પૌત્રના મૃત્યુના સમાચાર સાંભળીને દાદાનું પણ કરુણ મૃત્યુ : બાઈક સ્લીપ થતાં યુવકના માથા પરથી પસાર થઈ ગઈ કાર – જુઓ CCTV ફૂટેજ

0
33

ઇન્દોરના એરપોર્ટ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર એકટીવા સ્લીપ થવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રોડ પરથી પસાર થઈ રહેલી કાર યુવકના માથા પરથી પસાર થઇ ગઇ હતી. આ કારણોસર યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે.

યુવકના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના દાદાનું પણ અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કૃષ્ણ વાટિકામાં રહેતા બલ્લુ પુરી નામના 17 વર્ષના યુવકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર યુવક ઘરેથી જમ્યા બાદ એકટીવાથી કલાણીનગર ચોકડી તરફ જઈ રહ્યો હતો.

રસ્તામાં યુવકની બાઇક એક કારની સામે સ્લીપ થઈ ગઈ હતી. આ દરમિયાન યુવક નીચે પડયો હતો અને ત્યારે સામેથી આવી રહેલી કાર યુવકના માથા પરથી પસાર થઇ ગઇ હતી. ઘટનામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.ગંભીર ઇજા પહોંચવાના કારણે યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

મૃત્યુ પામેલો યુવક એના મામા સાથે રહેતો હતો અને ફર્નિચરનું કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ બની હતી. પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મંગળવારના રોજ સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર યુવકના મૃત્યુના સમાચાર સાંભળીને યુવકના દાદાનુ પણ કરુણ મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારને જપ્ત કરી લીધી છે. મૃત્યુ પામેલા યુવકની માતાનું મૃત્યુ ઘણા સમય પહેલા થઈ ગયું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.