સોનું ખરીદવાની સુવર્ણ તક,હાલમાં સોનું 2701 રૂપિયા મળી રહ્યું છે સસ્તુ,જાણો આજના નવા ભાવ

0
427

દેશના બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં વધુ ફેરફાર જોવા મળ્યો નથી. ગઈકાલે 22 કેરેટ પ્રતિ સોના ની કિંમત 49950 રૂપિયા છે ત્યારે 24 કેરેટ સોનાની કિંમત પણ તેટલી જ યથાવત્ રહી છે જેટલી હતી. આજરોજ ચાંદીની કિંમતમાં સો રૂપિયા પ્રતિ કિલો વધીને 70000 રૂપિયા ને આંકડે પહોંચી ગઇ છે.

ગુડ રિટન્સ વેબસાઇટ અનુસાર 20 એપ્રિલ 2022 ના રોજ 24 કેરેટ સોનાની કિંમત 54480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી અને 22 કેરેટ સોનાની કિંમત 49950 રૂપિયા યથાવત છે અને બીજી તરફ દેશમાં ચાંદીનો ભાવ આજે 100 રૂપિયા વધીને 70000 પ્રતિ કિલો થઇ ગયો છે.

મંગળવારે સોનુ 104 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે અને 53499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું અને બીજી તરફ ચાંદી 235 રૂપિયા મોંઘુ થયું હતું અને 70344 નથી કિલોગ્રામ પર બંધ થઈ હતી અને આ પહેલા સોમવારે ચાંદી 70109 પ્રતી કિલોના સ્તરે બંધ થઈ હતી.

આટલો ઉછાળો હોવા છતાં સોમવારે સોનુ તેની સર્વકાલીન ઉંચાઈ કરતાં લગભગ 2701 પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે અને તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનો 2020 માં સોનુ તેના સર્વકાલીન ઊંચા સ્તરે પહોંચી ગયું હતું અને તે સમયે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તે સમયે ચાંદીના ઉચ્ચતમ સ્તર થી લગભગ 9636 રૂપિયા પ્રતી કિલોના દરે સસ્તી થઈ રહી છે.ચાંદી નો ઓલ ટાઇમ હાઈ લેવલ 79980 રૂપિયા પ્રતી કિલો છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.