જલ્દીથી ખરીદો સોનુ! સોનાના ભાવમાં ફરી એક વાર થયો મોટો ઘટાડો,જાણો 22-24 કેરેટ સોનાના ભાવ

0
34

આજરોજ દેશના છૂટક બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.આજરોજ 24 કેરેટ સોના માં 440 રૂપિયાના ઘટાડા સાથે સોનુ પ્રતી 10 ગ્રામ 51110 પર વેચાઈ રહ્યું છે. જ્યારે 22 કેરેટ સોનામાં 400 રૂપિયાના ઘટાડા સાથે 46850 રૂપિયા વેચાઈ રહ્યું છે. શનિવારે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે અને આવી સ્થિતિમાં ચાંદી પ્રતિ કિલોગ્રામ 65000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

એક વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનું દિલ્હી, કોલકાતા અને મુંબઇ માં પ્રતી 10 ગ્રામ 51110 રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે 22 કેરેટ સોનુ કોલકાતા અને મુંબઇ માં 46850 રૂપિયા અને દિલ્હીમાં 47260 રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને ચેન્નઈમાં 24 કેરેટ સોનુ 52370 રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને 22 કેરેટ સોનુ ચેન્નઈમાં 48010 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

એક્સાઇઝ ડ્યુટી, રાજ્યના કર અને મેકીંગ ચાર્જીસ ને કારણે સમગ્ર દેશમાં સોનાની ચાંદીના ભાવમાં બદલાય છે. ચેન્નઇમાં એક કિલો ચાંદી ની કિંમત 65000 રૂપિયા છે અને કોલકાતા અને મુંબઇ માં તેની કિંમત 65000 અને દિલ્હીમાં 70000 રૂપિયા છે.

વિદેશી બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.કોમેક્સ માર્કેટમાં સોનું 39 ડોલર પ્રતિ ઔંસ ઘટીને 1887 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ગોલ્ડ સ્પોટ ની કિંમત ઔંસ દીઠ 14 ડોલર ના ઘટાડા સાથે 1889 ડોલર પર ટ્રેડ થઈ રહી છે.

કોમેક્સ પર ચાંદી ની કિંમત ત્રણ ટકાના ઘટાડા સાથે 24 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે જ્યારે ચાંદી હાજર ની કિંમત ઔંસ દીઠ 24.27 ડોલર પર ટ્રેડ થઈ રહી છે.આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ.

સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.