અરે વાહ! સોનાના ભાવમાં 4509 રૂપિયા નો મોટો ઘટાડો,જાણો અહીં આજના નવા ભાવ

0
788

જો તમે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આ કારોબારી અઠવાડિયાના પ્રથમ દિવસે સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને આ ઘટાડાને કારણે સોનાના ખરીદારો માં થોડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હકીકતમાં છેલ્લા એક મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટમાં અસ્થિરતા નો માહોલ છે.

સોના-ચાંદીના ભાવમાં હાલ જોવા મળી રહી છે અને છેલ્લા ઘણા દિવસોથી સતત વધી રહેલા ભાવ વધારા વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં થયેલા વધારા વચ્ચે ખરીદદારો માટે આ ઘટાડો સારો માનવામાં આવી રહ્યો છે. સોમવારે આ કારોબારી અઠવાડિયાના પ્રથમ દિવસે સોના સાથે ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી હતી.

છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવાર ની સરખામણી એ સોમવારે સોનુ 201 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું હતું જ્યારે ચાંદી 1099 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી. સોમવારે સોનુ 201 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું અને 51691 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આપેલા શુક્રવારે સોનું 51892 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું તો બીજી તરફ ચાંદી 1099 રૂપિયા સસ્તું થઈને 67592 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ.

આ ઘટાડા પછી પણ સોમવારે સોનું તેની ઓલટાઇમ હાઇ રેટ કરતા 4509 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાય રહ્યું હતું. આપને જણાવી દઇએ કે ઓગસ્ટ 2020 માં સોનુ તેની સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. તે સમયે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું અને ચાંદી તેના ઉચ્ચતમ સ્તર થી લગભગ 12388 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે.

ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 45550 રૂપિયા છે જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 47240 રૂપિયા છે જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 47600 રૂપિયા છે જ્યારે કોલકત્તામાં 22 કેરેટ સોનાનો ભાવ 47400 રૂપિયા છે જ્યારે બેંગ્લોરમાં 22 કેરેટ સોનાની કિંમત 45700 રૂપિયા છે જ્યારે હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 45700 રૂપિયા છે જ્યારે વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 47280 રૂપિયા છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.