લગ્નના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં થયો આટલો મોટો ઘટાડો,જાણો સોના ચાંદી ની કિંમત

0
57

લગ્નના માહોલ વચ્ચે ભારતની છૂટક બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ 550 રૂપિયાનો ઘટાડો થયો છે અને 22 કેરેટ સોના માં 510 રૂપિયા ઘટીને 46300 વેચાઈ રહ્યું છે.

એક્સાઇઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જીસ ને કારણે સમગ્ર દેશમાં સોનાની કિંમત બદલાય છે.દેશના અલગ-અલગ રાજ્યોમાં સોના-ચાંદીના અલગ-અલગ ભાવો હોય છે અને આ અઠવાડિયે બીજા કારોબારીના દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અગાઉ સોમવારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. તે સમયે ચાંદીના ભાવમાં નહિવત ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં સોના-ચાંદીના ભાવમાં દરરોજ વધઘટ થતી જોવા મળે છે.દિલ્હી, કોલકત્તા અને મુંબઈમાં 22 કેરેટ સોનુ 46300 અને ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 51286 રૂપિયા છે.

જ્યારે 22 કેરેટ સોનુ ચેન્નઈમાં 46950 છે.દેશમાં લગ્ન સહિતના શુભ મુહૂર્તો શરૂ થઇ ગયા છે અને બજાર પર સકારાત્મક અસર થવાની ધારણા છે. બીજા આગામી દિવસોમાં ધાતુઓની ખરીદીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

24 કેરેટ સોનાના આભૂષણો માં 999 લખ્યું હોય છે,જયારે 23 કેરેટ સોના પર 958,22 કેરેટ પર 916,21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે.24 કેરેટ સોનું લગભગ 99.9 ટકા શુદ્ધ હોય છે.22 કેરેટ સોનામાં અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભુષણો તૈયાર કરવામાં આવે છે સામાન્ય રીતે ચોવીસ કેરેટ શુદ્ધ સોનાનાં આભૂષણો બનતા નથી.આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમર્કિંગ થાય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.