ખેડૂતો માટે આનંદ ના સમાચાર,ફરી એક વાર કપાસના ભાવમાં આવી તેજી,આટલા રૂપિયાનો થયો વધારો

0
23

ગુજરાત ના બજારોમાં ગુરુવારે કોટન ખાંડી ₹ 76500-77000 ના ભાવે બોલાતી હતી જયારે મહારાષ્ટ્ર માં પ્રીમિયમ કોટન ના ભાવ 78 હજાર જોવા મળ્યા હતા.એમસીએકસ વાયદા એ સવાર માં 3740 ની ટોચ દર્શાવી હતી એટલે કે 78 હજાર ના ભાવે ટ્રેડ થયો હતો.

વેશ્વિક બજારોમાં ન્યુયોર્ક કોટન વાયદો 124.76 સેન્ટ્સ ની 11 વર્ષો ની ટોચ દર્શાવી પ્રોફિટ બુકિંગ પાછળ 123.10 સેંટ્સ પર ટ્રેડ થઈ રહો છે.સોમવાર થી ગુરુવાર સુધીના ચાર દિવસોમાં કોટન ના ભાવમાં 3000 થી 3500 ની તેજી જોવા મળી હતી

જેના મુખ્ય કારણોમાં વૈશ્વિક બજારોમાં તેજી ઉપરાંત સ્થાનિક બજારોમાં ઊંચી માંગ છે. વૈશ્વિક સ્તરે યાર્ન ની નિકાસ ઊંચી હોવાને કારણે સ્પીનર્સ ની માંગ અકબંધ છે.ગયા વર્ષે કિલોગ્રામ 50-70 ના નફા સામે ચાલુ વર્ષે કોટનના મજબૂતી છતા તેઓ કિલોગ્રામ પર 25-30 ની કમાણી કરી રહ્યા છે

અને તેથી તેમને માટે કોઈ ચિંતા નું કારણ નથી.યાર્ન ક્ષેત્રે ભારત હાલમાં સૌથી સ્પર્ધાત્મક છે અને તેથી દેશમાં કોટન નો વપરાશ સતત વધી રહ્યો છે. એક અંદાજ મુજબ 2021-22 માં મહિને 28 લાખ ગાંસડી નો વપરાશ જળવાશે અને તેથી વર્ષે ફૂલ 3.4 કરોડ ગાંસડી નો વપરાશ જોવા મળશે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.