લીલા ચણાની ખેતી લાખોની કમાણી : પાટણના આ ખેડૂતે સ્વદેશી પદ્ધતિ લીલા ચણાનું વાવેતર કરીને લાખો રૂપિયાની કરી રહ્યા છે કમાણી…

0
22

લીલા ચણાને આપણે છોલે ચણાના નામે પણ ઓળખીએ છીએ. લીલા ચણા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોય છે. ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામના ખેડૂત સ્વદેશી પદ્ધતિનો ઉપયોગ કરીને લીલા ચણાની ખેતી કરી રહ્યા છે. આ લીલા ચણાની ખેતી માંથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરે છે.

તેઓ 35 વીઘા જમીનમાં ખેતી કરીને ત્રણ લાખથી પણ વધારે રૂપિયાની કમાણી કરે છે. તેઓ જમીનમા ઓર્ગેનિક રીતે ચણાનું વાવેતર કરે છે.  મોટીચંદુર ગામના ખેડૂત કેતનભાઇ વાઢેર વર્ષોથી આ રીતે ઓર્ગેનિક ચણાની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

તેવું સૌ પ્રથમ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને પાકનું વાવેતર કરી રહ્યા હતા. પરંતુ રાસાયણિક ખાતરની કેટલીક માઠી અસર પડવાના કારણે તેઓ રાસાયણીક ખેતી છોડીને પ્રાકૃતિક પદ્ધતિથી લીલા ચણાની ખેતી કરવા લાગ્યા છે.

કેતનભાઇને ખેતી માટે ચાલતી જનજાગૃતિ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ચાલતા અભિયાન દ્વારા પ્રાકૃતિક ખેતી કરવાનું માર્ગદર્શન મળ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી કેતનભાઇ આ રીતે જ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી માં ઘણો ખર્ચ ઓછો થાય છે. પ્રાકૃતિક ખેતી માં દસ હજાર રૂપિયા ખર્ચીને ચણાના પાક નું વાવેતર થાય છે. પ્રાકૃતિક ખેતી કરવાના ઘણા ફાયદાઓ છે.

સૌપ્રથમ રાસાયણિક ખાતર અને દવાના ખર્ચામાં થી છુટકારો મળે છે. રસાયણનો ઉપયોગ અટકતા જમીનમાં સારા એવા ફાયદા થાય છે. પ્રાકૃતિક રીતે ખેતી કરવાથી પાંચ ગણા ખર્ચમાં ઘટાડો આવે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.