ગુજરાતના ખેડૂતોમાં આનંદનો માહોલ! ડુંગળીના ભાવ સારા મળતા ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના લાખો કટ્ટા ની આવક

0
414

સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત રાજકોટમાં હાલ વાતાવરણ ચોખ્ખું થવાને કારણે રાજકોટમાં ડુંગળીની આવકમાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની મબલખ આવક થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે જ્યારે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણવામાં આવતું ગોંડલ માર્કેટ યાર્ડ માં પોણા બે લાખ કટ્ટા ની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના સારા ભાવ જોવા મળી રહ્યા છે. જેથી મોટાભાગના ખેડૂતો ડુંગળી વેચવા માટે પ્રાથમિકતા દાખવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદ થવાને કારણે ડુંગળીનું ઉત્પાદન ખૂબ જ વધારે પ્રમાણમાં થયું હતું. ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે ગોંડલ માર્કેટ યાર્ડ માં આવે છે.

આ બાબતે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ફક્ત એક દિવસની અંદર આશરે પોણા બે લાખ કટ્ટા ડુંગળીની આવક થવાથી રોડની બંને બાજુ ડુંગળી ભરેલા વાહનોની લાઈન લાગેલી જોવા મળી હતી. આપને જણાવી દઇએ કે દરરોજ 40 હજાર કટ્ટા નું વેચાણ થઈ રહ્યું છે.

જ્યારે વધુમાં કહેવામા આવી રહ્યું છે કે 20 કિલો ડુંગળી નો ભાવ 80 થી 300 રૂપિયા સુધી બોલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગોંડલ, જેતપુર, કોટડા સાંગાણી સહિતના નજીકના વિસ્તારોમાં ડુંગળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાના કારણે મોટાભાગના ખેડૂતો પોતાના ડુંગળી ના પાક વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા.

ડુંગળી માં હવે તેજીના વળતાં પાણી શરૂ થઈ ગયા છે.જેનું એક કારણ કેન્દ્ર સરકારે દેશના પાટનગર સહિત કેટલાક શહેરમાં ડુંગળીના ભાવ ને ધ્યાનમાં રાખીને નાફેડ પાસે પડેલા બફર સ્ટોક માંથી ડુંગળી રિલીઝ કરવાની શરૂ કર્યું હોવાની વાત ગ્રાહક મંત્રાલય કરી હતી.

બીજી તરફ સરકારે દેશના તમામ રાજ્યોને પણ 2100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ખરીદવા માટે દરખાસ્ત કરી છે. ખેડૂતોને ડુંગળીની આવક ના સમયે સરકારે બફર સ્ટોક રિલીઝ કર્યા હોવાથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નીચા થવા લાગ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.