વિધાનસભા ચૂંટણી પહેલાં સોના ના ભાવ માં થયો ધરખમ ઘટાડો,જાણો સોના ચાંદીના ભાવો

0
107

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના સહિત અનેક કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડા વચ્ચે ગુરૂવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં પણ ઘટાડો થયો હતો. ગુરુવારે સોનાની કિંમતમાં મોટો ઘટાડો થયો હતો અને તે પણ 563 રૂપિયા ઘટીને 48215 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો.

એચડીએફસી સિક્યુરિટીઝ પાસેથી મળેલી માહિતી અનુસાર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 48778 પ્રતી 10 ગ્રામ પર બંધ થયું હતું.ઍજ રીતે ચાંદીના ભાવ માં પણ 1186 ઘટાડા સાથે 62798 પ્રતી કિલોગ્રામ થયો હતો.

અગાઉ ટ્રેડિંગ સેશનમાં ચાંદી 63978 પ્રતી કિલોગ્રામ થઈ હતી.બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ઘટીને 1810 ડોલર પ્રતી ઔસ થઈ હતી. બીજી તરફ ચાંદી 23.10 ડોલર પ્રતિ ઔસ પર રહી.

એચડીએફસી સિક્યોરિટીઝ ના તપન પટેલે જણાવ્યું હતું કે યુ.એસ એફઓએમસી ના પરિણામો બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો છે.છેલ્લા લાંબા સમયથી સોના અને ચાંદી માં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

સોનુ અત્યારે ગત વર્ષના રેકોર્ડસ્તર ની નીચે 7500 ની આસપાસ ટ્રેડ કરી રહ્યુ છે તે જ સમયે ચાંદી રેકોર્ડ રેટ 76004 રૂપિયાથી 13 હજાર રૂપિયાથી વધુ સસ્તી છે.જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે એકવાર કિંમત તપાસવી જોઇએ.

રેટ જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસીને સરળતાથી જાણી શકો છો આ માટે તમારે મોબાઈલ નંબર 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે પછી તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.