અમેરિકામાં ઉનાળાની રજા માણી રહેલા ગીતાબેન રબારી સવાર સવારમાં બરફની વચ્ચે રમતા જોવા મળ્યા ગરબા,જુઓ વિડિયો

0
145

હાલમાં ગુજરાતી કલાકારો ઉનાળાની ગરમી વચ્ચે વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે અને પોતાની રજાઓ માણી રહ્યા છે. હાલમાં જ કિંજલ દવે પોતાના ભાઈ અને ફિયાન્સ પવન જોશી સાથે દુબઈ પ્રવાસે ગયા છે. તેમની સાથે લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડિયા પણ છે અને સાથે સાથે અલ્પાબેન પટેલ પણ પોતાના જીવનસાથી સાથે અત્યારે હનીમૂન પર છે.

ત્યારે હાલમાં ફરી એકવાર લોકપ્રિય ગાયક ગીતાબેન રબારી વિદેશ પ્રવાસ જવા માટે રવાના થયા છે. આપણે જાણીએ છીએ કે પ્રોગ્રામ માટે અને ફરવા માટે ગીતાબેન રબારી અવારનવાર વિદેશ જતા હોય છે. હાલમાં તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની અમેરિકા જવાની માહિતી પોતાના ચાહકો સાથે શેર કરી છે.

આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામમાં તેમને દિલ્હી એરપોર્ટ ની થોડી ઘણી તસવીરો પણ શેર કરી છે અને ત્યાર બાદ અમેરિકા પહોંચતા તેમને બીજી પણ ઘણી બધી તસવીરો શેર કરી છે. ખરેખર ગીતાબેન રબારી પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી રહ્યા છે અને પોતાની આગવી શૈલી દ્વારા આજે સંગીતની દુનિયામાં પ્રખ્યાત લોક ગાયિકા તરીકે નામ છે.

 

View this post on Instagram

 

A post shared by @geetabenrabari6064

નાના એવા ગામમાં થી ગીતાબેન રબારી એ પોતાના સૂરીલા કંઠે ગીતો ગાયને આજે ગુજરાતમાં નહીં પણ દેશ-વિદેશમાં ગુજરાતી ભાષાનું નામ રોશન કર્યું છે. હાલમાં અમદાવાદ શહેરમાં યોજાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ના 200 વર્ષ પૂર્ણ થઇ જતા મહોત્સવ યોજાયો હતો ત્યારે આ પ્રસંગે તેમને ભજન અને ભક્તિ ની રમઝટ બોલાવી હતી.

આ કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓ હવે અમેરિકા જવા માટે નીકળી પડ્યા છે.અત્યાર સુધીમાં તેઓ જાહેર કાર્યક્રમમાં પોતાનો પારંપારિક વેશ ધારણ કરે છે જે કચ્છની ભાતીગળ સંસ્કૃતિ છે. મોટાભાગે તે પોતાના અંગત જીવનમા મોડર્ન કપડાં પહેરે છે અને ઘરમાં તેઓ એકદમ સરળ અને સાદગી રીતે રહે છે. હાલમાં તેમની આ સફર માં તેઓ પેન્ટ ટોપ માંથી અતિ સુંદર લાગી રહ્યા છે.

ત્યારે ગીતાબેન રબારી જ્યારે અમેરિકાના પ્રવાસ પર છે ત્યારે તેઓ બરફ સાથે રમતા અને -7 ડિગ્રી સેલ્સિયસ ની અંદર ગરબા લેતા જોવા મળ્યા હતા. આ ફોટામાં આપણે જોઈ શકીએ છીએ કે તેમની પાછળ ની ગાડી અને તેમની પાછળ રહેલા મકાન ઉપર કેટલો બધો બરફ જામી ગયેલો જોવા મળી રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.