ખેડૂતો માટે ખુશીના સમાચાર : એરંડાના ભાવમાં આજે ભુક્કા બોલાવતી તેજી, જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના એરંડાના ભાવ…

0
158

આજે માર્કેટ યાર્ડમાં મોટા ભાગના પાકોના ભાવમાં અઢળક વધારો થઇ રહ્યો છે. તમે જાણતા જ હશો કે, હાલ કપાસના ભાવ આસમાને પહોંચ્યા હતા. ત્યારે હવે તમને જણાવીને આનંદ થાય છે કે આ વર્ષે એરંડાના ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે.

દર વર્ષે ભાવ વધવાની આશામાં ને આશામાં ખેડૂતો મોડે સુધી તૈયાર થયેલો પાક રાખી મુકતા હોય છે. અને અંતે ભાવ ન વધવાના કારણે સસ્તા દરે પોતાનો પાક વેચી દેતા હોય છે. પરંતુ આ વખતે ખેડૂતોને નિરાશ થવાનો વારો નહિ આવે. હાલ, સરકાર દ્વારા એરંડાના પોષણક્ષમ ભાવ મળી રહેતા ખેડૂતોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

દર વર્ષ કરતા આ વર્ષે એરંડા ના પાકના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે, આપણા દેશમાં એરંડાના તેલની ખુબ જ માંગ છે. માત્ર આપણો દેશ જ નહિ, પરંતુ અન્ય દેશોમાં પણ એરંડાની નિકાસ કરવામાં આવે છે.

જામનગર જિલ્લાના માર્કેટ યાર્ડમાં 1200 થી 1371 રૂપિયા એરંડાનો ભાવ બોલાઈ રહ્યો છે. આ ઉપરાંત જામનગરના કાલાવડમાં એરંડાનો ભાવ 1250 થી 1377 રૂપિયા નોંધાઈ રહ્યો છે. ઉપલેટા તાલુકાના માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂપિયા 1300 થી 1371 નોંધાયો છે. આ ઉપરાંત વિસાવદરમાં એરંડા નો ભાવ 1200 થી 1366 અને ધોરાજીમાં 1311 રૂપિયાથી 1371 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને આંધ્રપ્રદેશ માં પણ એરંડાનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે એરંડાનું વાવેતર ઓછા પ્રમાણમાં થયું હતું, એમાં પણ તેના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. આ કારણે એરંડાના ભાવમાં ધરખમ વધારો થયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.