ગ્રીષ્મા ના માતા પિતાને લઈને રડતા રડતા તેના મોટા પપ્પા એ આપ્યું નિવેદન,કહ્યું કે અમારી દીકરી જતી રહી છે…

0
18

સુરતમાં બનેલી ચોંકાવનારી ઘટનાના પડઘા આજે ગુજરાતની અંદર સંભળાવી રહ્યા છે. સુરતની અંદર રહેતા પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ગ્રીષ્મા નામની દીકરી નો જાહેરમાં જીવ લઇ લીધો હતો. સુરતમાં બનેલી ઘટનાના કારણે સમગ્ર રાજ્યમાં શોકનું વાતાવરણ છે.

આ બધાની વચ્ચે ગ્રીષ્મા ના મોટા પપ્પાએ પણ મીડિયા સામે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. તેના મોટા પપ્પા એ જણાવ્યું કે મારા ભાઈ ભાભી દિવ્યાંગ છે અને સામનો કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. તેના મોટા પપ્પા બે હાથ જોડીને રડતા રડતા પોતાનું દુખ વ્યક્ત કરી રહ્યા હતા.

તેના મોટા પપ્પા એ જણાવ્યું કે દીકરી જશ રહી પરંતુ જે ઘટનાઓ છે તે જીવનના અંત સુધી મગજમાં રહેશે. તેમણે એમ પણ જણાવ્યું કે હવે આપણા સમાજને જાગૃત થવું પડશે અને આપણા બાળકોને શિક્ષણ આપવું પડશે.

આપણા સંપૂર્ણ ધ્યાન આપણા બાળકો પર હોવું જોઈએ કારણ કે આપણું બાળક શું કરે છે અને શું નથી કરતો એના મગજની અંદર કેવા પ્રકારના વિચારો ચાલે છે આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપવું પડશે.ગ્રીષ્માંનો નાનુભાઈ ધ્રુવ મુખાગ્નિ આપ્યા બાદ ભાંગી પડ્યો હતો.

તેના બાદ તાત્કાલિક ધૂર્વ ને અશ્વિનીકુમાર સ્મશાન માંથી ઘરે મોકલી દેવો પડયો હતો.ગ્રીષ્માં કરતા તેનો ભાઈ ચાર વર્ષ નાનો છે હાલ તેમની ઉંમર 17 વર્ષની છે.આ ઉંમરે પોતાની મોટી બહેનની ચિતાને મુખાગ્નિ આપવી પડશે તેવું તેને ક્યારેય કલ્પના પણ નથી કરી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.