ગુજરાતી લોકગાયિકા અલ્પાબેન પટેલ પોતાના પતિ સાથે આ જગ્યા પર ગયા હનીમૂન પર, ફોટા જોઈને તમે પણ…

0
171

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા અલ્પાબેન પટેલ લગ્ન સંબંધમાં બંધાયા હતા. અલ્પાબેન પટેલે ઉદય ગજેરા સાથે લગ્ન કર્યા છે. ઉદય ગજેરા અને અલ્પાબેન પટેલે ગયા વર્ષે સગાઈ કરી હતી.તમને જણાવી દઈએ કે તેમના લગ્ન સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજીયાસર ગામે યોજાયા હતા.

લગ્નમાં ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી હતી. આપણા લોક ગાયિકા અલ્પાબેન પટેલ નવવધૂના અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ લગ્ન મંડપ ની સજાવટ પણ ખૂબ જ સુંદર હતી.લોક ગાયિકા અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરા ના લગ્નમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

એટલું જ નહીં પરંતુ સંગીતની દુનિયા સાથે જોડાયેલા ગુજરાતના જાણીતા ગાયક કલાકારો પણ લગ્નમાં આવ્યા હતા.અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરાના લગ્નમાં સાઈરામ દવે, જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિત અનેક નામચીન કલાકારો ઉપરાંત મ્યૂઝિક ડાયરેક્ટરોએ લગ્નમાં હાજરી આપી હતી.

હાલમાં સોશિયલ મીડિયામાં અલ્પા પટેલ પ્રવાસની તસવીરો શેર કરી છે જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કેટલીક તસવીરો તેમને પોતાની સ્ટોરીમાં પણ શેર કરી છે. જેમાં એરપોર્ટ ઉપર અલ્પા પટેલ અને તેમના પતિ ઉદય ગજેરા સાથે જોવા મળી રહ્યા છે અને આ ઉપરાંત તેમને કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી છે.

આ ઉપરાંત અલ્પા પટેલ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તે દરિયા કિનારે જોવા મળી રહ્યા છે. ઉદય ગજેરા નો હાથમાં હાથ પકડીને ચાલી રહ્યા છે સાથે જ બેકગ્રાઉન્ડમાં સુંદર ગીત પણ તેમને મૂક્યું છે.હાલમાં ચાહકો આ બને કપલ્સ ને ખુબ જ પ્રેમ આપી રહા છે.

ભાગ્યે જ લગભગ કોઈને આ વાતની ખબર હશે કે અલ્પા પટેલ અને ઉદય ગજેરા બંને હનીમૂન મનાવવા માટે અદમાન નિકોબાર આઇલેન્ડ પસંદ કર્યું છે. તમે અપલોડ કરેલી તસવીરમાં જોઈ શકો છો કે તેઓ બંને સેકયુલર જેલની મુલાકાત લીધી હતી અને બંને શહીદ સ્મારક પાસે તસવીર પણ પડાવેલ છે. જેમાં ઉદય ટી-શર્ટ અને બ્લુ જીન્સ અને જ્યારે અલ્પાબેન પીળા કલરનું સ્કર્ટ અને જીન્સ પહેરેલ છે. તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.