સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો,આટલા હજાર રૂપિયા સસ્તુ થયું સોનુ,જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

0
35

દેશમાં ફરી એકવાર સોનાની કિંમતમાં મોટો ઘટાડો થયો છે ત્યારે લગ્નની સિઝનને કારણે બુલિયન માર્કેટમાં સોના-ચાંદીની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે અને ભાવ ઘટાડાના કારણે સોનાની ખરીદીને લઈને ગ્રાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

શનિવારે બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનુ 45000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ ટ્રેડ થઈ રહ્યું હતું અને આ પહેલા શુક્રવારે બુલિયન માર્કેટમાં સોનું 45 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. સોનાની કિંમતમાં 400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો ઘટાડો આવ્યો છે.

બુલિયન માર્કેટમાં સોના ની કિંમત 45000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહી હતી અને આ સાથે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 49200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યુ છે. શુક્રવાર 24 કેરેટ સોનાની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો થયો હતો.

આપને જણાવી દઇએ કે સોનાની રેકોર્ડ કિંમત થી હાલમાં સોનુ 10000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.નિષ્ણાંતોના વર્ષની શરૂઆતમાં દાવો કર્યો હતો કે એપ્રિલ મહિના સુધીમાં સોનાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

ગત વર્ષની સરખામણીમાં ફેબ્રુઆરી મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે ત્યારે ઓગસ્ટ મહિનામાં સોનું તેના સર્વકાલીન ઉંચા દરે પહોંચી ગયું હતું.ઓગસ્ટ 2020 માં સોનાની કિંમત 55400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. જો આપણે સોનાની વર્તમાન કિંમત 45100 પ્રતી દસ ગ્રામની તુલના કરીએ તો આપણે સોનું ઓલટાઇમ હાઇ રેટ કરતા 10000 પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાઈ રહ્યું છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.