ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદભાઈ ધોળકિયા પાસે લક્ઝરીયસ કારો નો છે ભંડોળ,આ ગાડીઓ જોઈને આપણી તો આંખો…

0
166

ગુજરાતી એટલે કે ધંધાદારી… વિશ્વમાં કોઈ પણ સ્થળ કે જગ્યા હોય ગુજરાતીઓ પોતાનો ધંધો સેટ કરી જ દેતા હોય છે. કહેવાય છે કે તેઓના ખુન માં જ ધંધો રહેલો છે. આજે વાત કરીએ આવા જ એક બિઝનેસમેનની કે જેની પાસે કરોડોની સંપત્તિ છે. અને બિઝનેસમા પણ ટોપ પર તેમનું નામ આવે છે…

ગોવિંદભાઈ ધોળકિયા કે જેઓ રામકૃષ્ણ એક્સપોર્ટના માલિક છે… તેઓના કરિયરની શરૂઆત ખૂબ જ કઠિન રીતે થઈ હતી. તેઓ શરૂઆતમાં હીરા ઘસતા હતા અને કઠિન મહેનતના પરિણામે તેઓએ આ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. મુકેશ અંબાણી બાદ બિઝનેસમાં ટોપ પર ગોવિંદ ધોળકીયા નું નામ આવે છે. ત્યારે આજે તેમની જીવનશૈલી વિશે વાત કરીએ…

ગોવિંદભાઈ ધોળકિયા ના પરિવારના દરેક સભ્યો પાસે એકથી એક લક્ઝુરિયસ કાર નો ખજાનો છે. તેઓની ફેમિલીમાં મર્સિડીઝ, બી.એમ.ડબલ્યુ, ફેરારી rolls-royce અને લેમ્બર્ગીની જેવી એક થી એક લક્ઝુરિયસ કાર છે. તેઓની પાસે સારું એવું કાર નું કલેક્શન છે.

આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ મોખરે આવે છે. તેઓનો રામકૃષ્ણ ડાયમંડ એક્સપોર્ટ નો બિઝનેસ દેશ વિદેશોમાં પણ ચાલે છે. આ ઉપરાંત તેઓએ પોતાના વતનના વિકાસ માટે પણ કરોડોનો ખર્ચો કર્યો હતો. ગોવિંદભાઈ ધોળકિયા ખૂબ જ દાતાર અને પ્રેમાળ સ્વભાવ ના છે.

ગોવિંદભાઈ ધોળકિયા નો જન્મ અમરેલી જિલ્લા ના નામ ધંધુકા ગામમાં થયો હતો અને તેઓએ માત્ર 13 વર્ષની ઉંમરે હિરા ઘસવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ કઠિન મહેનત અને સંઘર્ષ ના પરિણામે તેઓએ રામકૃષ્ણ એક્સપોર્ટસ નામની ડાયમંડ ની કંપની શરૂ કરી હતી અને હાલ તેનો મોટાપાયે વિકાસ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ગોવિંદભાઈ ધોળકિયા એ હાલમાં જ તેમના પુત્ર ને એક લક્ઝરી કાર ગીફ્ટમાં આપી હતી. શ્રેયાંશ ની વર્ષગાંઠ નિમિત્તે તેના પિતાએ તેને ferrari 488 GTB કાર ગિફ્ટ કરી છે. શ્રેયાંશ ને પહેલેથી જ સ્પોર્ટ કાર નો ખૂબ જ શોખ હતો, જેથી ગોવિંદભાઈ તેના પુત્રને આ લક્ઝરિયસ કાર ગિફ્ટ આપી છે. શ્રેયાંશ પણ આ ગિફ્ટ ને જોઈને ખૂબ જ ખુશ થયો હતો. ગોવિંદભાઈ ધોળકિયા પાસે એકથી એક એવી ચડિયાતી લક્ઝરિયસ કાર નો ખજાનો છે કે જે મોટા મોટા હીરો પાસે પણ નહી હોય.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.