ગુજરાતના આ ગામમાં એક પણ ધાબાવાળું મકાન નથી,જો કોઈ ધાબા વાળું મકાન બનાવે તો થાય છે એવું કે…

0
1610

બનાસકાંઠા જિલ્લાના પેપળુ ગામમાં લગભગ 750 વર્ષ જૂની પરંપરા ને આજે પણ તેઓ નિભાવી રહ્યા છે. આ ગામના લોકો વર્ષો જૂનો નકળંગ ભગવાન નો કોલ ને જાળવી રહ્યા છે. આજે પણ આ ગામમાં એક પણ ધાબાવાળું મકાન જોવા મળતું નથી અને આજે પણ આ ગામમાં ભારતીય સંસ્કૃતિ મુજબ ગામના તમામ ઘર નળિયાવાળા છે અને મિત્રો આ

ગામમાં ધાબાવાળું મકાન બનતું નથી અને જો બનાવે તો શું થાય છે તેના વિશે આપણે આગળ જાણે.બનાસકાંઠા જિલ્લાના ભીલડી શહેર થી 15 કિલોમીટરના અંતરે આવેલા પેપળુ ગામ ઐતિહાસિક મિત્રો વારસો ધરાવે છે.4500 જન સંખ્યા ધરાવતા ગામમાં 800 થી પણ વધુ ઘરો આવેલા છે જેમાં તમામ સમાજના લોકો રહે છે પરંતુ આ ગામમાં

આજે પણ કોઈ ઘર ધાબાવાળું મકાન બનાવી શકતા નથી અને એક લોકવાયકા મુજબ પેપલું ગામમાં 750 વર્ષ પહેલા કોઈ નાથ બાપજી દ્વારા નકળંગ ભગવાનને પાટ લાવ્યો હોવાનું કહેવાય છે.ગામના લોકો જ્યાં ભજન મંડળ અને ગરબા કરતા હતા તે જગ્યા પર ભગવાનનો પાઠ મૂકવામાં આવ્યો હતો અને અહીં નાનું મંદિર બનાવીને પાટની બાપુજી દ્વારા

પૂજા અર્ચના પણ કરવામાં આવતી હતી પરંતુ સમય જતા નકળંગ ભગવાનના જૂના મંદિરથી પાટ અને ઘોડાઓ ગામને વધારે લાવી વિશાળ મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. અને ત્યાં વિશાળ કિલ્લો બનાવેલો જે આજે પણ છે અને ત્યારથી આઠ દિવસ સુધી ગામમાં એક પણ મકાન ધાબાવાળા બન્યા નથી અને નકળંગ ભગવાનનું મંદિર

ધાબાવાળું હોવાના કારણે વર્ષો બાદ અહીં ગામમાં ધાબા વાળા મકાન બનાવી શકાતા નથી.જે પણ લોકો એ વ્યક્તિ ધાબાવાળું મકાન બનાવે છે તેને થોડાક સમય બાદ તેમ વ્યક્તિને મકાન તોડવું પડે છે અને વર્ષોથી રહેતા લોકો આજે પણ ગામમાં ધાબાવાળા મકાન બનાવતા નથી જેથી કરીને આજે પણ ગામમાં હોય કે સીમમાં તમામ મકાનો નળિયાવાળા અથવા તો સિમેન્ટના પતરા ના બનેલા હોય છે.મિત્રો આ ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે

આ ગામમાં મારો જન્મ થયો છે ત્યારથી આ ગામમાં એક પણ ધાબાવાળું મકાન બન્યું નથી અને અમારા વડવાઓ કહેતા હતા કે આ ગામમાં વર્ષો જૂનો નકળંગ ભગવાન નો કોલ છે તે આગામી લોકો પાળી રહ્યા છે અને આજ દિવસ સુધી આ ગામમાં એક પણ ધાબાવાળું મકાન બન્યું નથી અને અમારી પેઢી પણ આ પરંપરા જાળવી રહી છે અને આગામી પેઢી પણ આ પરંપરા જાળવી રાખે તેવું જણાવ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.