Breaking News

ઘી સાથે કરો ગરમ પાણીનું સેવન, કબજિયાત જળમૂળમાંથી થઈ જશે ગાયબ,જાણી લો કામ ની માહિતી

આપણે સવારે ઊઠીને જે પણ કામ કરીએ છીએ તેની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય પર થાય છે. જે લોકો સવારે ચા-કોફી પીવે છે તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સવારે એવા કામ કરવા જોઈએ જેનાથી ફાયદો થાય.  આયુર્વેદમાં ઘીને ઊર્જા આપનાર કહેવામાં આવે છે. જો તમે રોજ સવારે સૌથી પહેલાં ૧ નાની ચમચી એટલે કે ૫ થી ૧૦ ગ્રામ ઘી પીવો અને તેની પર ૧ ગ્લાસ નવશેકું પાણી પી લો તો જડમાં જડ બીમારીઓ પણ ઠીક થઈ શકે છે અને શરીર નિરોગી બની શકે છે. પણ ધ્યાન રાખવું કે ઘી લીધા બાદ અડધો કલાક સુધી કંઈ જ ખાવું નહીં.

ઘીમાં હજારો ગુણો છે, ખાસ કરીને ગાયનું ઘી તો અમૃત કહેવાય છે. ઘી આપણા શરીરમાંથી કોલેસ્ટ્રોલ વધારતું નથી પણ ઘટાડે છે. ઘી મોટાપો વધારતું નથી પણ પેટની ચરબીને ઘટાડે છે. ઘી એન્ટીવાયરલ છે અને શરીરમાં થતા કોઈ પણ ઇન્ફેકશનને રોકે છે. ઘીનું નિયમિત સેવન ‘બ્રેન ટોનિક’ નું કામ કરે છે. ખાસ કરીને બાળકોના ફીસીકલ અને મેન્ટલ ગ્રોથ માટે ખુબ જ જરૂરી છે.

આ સિવાય જ્યારે તમારુ પેટ ફૂલી જાય છે, તો કબજિયાતની સ્થિતિ પેદા થતી હોય છે. એવામાં તમારી ઈંસ્ટેંટ રેમેડી શું હોવી જોઈએ? જો તમે ઘરેલુ નુસ્ખામાં વિશ્વાસ રાખો છો તો, આજે અમે તમારા માટે એક અચૂક આયુર્વેદિક નુસ્ખા લાવ્યા છે. જે કેટલાક સમયમાં જ તમારી કબ્જની સમસ્યાને હલ કરી દેશે.

આંતરડાઓના માર્ગને સાફ પણ કરે.
આયુર્વેદિક હેલ્થ કોચ અને પ્રાણ હેલ્થકેયર સેન્ટરની સંસ્થાપક ડિંપલ જાંગડા જણાવે છે કે, ઘી અમારા શરીરને ચિકણાઈ પ્રદાન કરવામાં મદદ કરે છે અને આંતરડાઓના માર્ગને સાફ પણ કરે છે. આ વેસ્ટ પ્રોડક્ટના મૂવમેન્ટમાં પણ સુધાર કરે છે. જેનાથી કબજિયાતનો ખતરો પણ ઓછો રહે છે.

તમે પણ ઘીથી કરી શકશો કબ્જની સારવાર.
ડૉક્ટરની સલાહ છે કે, દરરોજ સવારે એક ચમચી ઘીમાં 200 મિલી ગરમ પાણી મિક્સ કરી પીવુ જોઈએ. સારા પરિણામ માટે તે ખાલી પેટ પીવાની સલાહ પણ આપે છે.

ઘી ખાવાથી સ્કિન સેલ્સ એક્ટિવ થઈ જાય છે, જેનાથી સ્કિન પર ગ્લો વધે છે અને સ્કિન હેલ્ધી રહે છે. ઘી સ્કિનમાં મોઈશ્ચર જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

જે લોકોને સાંધાઓમાં દર્દ અને ગઠિયાની સમસ્યા હોય જેમણે રોજ ઘી ખાવું જોઈએ. ઘીમાં ઓમેગા-૩ ફેટી એસિડ્સ હોય છે. જે એક નેચરલ લુબ્રીકેન્ટથી ભરપૂર હોય છે. ઘી આ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

સુપરફૂડની સાથે ગરમ પાણીનું સેવન.
હાર્ડ કોષ્ટના કારણે કબજિયાત થાય છે, જેનાથી પાચન ક્રિયા, આંતરડા અને કોલોન, રફ અને સખત બનાવે છે. આ સ્થિતિમાં ઘી જેવા સુપરફૂડની સાથે ગરમ પાણીનું સેવન પાચન તંત્રને ચિકણાઈ આપીને, તમારી પાચન ક્રિયાને નરમ કરી શકે છે અને શરીરમાંથી વેસ્ટ પ્રોડક્ટને બહાર કાઢવામાં મદદ પણ કરે છે. ઘી કબજિયાત માટે એક સારો અને સટીક ઘરેલુ ઉપચાર છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઘીના સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સવારે ખાલી પેટ પર ઘીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. આ સાથે ઘીમાં રહેલા ઓમેગા -3 ફેટી એસિડ્સ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. જે તમારા હાર્ટ હેલ્થને સ્વસ્થ રાખે છે.

ચિંતા ન કરો, ઘી ખાવાથી વજન નહીં વધે જો તમે રોજ ૧ ચમચીની માત્રામાં ખાશો. આનાથી બોડીનું મેટાબોલિઝ્મ તેજ થશે, જેની મદદથી વજન ઘટશે.

રોજ સવારે ખાલી પેટ ઘી ખાવાથી મગજ એક્ટિવ બને છે. સાથે જ મેમરી અને શીખવાની ક્ષમતા વધે વધે છે. તેના નિયમિત સેવનથી અલ્ઝાઈમર જેવી બીમારી પણ દૂર થાય છે.

જે લોકોના વાળ પાતળા હોય અને બહુ ખરતાં હોય તેમણે રોજ ખાલી પેટ ઘી ખાવું જ જોઈએ. આ ઉપાયથી વાળ હેલ્ધી રહે છે અને સાથે મુલાયમ અને શાઈની પણ બને છે.

માણસના શરીરમાં લોહીનો મહત્વનો ભાગ હોય છે. લોહીમાં રહેલા અલગ – અલગ કણો શરીરની ક્ષમતા વધારવામાં મદદ કરે છે. સવારમાં ઘી ખાવાથી બોડી સેલ્સ ફરીથી જીવિત અવસ્થામાં આવે છે, જે સ્કીનમાં ચમક આપે છે. ડ્રાઈ સ્કીનને ફરીથી સારી કરવા માટે ઘી નું સેવન ફાયદાકારક છે.

નિયમિત ઘી નું સેવન કરવાથી ચરબી વઘતી નથી પરંતુ નિયમિતરૂપે સવારે ભૂખ્યા પેટે ઘી ના સેવનથી ચરબી ઉતારવામાં મદદ મળે છે. બોડીને વ્યવસ્થિત રીતે મજબૂત બનાવવા માટે ઘી અતિઉતમ ગણાય છે.

સવારમાં નિયમિતપણે ઘી ની ભાવતા મુજબની માત્રા શરીર માટે અતિઉપયોગી છે જે શરીરને લાંબી આયુષ્ય આપવામાં મદદ કરે છે. એ જ કારણે જૂના સમયના લોકોની આયુષ્ય વધારે હતી…

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *