નહિ મળે. ઘરમાં ક્યારે પણ હનુમાનજીના વિકરાળ સ્વરૂપ વાળી મૂર્તિ ન રાખો. તેનાથી ગુસ્સો વધી શકે છે. ગૃહસ્થોને શ્રીરામ અને માતા સીતા સાથે બેઠેલા હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

સામાન્ય રીતે જોવા મળે છે કે લક્ષ્મી માતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખવા માટે લોકો તેમના ઘરોમાં વિવિધ પ્રકારની મૂર્તિઓ સ્થાપિત કરે છે અથવા તો ફોટા લગાવે છે. પરંતુ ઘણી વખત માતાની ખોટી મૂર્તિ સ્થાપિત કરવાથી લક્ષ્મી માંની કૃપા થવાને બદલે તે કોપાયમાન થઇ જાય છે. તેથી પ્રખ્યાત વાસ્તુ કન્સલ્ટન્ટ અને જ્યોતિષ આચાર્ય મનોજ શ્રીવાસ્તવ જણાવી રહ્યા છે કે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરમાં કેવી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.

ફોટો અથવા મૂર્તિ મંદિરમાં જ સ્થાપિત કરો.ઘણા લોકો માં લક્ષ્મી અને અન્ય દેવ-દેવીઓની મૂર્તિને સુશોભન માટે ઘરમાં અનેક સ્થાન ઉપર લગાવે છે. દેવી દેવતાની મૂર્તિને સુશોભન માટે ઘરમાં નથી હોતા પરંતુ પૂજા માટે હોય છે, તેથી તેમની મૂર્તિ અથવા ફોટો ઘરના પૂજા સ્થાન ઉપર જ મૂકો.

આવી મૂર્તિ અથવા ફોટા રાખવા પ્રતિબંધિત.એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મીની પથ્થર અથવા ધાતુની મૂર્તિ જ ઘરમાં રાખવી જોઈએ. પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનેલી મૂર્તિ ન રાખવી જોઈએ, તેમ જ જો ઘરમાં માતાની ખંડિત મૂર્તિ છે, તો તેને તરત જ ઘરના મંદિરમાંથી કાઢી નાખો. આજકાલ એબ્સ્ટ્રેક્ટ કળાનું ખૂબ જ વધુ ચલણ છે પરંતુ માતા લક્ષ્મીની તસવીર અથવા મૂર્તિને એબ્સ્ટ્રેક્ટ આર્ટ તરીકે ન બનેલી હોવી જોઈએ.

કઈ મુદ્રામાં હોવા જોઈએ મૂર્તિ અથવા ફોટા.ભારતીય સંસ્કૃતિમાં હંમેશાંથી જ માં લક્ષ્મીને સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. સામાન્ય રીતે માતા લક્ષ્મીના ત્રણ પ્રકારના ફોટા અથવા મૂર્તિઓ મળે છે. પહેલો ફોટો જેમાં લક્ષ્મીજી કમળ ઉપર ઉભેલા જોવા મળે છે. બીજો જેમાં માતા લક્ષ્મી કમળ ઉપર બિરાજમાન છે.

અને તેમનો એક પગ કમળના પાન ઉપર અને બીજો પગ પ્રથમ પગની નીચે દબાયેલો છે અને ત્રીજી તસવીર જેમાં માતા લક્ષ્મીના બંને પગ કમળની અંદર છુપાયેલા છે.સામાન્ય રીતે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ત્રીજી મુદ્રા વાળા લક્ષ્મીજીની તસવીર અથવા મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી શુભ હોય છે, જ્યારે જેમાં માતા ઉભા રહેલા છે તેને ઘરમાં સ્થાપિત ન કરવા જોઈએ.

આ સિવાય લક્ષ્મીજી સાથે હાથીની એક જોડી કે પછી હાથી રાખવો શુભ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જે મૂર્તિમાં તેમનું વાહન ઘુવડ હોય તે મૂર્તિ ઘરમાં સ્થાપિત ન કરવી જોઈએ. એક બીજી એવી તસવીર અથવા મૂર્તિ હોય છે, જેમાં માતા લક્ષ્મીજી વિષ્ણુજી સાથે ગરૂડની સવારી કરતા જોવા મળે છે, આવી મુદ્રામાં માતા લક્ષ્મીનું સ્વરૂપ ઘરમાં રાખવું ફળદાયક માનવામાં આવે છે.

ગણેશજી સાથે ન રાખો માતાની મૂર્તિ.મોટાભાગના ઘરોમાં માતા લક્ષ્મીની મૂર્તિ ભગવાન ગણેશ સાથે રાખેલી જોવા મળે છે.જ્યારે શાસ્ત્રો અનુસાર આ રીતે માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી ખોટુ માનવામાં આવે છે. આ માન્યતા અનુસાર, માત્ર દિવાળીના દિવસે જ માતા લક્ષ્મીની પૂજા ગણેશજી સાથે કરવી શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની એક સાથે પૂજા કરવી જોઈએ.

કઈ દિશામાં સ્થાપિત કરવી મૂર્તિ.વાસ્તુ મુજબ પૂજાગૃહ ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. પૂજા ગૃહમાં તમે માતા લક્ષ્મીને ઉત્તરમાં સ્થાપિત કરી શકો છો કે એ રીતે કે તમે જ્યારે પણ તેમની પૂજા કરો ત્યારે તમારો ચહેરો ઉત્તર તરફ હોય. શાસ્ત્રો અનુસાર ઘરમાં કે પૂજા ઘરમાં એક થી વધુ માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટા ન રાખવા જોઈએ, આ સિવાય એ વાતનું ધ્યાન રાખો કે માતા લક્ષ્મીનો ચહેરો ઉપસેલો હોય તે રીતે કોતરવામાં આવેલો હોય.

ક્યારેય એવી મૂર્તિ ઘરમાં લાવીને ન રાખવી જોઈએ જેમાં માતાનો ચહેરો યોગ્ય રીતે પ્રતિબિંબિત ન થઇ રહ્યો હોય. નબળી ગુણવત્તાવાળો પથ્થર અથવા ધાતુની મૂર્તિઓને પૂજા માટે ઉપયોગ ન કરવો જોઇએ.જો તમે પણ માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર તમારા ઘરમાં લગાવવા માંગો છો, તો આ બાબતોનું ધ્યાન જરૂર રાખો માતાની કૃપા જરૂર થશે.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *