તમે હાલમાં ઘણા એવા લોકો જોયા હશે. જેનું શરીર એકદમ સ્વસ્થ હોય છતાં પણ તે લોકો રોડ પર ભીખ માંગતા હોય છે. ત્યારે રાજકોટના ઉપલાકાંઠામાં રહેતી એક યુવતી બંને પગથી હેન્ડીકેપ છે. યુવતીની નબળી આર્થિક પરિસ્થિતિ અને શારીરિક ખામી હોવાના કારણે તેને અભ્યાસ કરવાથી લઈને નોકરી મેળવવા માટે અનેક સંઘર્ષો કરવા પડ્યા છે.
આમ છતાં પણ આ બહાદુર યુવતીએ ક્યારે પણ હાર માની નથી. યુવતી બંને પગથી હેન્ડીકેપ હોવા છતાં પણ પોતાના પરિવારને આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ બને છે. હાલમાં આ યુવતી પીએચડીનો અભ્યાસ કરે છે.
યુવતી બંને પગથી હેન્ડીકેપ હોવાના કારણે કોઈપણ જગ્યાએ જો તે જોબ ઇન્ટરવ્યુ માટે જાય તો તેની સ્થિતિ જોઈને તેને ના પાડી દેતાં હતાં. ઉપરાંત આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તે પોતાની કોલેજની ફી ભરવા માટે પણ સક્ષમ ન હતી.
યુવતી લોકોની મદદ કરી શકે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરી શકે તે માટે તે સરકારી ઓફિસની બહાર ફોર્મ નજીવા દરે ભરવાનું ચાલુ કર્યું છે. યુવતીના પિતા સાડીના કારખાનામાં કામ કરે છે. યુવતીનો નાનો ભાઈ રીક્ષા ચલાવે છે અને અન્ય એક ભાઈ મજૂરી કામ કરે છે.
પરંતુ યુવતીના પિતા અને મોટાભાઈને અમુક કુટેવ છે. મળતી માહિતી અનુસાર યુવતી મહેનત કરીને દરરોજના 200 રૂપિયા કમાય છે. તેથી તેના પરિવારને આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ થાય છે. સાથે તે પોતાનો અભ્યાસનો ખર્ચો પણ કાઢે છે. યુવતીને અભ્યાસ માટે સૌથી વધુ તેનો નાનો ભાઈ સપોર્ટ કરે છે.
યુવતીના પરિવારમાં માતા-પિતા, ચાર ભાઈ, એક ભત્રીજો અને એક ભત્રીજી અને તે પોતે એમ કુલ 10 લોકો રહે છે. આ બહાદુર દીકરી બંને પગથી હેન્ડિકેપ હોવા છતાં પણ હિંમત હાર્યા વિના સતત મહેનત કરીએ છીએ અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.