ઘરમાં જો કોઈ હંમેશાં બીમાર રહેતું હોય તો આ દિશા માં મોઢું રાખીને કરો ભોજન, આયુષ્ય માં પણ થશે વધારો…

ભોજન એક એવી વસ્તુ છે જે આપણા જીવન નો ખુબ જ અગત્યનો હિસ્સો છે. અને જેની આપણા જીવનમાં ખુબ જ ઊંડી અસર પણ પડે છે. અને ભોજન રોજ કરવા માટે તમારે કમાવું પણ પડે છે. આ માટે ભોજન તમારી મહેનત નું ફળ હોય છે. આ માટેજયારે ઓઅન તમે ભોજન કરવા બેઠો ત્યારે તમારે અમુક વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈએ. જો અમુક નિયમો નું તમે ધ્યાન નહિ રાખો તો આના જીવનની તમારા ઉપર નકારાત્મક અસર પડશે. અને તમે ધીમે ધીમે ગરીબ બનતા જશો.

જો કુંડળીમાં અચાનક મૃત્યુનો દોષ આવે છે અથવા કોઈ હંમેશાં બીમાર રહેતું હોય તો તમે દવાઓ સાથે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ આ વસ્તુઓ અપનાવી શકો છો. એવું માનવામાં આવે છે કે તે સ્વાસ્થ્ય માટે સારું છે. તે જ સમયે ગ્રહની ખામી પણ ધીમે ધીમે સમાપ્ત થાય છે અને આયુષ્ય વધે છે.

જો કોઈની કુંડળીમાં અચાનક મૃત્યુ થવાનો હોષ હોય તો તેને પૂર્વ દિશા તરફ જોઈને જ ખાવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જેના કારણે ઉંમર વધે છે. વિશેષ ધ્યાન એ રાખવું કે જો કુંડળીમાં કોઈ જીવલેણ ગ્રહ છે, તો આવા લોકોએ હંમેશા પૂર્વ તરફ જોઈને જ ખાવું જોઈએ. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને અકાળ મૃત્યુનો ભય પણ ન રહે.

જો કોઈની તબિયત હંમેશા ખરાબ રહેતી હોય અથવા તો ઘરમાં કોઈની તબિયત હંમેશા ખરાબ હોય તો તેણે પશ્ચિમ તરફ જોઈને ખોરાક લેવો જોઈએ. જેથી સ્વાસ્થ્ય સારું રહે છે. ધ્યાનમાં રાખો કે વધુ સારા આરોગ્ય નિવારણ માટે પશ્ચિમમાં દિશાનું વાસ્તુમાં વિશેષ મહત્વ છે. તેથી જ નિષ્ણાતો દર્દીઓને પશ્ચિમી દિશામાં મોં રાખીને ખાવાની ભલામણ કરે છે.

વાસ્તુ અનુસાર ભીના પગે ભોજન કરવું શુભ માનવામાં આવે છે. જેનાથી સ્વાસ્થ્ય સંબંધી લાભ મળે છે. અગ્નિ ખુણા (દક્ષિણ-પૂર્વ દિશાની વચ્ચે) તરફ મોઢું રાખીને ભોજન કરવાથી યૌન સંબંધી બિમારી થઈ શકે છે. આ ઉપરાંત સ્વપ્નદોષ, લ્યૂકોરિયા, પ્રદર રોગ વગેરે થઈ શકે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરમાં પૈસા ન હોય અથવા બચત ન થતી હોય તો હંમેશા ઉત્તર દિશા તરફ મોં રાખીને ખોરાક લેવો જોઈએ. ખાસ કરીને ઘરના વડાએ હંમેશાં ઉત્તર તરફ જોઈને ખોરાક લેવો જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે આવેલા નૈઋત્ય ખુણા તરફ મોઢું રાખીને ભોજન કરવાથી પાચન શક્તિ નબળી પડે છે અને પેટ સંબંધીત બિમારીઓ થઈ શકે છે. હાથ પગ અને મોઢું ધોઈને ભોજન કરવાથી આયુષ્ય વધે છે.

વધુ પડતા લોકો જયારે જમવા બેસે છે ત્યારે તેનું કઈ નક્કી નથી હોતું કે તેઓ કઈ દિશા માં બેસે છે. તેઓ ઘર માં કોઈ પણ દિશા માં અને ગમે ત્યાં બેસી ને ભજન કરી લેતા હોય છે. પણ જો વાસ્તુ નું તમે માનો તો તમારે દક્ષીણ દિશા માં બેસી ને ક્યારેય ભોજન ન કરવું જોઈએ. વાસ્તુ અનુસાર આ દિશા માં સૌથી વધુ નકારાત્મક ઉર્જા રહેલી હોય છે. એવામાં નકારાત્મકતા ભોજન સાથે તમારા શરીર માં પણ આવી જાય છે.

અને આ દિશા માં ભોજન કરવાથી તારી ખરાબ કિસ્મત શરુ થઇ જાય છે. અમુક લોકો ના તો વ્યવહાર માં પણ પરિવર્તન આવે છે. અને તેઓ ઘણા વધુ બીમાર પણ પડી જતા હોય છે. આ માટે એકજ સલાહ છે કે દક્ષીણ દિશા માં બેસી અને ક્યારેય ભોજન ન કરવું જોઈએ. ઘણા લોકો જમવાનું બનાવતા સમયે કિચન સ્ટેન્ડ ઉપર જ જમવાનું શરુ કરી દેતા હોય છે. આવું કરવાથી ઘર ની બરકત જતી રહે છે.

આ સાથે જમવાનું બનાવતા સમયે ક્યારેય અપશબ્દો નો ઉપયોગ ન કરવો જોઈએ. અને સાથે ભોજન સમયે મન ને શાંત રાખવું જોઈએ. સાથે ભોજન કરવા સમયે મન ને શાંત રાખવું અને ગુસ્સો બહુ ઓછો કરવો જોઈએ. આ સાથે જમવા ત્યારે તમે બેસો ત્યારે જે ભોગ કાઢતા હોય તે જમીન ઉપર નીચે ન કાઢવો જોઈએ. તેને જમીન ઉપર કાઢવાથી તેનું અપમાન થાય છે. અને અન્ન નું અપમાન કોઈ દિવસ ન કરવું જોઈએ.

શાસ્ત્રો મુજબ પલાઠી વાળીને ભોજન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ખુરશી પર બેસીને પગ લટકાવી ભોજન કરવું અશુભ માનવામાં આવે છે. જે લોકોને પૈસાની તંગી હોય છે તથા ધન કમાવવાની ચિંતા રહે છે તેમણે પશ્ચિમ દિશા તરફ મોઢુ રાખીને ભોજન કરવું જોઈએ. આ દિશામાં ભોજન કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

Leave a Comment