Breaking News

ઘઉંને ફણગાવી આ રીતે સેવન કરવાથી શરીર માંથી દસ ગંભીર બીમારીઓ થઈ જાય છે દૂર……

કોઈપણ કઠોળને પલાળતા પહેલા તેને સ્વચ્છ પાણીથી યોગ્ય રીતે ધોઈ લો. ઘણા લોકોને સીધા કઠોળ પલાળવાની ટેવ હોય છે. આ કારણથી તેના પર રહેલો પાવડર જેવો કચરો યોગ્ય રીતે સાફ થતો નથી. આથી તેને પલળતા પહેલા પાણીથી ચોક્કસ સાફ કરવા જોઈએ.કઠોળ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને બંધારણમાં પરિવર્તન આવે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે. પરંતુ તેના પોષક તત્વો અને ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે. અને તે પાચનને પણ મજબૂત બનાવે છે. આમ તો બધા જાણે છે કે ફણગાવેલા કઠોળ અને અનાજ ખાવા ફાયદાકારક હોય છે.

અનાજ-કઠોળને ફણગાવવા કે અંકુરિત કરવા બે રીતોનો ઉપયોગ થાય છે. એક રીત કે જે તમામ ગૃહિણીઓ અપનાવે છે. અનાજને તેનાથી બેગણા પાણીમાં પલાળવું. અનાજ બરાબર પલળી જાય એટલે તેમાંનું પાણી કાઢીને તેને કપડાંમાં બાંધવામાં આવે છે. ઘણીવાર તે પોટલીને લટકાવી રાખવામાં આવે છે. ગરમીની ઋતુમાં આ પોટલી પર પાણી છાંટીને તેને ભીની રાખવામાં આવે છે કારણ કે અંકુર લાવવા માટે ભેજ જરૂરી છે.

કઠોળના પ્રકાર પ્રમાણે તેમને અંકુરિત થવામાં ઓછો-વત્તો સમય લાગે છે. કેટલાંક અનાજ બે દિવસે તો કેટલાક ચાર પાંચ દિવસે અંકુરિત થાય છે. ઘઉં નો ફણગાવેલો ભાગ એ તેનો સૌથી અગત્ય નો તથા લાભદાયી ભાગ છે. તેમાં પુષ્કળ પ્રમાણ માં પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. એક ઘઉં ના દાણા મા ત્રણ પાર્ટ હોય છે.તેમાં પહેલો પાર્ટ હોય છે બહાર નું પડ , બીજો પાર્ટ હોય છે એન્ડોસ્પર્મ અને ત્રીજો પાર્ટ હોય છે અંકુર. આ અનાજ ના સૌથી મહત્વના પાર્ટ હોય છે. ઘઉં માં ૨.૫% થી લઈને ૩.૮% સુધી નો પાર્ટ જ ફણગાવેલો પાર્ટ હોય છે. આ અનાજ ના અન્ય પાર્ટસ ની સાપેક્ષ માં વધુ પડતું પોષણ ધરાવતો હોય છે. તથા સ્વાદિષ્ટ હોય છે. માટે જો ફકત ૭ દિવસ સુધી ઘઉં ની સાપેક્ષ માં ફણગાવેલા ઘઉં નું સેવન કરવા માં આવે તો તેના દ્વારા શરીર ને અનેક પ્રકાર ના લાભો પહોંચે છે.

કબજિયાત ની સમસ્યા માંથી છુટકારો:ઘણી વાર બેઠાળું જીવન તથા પાચનશક્તિ વીક પડવાના કારણે આ કબજીયાત ની સમસ્યા ઉદભવી શકે. આ કબજીયાત ની સમસ્યા ઉદભવવા ના કારણે યોગ્ય કાર્યક્ષમતા થી કાર્ય કરી શકીએ નહી. સામાન્ય રીતે આ સમસ્યા શરીર માં ફાઇબર ની ઉણપ ના કારણે પણ ઉદભવી શકે છે અને ફણગાવેલા ઘઉં માં ફાઈબર ભરપૂર પ્રમાણ માં હોય છે. જેથી ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી કબજીયાત ની સમસ્યા દૂર થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા :આ ઉપરાંત ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને. આ ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી શરીર માં પ્રવર્તતા ઝેરી જીવાણુઓ તથા અન્ય દૂષિત તત્વો નો નાશ થાય છે. આમ, ફણગાવેલા ઘઉં નું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે.ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમ :ફણગાવેલા ઘઉં નું સેવન ડાયાબીટીસ ના દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. ફણગાવેલા ઘઉં માં ડાયટરી ફાઈબર પુષ્કળ પ્રમાણ માં હોય છે. જે આહાર નું સેવન કર્યા બાદ ગ્લુકોઝ ની પ્રક્રિયા ને કાર્યશીલ કરવામાં સહાયરૂપ બને છે. માટે જો નિયમિત આ ફણગાવેલા ઘઉં નું સેવન કરવામાં આવે તો ટાઈપ-૨ ડાયાબીટીસ થી રક્ષણ મેળવી શકાય.

ફણગાવેલા ભોજનને કાયાકલ્પ કરનારા અમૃતઆહાર કહેવામાં આવે છે, આ શરીરને સુંદર તથા સ્વાસ્થ્ય બનાવે છે. ઉપરાંત અંકુરિત અનાજ થયેલા ખોરાકની શર્કરાને શોષવામાં શરીરને મદદ કરે છે. અંકુરિત અનાજનું સેવન એ સસ્તામાં સસ્તો અને શ્રેષ્ઠ રેસાયુક્ત ખોરાક મેળવવાનો રસ્તો છે. જે છોકરીઓ ફણગાવેલા ચણા કે મગ ખાય છે તેના વાળ કાળા, ઘટ્ટ અને સુંવાળા બને છે. ચીની સ્ત્રીઓના વાળ કાળા અને ઘટ્ટ હોય છે, કારણ કે ત્યાં રોજ રસોડામાં ફણગાવેલા કઠોળની વાનગી હોય છે, અંકુરિત અનાજ સાથે કાચા શાકભાજી અને ફળોને ભેગા કરીને તેમાં મધ કે ગોળ નાંખીને ખાવાથી તેની પોષણ-ક્ષમતા અનેકગણી વધી જાય છે. તાવ, કેન્સર અને મજ્જાતંત્રના રોગો (ન્યુરોલોજીકલ-ડીસોર્ડર્સ) માંથી સાજા થવામાં મદદ મળે છે.ફણગાવેલા મગમાં રોગપ્રતિકાર શક્તિ પણ છે. જો બ્રોકોલી કે કોબી સાથે ફણગાવેલા કઠોળ ખવાય તો કેન્સર વકરતું નથી.

અંકુરિત અનાજ લીવર, ફેફસાં અને બરોળને મજબૂત બનાવે છે.અંકુરિત અનાજના ઉપયોગના બે જ સપ્તાહમાં તંદુરસ્તી, સ્ફૂર્તિમાં વધારો થાય છે. ત્વચામાં સુધારો થાય છે. વિચારશીલતા વધે છે અને ઉત્સાહમાં વધારો થાય છે.સ્ત્રીઓએ સાંધાના રોગથી પીડાવું ન હોય તો બ્રેડ ન ખાવી. ઘઉની રોટલી ખાય તો સાથે ફણગાવેલા કઠોળ જરૂર ખાવા સવારનો નાસ્તો એ અંકુરિત અનાજ ખાવાનો શ્રેષ્ઠ સમય છે. વિવિધ અનાજોને અંકુરિત કરીને ખાવાથી વધુ લાભ મળે છે. તેમને કચુંબર સાથે મેળવીને ખાવાથી વધુ પોષણ મળે છે.

દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.ફણગાવેલા કઠોળ શરીરમાંથી થાક, પ્રદૂષણ અને બહારનું ખાવાથી પેદા થતા એસિડને દૂર કરે છે સાથે જ શરીરને ઊર્જા પણ આપે છે.ફણગાવેલા અનાજ રેસાયુક્ત અને સેલ્યુલોઝયુક્ત હોવાને કારણે પચેલો ખોરાક ઝડપથી આગળ વધીને સહેલાઈથી મળરૂપે બહાર નીકળી જાય છે. આથી કબજિયાત અને હરસની તકલીફ થતી નથી. આ રેસા પેટમાંની દીવાલ અને પિત્ત વચ્ચે આવરણ રચીને પેપ્ટીક-અલ્સરના જોખમથી બચાવે છે. રેસાયુક્ત ખોરાક રક્તમાંના કોલસ્ટરોલને ઘટાડીને કાર્ડીયો-વાસ્કયુલર રોગો સામે રક્ષણ આપે છે.

ફણગાવેલા ઘઉં નું સેવન હ્રદય રોગ થી પીડાતા વ્યક્તિઓ ના નિદાન માં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. હ્રદય ને તંદુરસ્ત તથા સ્વસ્થ રાખવા માટે ઘઉં નું સેવન કરવું જરૂરી છે . ફણગાવેલા ઘઉં માં પુષ્કળ પ્રમાણ માં ન્યુટ્રીશન્સ નો સમાવેશ થાય છે. જે હ્રદય સાથે સંકળાયેલા રોગો ને શરીર માં પ્રવેશવા દેતું નથી તથા તેના થી શરીર નું રક્ષણ કરે છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક :આજના સમયમાં બદલાતી જીવનશૈલીના લીધે વજનનું વધવું એ સામાન્ય બાબત બનતી જાય છે. વધતું વજન અને ચરબી ઘટાડવું આવશ્યક બને છે. જો વેઇટ લોસ કરવા માંગો છો, તો ફણગાવેલા ઘઉંનો આહારમાં અવશ્યસમાવેશ કરવો જોઈએ. કારણ કે ફાયબરયુક્ત આહાર દ્વારા વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે. અને ફણગાવેલાઘઉંમાં પર્યાપ્ત માત્રામાં ફાયબર પણ હોય છે અને તેનાથી સારી એવી ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે આહારનીજરૂરીયાત નથી પડતી.

તે હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી ખતરનાક બીમારીઓમાં રાહત રૂપ છે.અન્ય અસંખ્ય બીમારીઓમાં તો સુધારો તો ખરો જ. તો તે સમસ્યા માટે ફણગાવેલા ઘઉંનું સેવન વરદાન સ્વરૂપ છે. કારણ કે ફાયબરયુક્ત આહાર દ્વારા વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે અને ફણગાવેલા ઘઉંમાં પર્યાપ્ત માત્રામાં ફાયબર પણ હોય છે અને તેનાથી સારી એવી ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે આહારની જરૂરીયાત નથી પડતી. માટે જો તમે વેઇટ લોસ કરવા માંગો છો તો ફણગાવેલા ઘઉંનો તમારા આહારમાં અવશ્ય સમાવેશ કરવો જોઈએ.તો આ રીતે ફણગાવેલા ઘઉં આપણા સસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે તેથી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે નિયમિત થોડા થોડા ફણગાવેલા ઘઉંનું સેવન કરવું જોઈએ.

About bhai bhai

Check Also

પેઠા માંથી લોહી નીકળે છે તો કરીલો આ કાર્ય, તરતજ મળશે રાહત જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજે અમે તમારા ઘરે દવાઓ કાયમ બનાવીને તમે આયુર્વેદિક પદ્ધતિથી લાંબી લાંબી ચાંદા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *